આયુર્વેદમાં એવા ઘણા વૃક્ષ તેમજ છોડ વિશે જણાવવામાં આવ્યું છે કે, તેનું સેવન કરવાથી તમારું સ્વાસ્થ્ય હંમેશા તંદુરસ્ત રહે છે. તેમજ આયુર્વેદમાં ઘણા એવા વૃક્ષ અને છોડ તેમજ જડીબુટ્ટી રહેલી છે જેમાં માથાથી લઈને પગ સુધી તમામ બીમારીઓનો ઈલાજ કરવાની ક્ષમતા રહેલી છે. પરંતુ તમને તેનો ઉપયોગ કરતા આવડવો જોઈએ.
અમે તમને ઘણા એવા છોડ તેમજ વૃક્ષ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે આપણી આસપાસ જ રહેલા છે. પણ આપણે તેના ઉપયોગ વિશે કશું જાણતા નથી હોતા. તેમજ તેનો ઉપયોગ કરતા આપણને નથી આવડતું. ચાલો તો જાણી લઈએ તેનાથી મળતા ફાયદાઓ વિશે. નગોડના પાન : નગોડના સેવનથી તમને અનેક લાભો મળે છે. ઘણા લોકો તેના ફાયદાઓ વિશે નથી જાણતા. નગોડને સુકવીને તેનું ચૂર્ણ બનાવીને પાણીની સાથે સેવન કરવાથી તમને પેટને લગતી સમસ્યા જેમ કે ગેસ, કબજિયાત, પેટ ફુલાવું વગેરે જેવી સમસ્યાઓથી છુટકારો મળે છે.
તેના નિયમિત સેવનથી શરીરનો કોઈ પણ સોજો જલ્દી ઠીક થઈ જાય છે. માથાના દુઃખાવાથી છુટકારો મેળવવા માટે નગોડના પાનનું ચૂર્ણ સેવન કરી શકાય છે. મહિલાઓને માસિક દરમિયાન થતી પરેશાની જેવી કે માસિક અનિયમિત હોવું, જેવી તકલીફમાં તેનું સેવન કરી શકાય છે.
નગોડને પીસીને ચહેરા પર લગાવવાથી ખીલ દૂર થાય છે. આ સિવાય જો શરીરમાં ઈજા છે તો તેના ચૂર્ણને લગાવવાથી તેનો ઉપચાર કરી શકાય છે. જો તમારા વાળ તૂટે છે, તેની ચમક ઓછી થઈ ગઈ છે, તો નગોડના તેલથી ફાયદો થાય છે.બોરના પાન : બોરના પાન તમને દરેક જગ્યાએ મળી જશે. બોરના પાનથી તમે અનેક રોગોને ઠીક કરી શકો છો. જો તમારું ગળું બેસી ગયું છે, તો સિંધાલુણ મીઠાની સાથે બોરના પાન નાખીને કોગળા કરવાથી ગળું ખુલી જાય છે અને દર્દ પણ ઓછું થાય છે.
શરીરના કોઈ ભાગમાં જલન થવા પર બોરના પાનને ઘસીને તે ભાગ પર લગાવવાથી જલન ઓછી થઈ જાય છે. આંખમાં સતત પાણી આવી રહ્યું છે તો તેવામાં બોરના પાનને પાણીમાં નાખીને છાંટવાથી આંખ માંથી પાણી નીકળતું બંધ થઈ જાય છે.
જો કોઈને દસ્ત છે તો બોરના પાનને પીસીને દુધમાં નાખી સેવન કરવાથી દસ્ત ઠીક થઈ જાય છે. મોઢામાં ચાંદા પડવા પર બોરના પાનને પીસીને તેનાથી કોગળા કરવાથી ચાંદામાં આરામ મળે છે.કેળાના પાન : ઘણી જગ્યાઓ પર કેળાના પાનને સબ્જીના રૂપમાં ઉપયોગમાં લેવાય છે. કેળાની જડને પણ ફાયદાકારક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, કેળાની જડથી નીકળતા રસનું સેવન કરવાથી વજન ઓછું થાય છે.
કેળાની જડનું સેવન કરવાથી તમારા ગળાનો સોજો ઓછો થાય છે. જો તમને કબજિયાતની સમસ્યા છે તો કેળાની જડનું સેવન કરો. તમને તેનાથી આરામ મળશે. તેમજ કેળાની જડનું સેવન કરવાથી કિડની સંબંધી સમસ્યાથી બચી શકાય છે. જો તમારા શરીરમાં કોઈ ઈજા થઈ છે તો તમે કેળાની જડને પીસીને તે સ્થાન પર લગાવો. તો તમારી ઈજા ખુબ જ જલ્દી ઠીક થઈ જશે.
આમ તમે નગોડના પાનનું સેવન, બોરના પાનનું સેવન તેમજ કેળાના પાનનું સેવન કરીને અનેક બીમારીમાંથી રાહત મેળવી શકો છો. તેમજ આ ઘરેલું ઉપચાર તમને કોઈ આડઅસર નહિ કરે, પરંતુ તેનું સેવન કરતા પહેલા કોઈ નિષ્ણાંતની સલાહ જરૂર લો. તેમની પાસે તમને યોગ્ય માર્ગદર્શન મળી રહેશે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી