આ ઝરણાનું પાણી પાપી લોકોને સ્પર્શ નથી કરતુ….. જાણો ક્યાં આવ્યું છે આ અદ્દભુત ઝરણું…..
મિત્રો તમે ઘણા બધા ઝરણાઓ વિશે સાંભળ્યું હશે. જે પોતાની કોઈને કોઈ ખાસિયતના કારણે દેશ અને દુનિયામાં પ્રસિદ્ધ હોય. કોઈ ઝરણું પોતાની સુંદરતાના કારણે પ્રચલિત છે, તો કોઈ ઝરણું તેના ચિકિત્સકીય ગુણોના કારણે પ્રચલિત છે. પરંતુ આજે અમે એક એવા ઝરણા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જેના વિશે એવું કહેવાય છે કે તે ઝરણું કોઈ સામાન્ય ઝરણું નથી, તે ખુબ જ અદ્દભુત અને ચમત્કારિક ઝરણું છે.
આ ઝરણાનું પાણી તેની નીચે ઉભા રહેતા બધા માણસો પર નથી પડતું. સામાન્ય રીતે આ ઝરણું પહાડ પરથી જમીન પર તો પડે છે. પરંતુ તે ઝરણાનું પાણી બધા મનુષ્ય પર નથી પડતું. આ ઝરણાનું પાણી અમુક વ્યક્તિ પર પડે છે તો અમુક લોકો પર નથી પડતું. તો ચાલો જાણીએ શું છે તેનું રહસ્ય અને શા માટે બધા લોકો પર ઝરણાનું પાણી નથી પડતું ?
આજે અમે જે ઝરણાની વાત કરી રહ્યા છીએ તે ઝરણું કોઈ સાધારણ ઝરણું નથી. તેનું નામ છે વસુંધરા ફોલ્સ. આ ઝરણું ઉત્તરાખંડમાં બદ્રીનાથ ધામથી નવ કિલો મીટર દુર આવેલું છે. આ જળધારા લગભગ 400 ફૂટ ઉપરથી પડે છે. એટલું જ નહિ આ ઝરણું એટલું ઊંચું છે કે પર્વતના મૂળ પર્વત શિખર સુધીનો પૂરો ધોધ તમે એક નજરમાં નથી જોઈ શકતા. આ ધોધ પર્વત પરથી મોતીઓની બૌછાર કરતો નજર આવે છે. પરંતુ કહેવાય છે કે આ જલધારા દરેક મનુષ્ય પર નથી પડતી. હકીકતમાં એવું કહેવાય છે કે આટલી ઉંચાઈએથી પડતું પાણી એકદમ સાચા મોતી સમાન શુદ્ધ હોય છે અને તેથી આ ઝરણાનું પાણી પાપી મનુષ્યોને ભીંજવતું નથી.
એવું કહેવાય છે કે આ અષ્ટ વસુઓનું તપ કરવાનું સ્થળ હતું. તેથી કહેવાય છે કે આ જળ એ વ્યક્તિને સ્પર્શ નથી કરતુ જે પાપી હોય. આ ઉપરાંત એવું પણ કહેવાય છે કે પાંચ પાંડોવોમાંથી નાના પાંડવ સહદેવનું મૃત્યુ અહીં જ થયું હતું અને અર્જુને પોતાના ગાંડીવનો પણ અહીં ત્યાગ કર્યો હતો. તેથી આ જગ્યાને સ્વર્ગનો રસ્તો પણ માનવામાં આવે છે. લોકો અહીં આવવું તે પોતાનું સૌભાગ્ય સમજે છે. તેથી આ ઝરણાનું ખુબ જ આધ્યાત્મિક મહત્વ રહેલું છે અને એવી માન્યતા છે કે જો આ ધોધના પાણીની બુંદો પણ તમારા શરીર પર પડે તો સમજી લેવું કે તમે એક પુણ્ય આત્મા છે.
આ ઉપરાંત એવું પણ કહેવાય છે કે આ ઝરણાના રસ્તામાં ઘણા બધા જડીબુટ્ટીથી ભરપુર છોડ પણ છે. માટે આ ઝરણાનું પાણી તે ઔષધીય અને જડીબુટ્ટી ધરવતા છોડ પરથી પાણી પસાર થઈને નીકળે છે. માટે જો આ ઝરણાનું પાણી તમારા પર પડે તો તમે નીરોગી બની જાવ. આ ઝરણા નીચે તમે ઉભા રહો અને તમારા પર પાણી ન પડે તો સમજી લેવાનું કે તમે પાપકર્મ ખુબ જ કર્યા છે. અને જો તમારા પર ઝરણાનો ધોધ પડે તો સમજવાનું કે તમે શુદ્ધ મનુષ્ય અવતાર છવો. જે પાપકર્મથી નિરંતર દુર રહો છો.
ચાર ધામની યાત્રામાં એક બદ્રીનાથ ધામ પણ આવે છે અને બદ્રીનાથની યાત્રા પર આવનારા વ્યક્તિઓ વસુંધરા ફોલ્સને જોવા માટે અવશ્ય આવે છે. તમને જણાવી દઈએ કે આ ઝરણું દેશમાં જ નહિ પરંતુ વિદેશોમાં પણ પોતાના આ ચમત્કારના લીધે પ્રખ્યાત છે. તેથી વિદેશી પ્રવાસીઓ પણ આ વસુંધરા ફોલ્સની મુલાકાતે આવતા હોય છે.
શું મિત્રો તમે વસુંધરા ફોલ્સની મુલાકાતે ક્યારેય ગયા છો કે નહિ તે કોમેન્ટમાં જરૂર જણાવજો ? જો ગયા હોવ તો તમારા અનુભવો કોમેન્ટ દ્વારા શેર કરવાનું ભૂલતા નહિ, તેમજ તમે જીવનમાં એક વાર આ વસુંધરા ફોલ્સના પ્રવાસે જરૂર જજો. કારણ કે આ ધોધ જેટલો ચમત્કારિક છે તેટલો જ રમણીય અને સુંદર છે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ Image Source: Google