મિત્રો, આજકાલ ઘણી એવી વિચિત્ર ઘટનાઓ બને છે કે જેના વિશે જાણીને વિશ્વાસ પણ ન આવે કે આવું પણ બની શકે છે. તમે કેવું અનુભવશો જ્યારે તમને એમ જાણવા મળે કે તમારા કાનમાં કોઈ ઝેરી જીવાણું છે ? પરંતુ સાચે જ આવું જો આપણી સાથે થાય તો જીવવું ઘણું અઘરું પડી જાય છે. તો આવી એક ઘટના એક મહિલા સાથે બની, જેમાં તેના કાનમાં એક ઝેરી કરોળિયો ઘુસી ગયો હતો અને પછી જે બન્યું તે જાણીને તમારા હોશ ઉડી જશે. તો ચાલો આ ઘટનાને વિગતે જાણીએ.
જાણવા મળતી વિગતો અનુસાર આ સ્ત્રી પોતાનું કામ હંમેશની જેમ જ કરી રહી હતી. જ્યારે અચાનક તેના કાનમાં અવાજ થવા લાગ્યો. ત્યારે આ મહિલાને લાગ્યું કે પાણીમાં તરતા સમયે તેના કાનમાં થોડું પાણી આવી ગયું હશે. પરંતુ તે પછી આ સ્ત્રીની પીડા ઓછી થવાને બદલે વધતી જ ગઈ. ત્યાર બાદ જ્યારે એ મહિલાએ ડોક્ટરને પોતાનો કાન બતાવ્યો, ત્યારે છેક તેને જાણ થઈ કે તેના કાનમાં કોઈ ઝેરી કરોળિયો છે. જેના કારણે મહિલાને પીડા આ થઈ રહી હતી. પરંતુ ડોક્ટર પણ આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા.
મળતી માહિતી મુજબ આ મહિલા અમેરિકાના કેન્સાસ સિટીમાં રહે છે. આ મહિલાનું નામ સુસી ટોરેસ છે. તેણે પોતાના કાનને આ પીડા દરમિયાન સાફ કર્યા તો પણ મહિલાને આરામ ન મળ્યો. ત્યારે તેણી તેના કાનની તપાસ કરાવવા માટે ડોક્ટર પાસે ગઈ. ત્યારબાદ મહિલાના કાનની તપાસ બે નર્સ, એક ડોક્ટર અને ત્રણ તબીબી વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી. ત્યારે ખબર પડી કે આ દુઃખાવો પાણી અથવા કોઈ અન્ય કારણોસર નથી. પરંતુ એક ઝેરી કરોળિયાને કારણે થતો હતો.
આ મહિલાના કાનમાં એક ઝેરી કરોળિયો હતો, જેના કારણે તે પીડિત હતી. આ સિવાય તમને જણાવી દઈએ કે આ કરોળિયો ભૂરા રંગનો હોય છે. આ કરોળિયો ખુબ જ ઝેરી પ્રજાતિનો હોય છે. જો તે કોઈ પણ માનવીને કરડે તો તે મરી જાય છે.
આ ઉપરાંત વધુમાં કહીએ તો આ મહિલાને ભયભીત ન કરવા માટે ડોક્ટરોએ મહિલાને કહ્યું કે, કરોળિયો મરી ગયો છે. તે પછી કાનમાંથી કરોળિયાને દૂર કરવા માટે ડોક્ટરોએ પહેલા પગ અને પછી પાછળનો ભાગ કાઢી નાખ્યો. જ્યારે કરોળિયો કાનમાંથી બહાર આવ્યો ત્યારે તે જીવતો હતો. પરંતુ કરોળિયો સ્ત્રીને કરડ્યો ન હતો. જે એક સારા સમાચાર જણાય.
આ ઘટના પછી મહિલા ખુબ ડરી ગઈ છે. જેના કારણે તે કાનમાં ઇયર પ્લગ મૂકીને જ સુવે છે. એક અધ્યયન મુજબ આ કરોળિયાના ડંખ પછી સ્નાયુઓમાં દુઃખાવો, નસ તેમજ શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો જોવા મળે છે. એવું કહેવામાં આવે છે કે આ કરોળિયો બહુ આક્રમક નથી. પરંતુ જો કોઈ તેને ચીડવે તો તે તેને કરડે છે.
આ સિવાય વિશેજ્ઞયોનું એવું કહેવું છે કે જો કોઈના કાનમાં કોઈ કૃમિ ચાલતું હોય તો કાનમાં ખનિજ તેલ અથવા ગરમ પાણી નાખી શકે છે. જો તે પછી તે બહાર ન નીકળે તો તમારે શક્ય તેટલું જલ્દી ડોક્ટરને તમારા કાન બતાવવા જોઈએ. સૌથી અગત્યની વાત એ છે કે આ કરોળિયો સ્ત્રીને કરડયો ન હતો. જો તે સ્ત્રીને કરડયો હોત તો એ મૃત્યુનું કારણ પણ હોત, માટે કાનનું ધ્યાન રાખવું.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી