વૈશ્વિક મહામારી કોરોના વાયરસ ન ફેલાય એ હેતુથી મોદી સરકાર દ્વારા આખા દેશવ્યાપી લોકડાઉન કરી નાખ્યું છે. તેના ચાલતા લોકોનું કામકાજ ઠપ્પ થઇ ગયું છે અને લોકો પોતાન ઘરની અંદર જ બંધ થઇ ગયા છે. માટે અત્યારે હાલ દેશના મોટાભાગના બધા જ લોકો પરિવાર સાથે જ સમય વિતાવી રહ્યા છે, પરંતુ લોકડાઉનથી અમુક મહિલાઓ અને બાળકો માટે સંકટ પેદા થઇ ગયું છે. તો અ લેખમાં જણાવશું કે શા માટે મહિલાઓ અને બાળકો માટે લોકડાઉનથી સંકટ પેદા થયું. માટે આ લેખને અંત સુધી જાણો.
કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે લગાવવામાં આવેલ લોકડાઉનના કારણે ઘરેલું હિંસાના કેસોમાં વધારો જોવા મળ્યો છે. તેથી તેને રોકવા માટે દિલ્લી હાઈકોર્ટમાં એક જનહિત યાચિકા(પિટિશન) દાખલ કરી છે. તે યાચિકામાં માંગ કરવામાં આવી છે કે મહિલાઓ અને બાળકોની ભલાઈ માટે હાઈકોર્ટ કેસોમાં દખલ કરશે.
PIL માં કહેવામાં આવ્યું કે, રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) ના આંકડાથી ખબર પડે છે કે, લોકડાઉન દરમિયાન ઘરેલું હિંસાના મામલામાં ખુબ જ વધારો થયો છે. તે યાચિકામાં કોર્ટથી હેલ્પલાઇન શરૂ કરવા, નોડલ અધિકારીને તૈનાત કરવા અને મહિલાઓ અને બાળકોની પરામર્શ કરવા માટે આપવાની પણ માંગ કરવામાં આવી.
તેના સિવાય PIL માં મહિલાઓ અને બાળકોની સુરક્ષા માટે અસ્થાઈ શેલ્ટર હોમ બનાવવાની અપીલ પણ કરવામાં આવી છે. હવે દિલ્લી હાઈકોર્ટ આ યાચિકા પર શુક્રવારના રોજ સુનાવણી કરી શકે છે. આ જનહિત યાચિકાને ભારત કાઉન્સિલ અને હ્યુમન રાઈટ્સ, લિબર્ટીઝ એન્ડ સોશિયલ જસ્ટિસ નામક NGOને દાખલ કર્યું છે.
તમને જણાવી દઈએ કે કોરોના વાયરસે આખી દુનિયાને બદલીને રાખી દીધી છે, સ્કુલ, કોલેજ, મોલ, મંદિર, ક્લબ સહિત બધા જ સાર્વજનિક સ્થળો પર તાળા લગાવી દેવામાં આવ્યા છે. દેશ અને દુનિયાના અન્ય દેશોમાં પણ ગલીઓ સુની વિરાન થઇ ગઈ છે. લોકડાઉન કરવામાં આવ્યું તેમ છતાં પણ નાસમજ લોકોના કારણે હાલ કોરોના કેસોમાં ખુબ જ વધારો થઇ રહ્યો છે.
અત્યાર સુધીમાં ભારતમાં કોરોના ભારતમાં કોરોના હજારોની સંખ્યામાં પહોંચી ગયો છે અને દિવસે દિવસે વધતો જાય છે. અને આખી દુનિયામાં પણ હાલ આ મહામારીનો વધારો થઇ રહ્યો છે જેમાં 1 લાખ 38 હજાર કરતા પણ વધારે લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. દુનિયાની હાલ સ્થિતિ ખુબ જ ગંભીર બની ગઈ છે. પરંતુ ઘરની અંદર બંધ રહેલા લોકો દ્વારા બાળકો અને મહિલાઓ પર હિંસા કરે છે તેવા કેસોમાં વધારો થયો છે. જેને લઈને કોર્ટને અપીલ પણ કરવામાં આવી છે.