ગરમ પાણીથી ન્હાવા સહિત શિયાળામાં મોટાભાગના લોકો કરતા હોય છે આ 10 ભૂલો, તમે પણ કરતા જ હશો… જે આગળ જતા થાય છે જિવલેણ

મિત્રો તમે જાણો છો તેમ હાલ શિયાળાના દિવસો શરૂ છે. તેથી તમારે ગરમ કપડા, સ્વેટર, ગરમ પાણીથી સ્નાન, તેમજ તડકામાં રહેવું તમને ગમે છે. આ શિયાળાના દિવસો લગભગ 3 મહિના સુધી રહે છે અને આપણે ઠંડીથી બચવા માટે ઘણા ઉપાયો કરીએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે, આ શિયાળામાં જે તમે ગરમ વસ્તુઓનો ઉપયોગ કરો છો તે તમારા માટે હાનિકારક તો નથી ને. જાણવા માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.

શિયાળાના દિવસો શરૂ થતા જ આપણા શરીરની આદત બદલાય જતી હોય છે. આ સમયે ફ્લુ અને ઇન્ફેકશન ફેલાવાની સંભાવના વધુ રહે છે. કદાચ આ જ કારણે આ સીજનમાં લોકો વધુ બીમાર પડે છે. ગરમ કોફી, ગરમ કપડા અને ગરમ પાણી આ મૌસમની મહત્વની જરૂરિયાત હોય છે. પણ શું તમે જાણો છો કે, આ બધી વસ્તુ આપણા માટે ઘણી નુકસાનકારક છે.

વધુ સમય સુધી ગરમ પાણીથી સ્નાન કરવું : આ વિશે જાણવા મળતી માહિતી મુજબ વધુ સમય સુધી ગરમ પાણીમાં સ્નાન કરવું સારું નથી. તેનાથી આપણા શરીર અને મગજ બંને પર ખરાબ અસર પડે છે. વાસ્તવમાં ગરમ પાણી કેરાટીન નામના સ્કીન સેલ્સ ડેમેઝ કરે છે, જેનાથી ખંજવાળ, ડ્રાયનેસ, અને રેશેસની સમસ્યા વધી જાય છે.વધારે પડતા કપડા : શિયાળામાં પોતાને ગરમ રાખવા એ સારું છે. પણ વધુ કપડા પહેરવાથી બચવું પણ જોઈએ. આમ કરવાથી તમારું શરીર ઓવરહિટીંગનો શિકાર બની શકે છે. વાસ્તવમાં ઠંડી લાગવાથી આપણું ઈમ્યુન સિસ્ટમ વ્હાઈટ બ્લડ સેલ્સ પ્રોડ્યુસ કરે છે, જે ઇન્ફેકશન અને બીમારી સામે રક્ષણ આપે છે. શરીરના ઓવરહીટ થવાથી ઈમ્યુન પોતાનું કામ નથી કરતું.

વધુ ખાવું : શિયાળામાં માણસની ભૂખ અચાનક વધી જાય છે અને તે સ્વાસ્થ્યની ચિંતા કર્યા વગર કંઈ પણ ખાવા લાગે છે. ઠંડી સામે શરીરની કેલેરી વધુ ખર્ચ થઈ જાય છે. જેના માટે આપણે હોટ ચોકલેટ અથવા એક્સ્ટ્રા કેલેરી વાળા ફૂડ્સ ખાઈએ છીએ. તેવામાં ભૂખ લાગવા પર ફાઈબર વાળી સબ્જી અથવા ફળ ખાવા જોઈએ.

કેફીન : શિયાળાના મૌસમમાં ચા અને કોફીથી શરીરને ગરમ રાખવાની રીત સારી છે. પણ કદાચ ભૂલો છો કે, વધુ કેફીન માટે નુકસાનકારક છે. આખા દિવસમાં તમારે 2 થી 3 કપ ચા કે કોફી પીવી જોઈએ.પાણી ઓછું પીવું : શિયાળામાં લોકોને ઓછી તરસ લાગે છે. પણ તેનો અર્થ એ નથી કે તમારે પાણીની જરૂરિયાત નથી. યુંરીનેશન, ડાયઝેશન અને પરસેવામાં પાણી શરીરમાંથી બહાર આવે છે. તેવામાં પાણી ન પીવાથી શરીર ડીહાઈડ્રેટ થવા લાગે છે, તેનાથી કીડની અને ડાયઝેશનમાં તકલીફ થાય છે.

સુતા પહેલા શું કરવું : એક શોધ અનુસાર રાત્રે સુતા પહેલા હાથને પગના ગ્લવ્ઝ અને જુર્રાબથી કવર રાખવું તંદુરસ્તી માટે સારું છે. સ્લીપિંગ ક્વોલિટીને ઈમ્પ્રુવ કરવા માટે આ રીત ખુબ જ સારી છે.

બેડટાઈમ રૂટીન : શિયાળામાં દિવસો બહુ ટૂંકા થઈ જાય છે અને રાત લાંબી હોય છે. તેનાથી માત્ર દિનચર્યા જ નહિ પણ સીર્કાડીયન સાયકલ ડિસ્ટર્બ થાય છે, પણ શરીરમાં મેટાલોનીન હાર્મોનનું પ્રોડક્શન (ઊંઘ લાવતું હોર્મોન) વધી જાય છે. તેનાથી ઊંઘ આવવા લાગે છે. સુસ્તી વધે છે, તેથી સ્લીપિંગ સમયે યોગ્ય ઊંઘ કરી લેવી જોઈએ.બહાર જવામાં સાવધાની રાખો : શિયાળામાં મોટાભાગે લોકો ઠંડીથી બચવા માટે ઘરની બહાર નીકળવું બંધ કરી દો. આવું કરવાથી તંદુરસ્તી પર ખરાબ અસર પડી શકે છે. ઘરમાં રહેવાથી તમારી ફિઝીકલ એક્ટીવીટી ખરાબ થઈ જાય છે. વજન વધશે અને સૂર્યના કિરણોથી મળતા વિટામિન ડી પણ નહિ મળે છે.

કસરત : ઠંડીને કારણે લોકો પથારીમાં પડ્યા રહે છે. ફિઝીકલ એક્ટીવીટી શૂન્ય થઈ જાય છે એટલે આપણું ઈમ્યુન સિસ્ટમ બગડી જાય છે. તેથી પથારીમાં પડ્યા રહેવા કરતા સાયકલ, વોકિંગ અથવા કોઈ પણ વર્કઆઉટ તરત જ શરૂ કરી દો.સેલ્ફ મેડિકેશન : આ મૌસમમાં  લોકો મોટાભાગે શરદી, તાવ અને ઉધરસની સમસ્યા હોય છે. એવામાં ડોક્ટરની સલાહ વગર મેડિકેશન જાનલેવા સાબિત થઈ શકે છે. તે ગંભીર બીમારીના લક્ષણ હોય શકે છે. તેથી કોઈ પણ દવા કે ઘરેલું ઉપાય કરતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

Leave a Comment