મિત્રો જેમ કે તમે જાણો છો તેમ પશુપાલન એ ગુજરાતનો પહેલા મુખ્ય વ્યવસાય પણ કહેવામાં આવતો. કારણ કે ખેતી કરવામાં તેમજ અન્ય ઉદ્યોગ ધંધામાં પશુઓનું ખુબ મહત્વનું યોગદાન રહેલું છે. ત્યારે તમને એ જણાવતા એ આનંદ થાય છે કે, પશુપાલનના આ વ્યવસાયમાં ગુજરાતના એક નવલબેન કરીને મહિલાએ દૂધ વેંચીને 1 કરોડ 10 લાખ રૂપિયાનું વેંચાણ કર્યું છે. અને દર મહિને 3.50 લાખ રૂપિયા કમાણી છે. ચાલો તો આ વિશે વિસ્તારથી જાણી લઈએ.
તમને એ જણાવતા આનંદ થાય છે કે, ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના નગાણા ગામની એક અભણ મહિલાને દૂધમાં શ્વેત ક્રાંતિ લાવવા જેવું કામ કરી બતાવું છે. આ મહિલાએ 2020 માં 1 કરોડ 10 લાખ રૂપીયાનુ દૂધ વહેંચીને રેકોર્ડ કાયમ કર્યો છે. આ મહિલાએ દૂધ વહેંચીને દર મહિને 3.50 લાખ રૂપીયાનો નફો કર્યો છે. એમણે આ 2021 ના વર્ષમાં પણ આ સફળતા મેળવવા માટેનો વિશ્વાસ બતાવ્યો છે.
ડેરીથી રોજ નીકળે છે 1000 લિટર દૂધ : આ વિશે વધુ જાણીએ તો, વડગામ જિલ્લાના નગાણા ગામના રહેવાસી, જેમની ઉંમર 62 વર્ષ છે. નવલબેન દળસંગભાઈ ચૌધરીના ગામમાં ડેરી છે. એ કહે છે કે, ‘મારા 4 દીકરાઓ છે જે ભણીગણીને શહેરમાં નોકરી કરે છે, અને હું અહીં 80 ભેંસ અને 45 ગાયો સાથે ડેરી ચલાવું છું.2019 માં મેં 87.95 લાખ રૂપીયાનું દૂધ વહેંચ્યું અને એમાં બનાસકાંઠામાં પહેલા નંબર પર રહી છું. 2020 માં 1 કરોડ 10 લાખ રૂપીયાનુ દૂધ વહેંચીને હું પહેલા નંબર પર આવી છું. જેનાથી મને દર મહિને 3.50 લાખનો નફો થયો છે.’
મુખ્યમંત્રીના હાથે 5 એવાર્ડ મળ્યા : આ ઉપરાંત તમને જણાવી દઈએ કે, નવલબેનને 2 લક્ષ્મી ઍવોર્ડ અને 3 બેસ્ટ પશુપાલક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં આ એવાર્ડ તેમને આપ્યા હતા. નવલબેનની ડેરીમાં ગામના 11 લોકોને રોજગાર મળી રહ્યો છે જે પશુપાલકની દેખભાળ સાથે દૂધ પણ દોવે છે. શ્રમિકોની સાથે રોજ સવાર સાંજ નવલબેન પણ દૂધ દોવે છે.
આમ નવલબેનએ પોતાની જાત મહેનતથી સાબિત કરી બતાવ્યું છે કે, જો એક મહિલા ધારે તો ગમે તે કરી શકે છે અને તેને કોઈના પર આધારિત પણ રહેવું પડતું નથી અને તે પોતાનું ઘર સાચવાની સાથોસાથ ઘરનું ગુજરાન પણ ચલાવી શકે છે॰આજના જમાનામાં આત્મનિર્ભર રહેવું ખૂબ જરૂરી છે અને ખાસ કરીને જે અભણ મહિલા માટે નવલબેન પ્રેરણાદાયક છે. જે મહિલા અભણ છે તે નવલબેનને જોઈને પોતે પણ કંઈક શીખી શકે છે. તે પોતે આ કામ કરીને આત્મનિર્ભર બની શકે છે.
તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી હેલ્પફુલ, (૨) હેલ્પ ફૂલ, (૩) ગુડ, (૪) એવરેજ.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી