પાપ કર્મ કરનાર દુર્યોધનને કેમ મળ્યું હતું સ્વર્ગ…. જાણો તેની પાછળ શું હતું રહસ્ય… જાણીને ચોકી જશો.

પાપ કર્મ કરનાર દુર્યોધનને કેમ મળ્યું હતું સ્વર્ગ…. જાણો તેની પાછળ શું હતું રહસ્ય…

મિત્રો આપણે મહાભારત એક પાત્ર વિશે તો બધાએ સાંભળ્યું હશે કે દુર્યોધન ખુબ જ અહંકારી, ઘમંડી અને અધર્મી હતો. તો તમને કોઈ એવું કહે કે દુર્યોધન અધર્મી હતો છતાં તેને મૃત્યુ બાદ સ્વર્ગ મળ્યું અને પાંડવોને નર્ક મળ્યું. તો આજે અમે તમને જણાવશું કે શા માટે આખરે પાંડવોને નર્ક મળ્યું અને દુર્યોધનને સ્વર્ગ.

યદુવંશીઓના નાશની વાત જાણીને યુધિષ્ઠરને ખુબ જ દુઃખ થયું. ત્યાર બાદ મહર્ષિ વેદ વ્યાસની વાત માનીને દ્રૌપદી સહીત પાંચેય પાંડવોએ પરલોક જવાનો નિર્ણય લઇ લીધો. પાંડવોએ પોતાનું બધું રાજપાટ પોતાના ઉત્તરાધિકારી પરીક્ષિતને સોંપીને પરલોક જવા માટે નીકળી ગયા. સ્વર્ગ પહોંચતા પહેલા જ દ્રૌપદી સહીત ચાર પાંડવોનું મૃત્યુ રસ્તામાં થઇ જાય છે. અને એકમાત્ર યુધિષ્ઠર પોતાના સાથી કુતરા સાથે સ્વર્ગ પહોંચે છે. કહેવાય છે કે યુધીષ્ઠીર પોતાના શરીર સાથે સ્વર્ગમાં પહોંચ્યો હતો અને તેની સાથે જે કુતરો હતો તે પોતે યમરાજ હતા.સ્વર્ગ જઈને યુધીષ્ઠીરે જોયું કે ત્યાં દુર્યોધન એક સિંહાસન પર બેઠો હતો અને તેની આસપાસ કોઈ ન હતું. આ જોઈ યુધીષ્ઠીરે કહ્યું કે દ્રૌપદી અને અન્ય પાંડવો જે લોકમાં છે, હું પણ તે જ લોકમાં જવા માંગુ છું. ત્યાર બાદ દેવદૂત યુધીષ્ઠીરને એક એવા માર્ગ પર લઇ ગયો જે ખુબ જ ખરાબ હતો. ત્યાં ઘોર અંધકાર હતો, ચારેય બાજુથી દુર્ગંધ આવતી હતી અને આસપાસ મડદાઓ દેખાતા હતા. આ બધું જોઇને યુધીષ્ઠીરે પરત જવાનું કહ્યું.

ત્યાર બાદ જ્યારે યુધીષ્ઠીર ત્યાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે તેને દુઃખી લોકોનો અવાજ સંભળાવા લાગ્યો. તે દુઃખી અવાજો યુધીષ્ઠીરને થોડા સમય માટે ત્યાં રહેવાનું કહી રહ્યા હતા. જ્યારે યુધિષ્ઠિરે તે લોકોનું નામ પૂછ્યું ત્યારે તેમણે કર્ણ, અર્જુન, ભીમ, સહદેવ, નકુલ અને દ્રૌપદી જણાવ્યું. ત્યાર બાદ યુધિષ્ઠિરે દેવદૂતને જણાવ્યું કે તમે સ્વર્ગમાં જતા રહો જો મારા અહીં રહેવાથી મારા ભાઈઓને સુખ મળે છે તો હું આ દુર્ગમ સ્થાન પર જ રહીશ.

દેવદૂતે આ વાત જઈને દેવરાજ ઇન્દ્રને જણાવી. ત્યાર બાદ યુધિષ્ઠિરને તે દુર્ગમ સ્થાન પર હજુ થોડો સમય થયો ત્યારે ત્યાં દેવતાઓ આવી પહોંચ્યા અને તેમના  આવતા જ એક સુંગંધિત હવા ફેલાઈ ગઈ અને જગ્યા પ્રકાશિત થઇ ગઈ. ત્યાર બાદ દેવરાજ ઇન્દ્રે જણાવ્યું કે તે અશ્વસ્થામાંની મારવાની વાત કહીને છલથી દ્રૌણાચાર્યને વિશ્વાસ દેવડાવ્યો હતો. તેના પરિણામ સ્વરૂપ તારે થોડા સમય માટે નર્કના દર્શન કરવા પડ્યા. હવે તું મારી સાથે સ્વર્ગમાં આવ ત્યાં તારા ભાઈઓ અને અન્ય વીરો તારી પહેલા જ સ્વર્ગમાં પહોંચી ગયા છે.સ્વર્ગ પહોંચ્યા બાદ ભીમે યુધીષ્ઠીરને પૂછ્યું કે દુષ્ટ દુર્યોધને તો આજીવન અનીતીઓનું જ આચરણ કર્યું છે અને તેણે પોતાના જીવનકાળ દરમિયાન કોઈ ધર્મનું કાર્ય નથી કર્યું જેના પુણ્યથી તેને સ્વર્ગ મળે અને આગળ જણાવ્યું કે શું સ્વર્ગના ન્યાયમાં પણ ભૂલ થયેલી છે ?

ત્યારે યુધીષ્ઠીર જણાવે છે કે બધી ખરાબીઓ હોવા છતાં પણ દુર્યોધનમાં એક સદગુણ હતો. જેના કારણે તેને સ્વર્ગ પ્રાપ્ત થયું છે. ત્યારે ભીમે આશ્ચર્યચકીત થઈને પૂછ્યું કે તે સદગુણ શું છે ? ત્યારે યુધિષ્ઠિરે જણાવ્યું કે પોતાના સમગ્ર જીવનમાં દુર્યોધનનું લક્ષ્ય એકદમ સ્પષ્ટ હતું. તે ઉદ્દેશની પ્રાપ્તિ માટે તેણે દરેક સંભવ કાર્યો કર્યા. પરંતુ દુર્યોધનને નાનપણથી જ સાચા સંસ્કારોનો સાથ નથી મળ્યો તેથી તે સત્યનો સાથ ન આપી શક્યો.પરંતુ માર્ગમાં ગમે તેવી મુસીબતો આવે તેમ છતાં પણ પોતાના લક્ષ્ય પર કાયમ રહેવું તે તેની સારપ હતી. યુધિષ્ઠિરે જણાવ્યું કે જીવનમાં હંમેશા લક્ષ્ય પર કાયમ રહેવું તે પણ એક સદગુણ છે અને તે જ સદ્દગુણના કારણે દુર્યોધનની આત્માને સ્વર્ગના સુખ ભોગવવાની તક મળી છે.

હવે એ પણ જણાવી દઈએ કે પાંડવોને થોડા સમય માટે શા માટે નર્કમાં જવું પડ્યું. દ્રૌપદી બધા પાંડવોમાંથી માત્ર અર્જુનને જ પ્રેમ કરતી હતી માટે તેને નર્ક જવું પડ્યું, સહદેવને પોતાના વિધવાન હોવાનો ખુબ જ અહંમ હતો તેથી નર્ક ભોગવવું પડ્યું, નકુલને પોતાની સુંદરતાનો ઘમંડ હતો તેથી તેને નર્કમાં જઈને રહેવું પડ્યું, એટલું જ નહિ અર્જુનને પણ પોતાના પરાક્રમ પર ઘમંડ હતું તેથી તેને નર્ક ભોગવવું પડ્યું અને ભીમને પોતાના બળ પર ઘમંડ હતું અને પોતાના બળનું ખોટું પ્રદર્શન કરતો હતો તેથી તેને નરકમાં જવું પડ્યું હતું.તો મિત્રો આ વાત પરથી તમને શું શીખવા મળ્યું તે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. એવી કંઈ વાત છે જે તમે પણ તમારા જીવનમાં ઉતારવા માંગો છો તે પણ કોમેન્ટમાં જરૂર જણાવજો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment