શું મૃત્યુ પછી પણ વ્યક્તિ જીવિત થઇ શકે…..? એક વૈજ્ઞાનીકે સાબિત કરી બનાવ્યું…. જાણો કેવી રીતે….
મિત્રો સદીઓથી મનુષ્યે મૃત્યુ પામેલા વ્યક્તિને જીવિત કરવાની કોશિશ કરતા આવ્યા છે અને ઘણા બધા પ્રયાસો પણ કર્યા છે અને અમર થવાની કોશિશ પણ આ દુનિયામાં લોકો સદીઓથી કરતા આવ્યા છે. આપણા પ્રાચીન ગ્રંથોમાં પણ ઘણી બધી એવી ઘટનાઓ પણ છે જેમાં મૃત્યુ પામેલા મનુષ્યને ફરીથી જીવિત કરવાનો ઉલ્લેખ થયેલો છે. પરંતુ આજે અમે વાત કરીશું એક એવી ઘટના વિશે જેમ વૈજ્ઞાનિકો દ્વારા મૃત્યુ પામેલા વ્યક્તિને જીવિત કરવાની કોશિશ કરવામાં આવેલી છે. પરંતુ પછી શું થયું એ ખુબ જ રહસ્ય વાળું છે. તો ચાલો જાણીએ ત્યાર પછી શું થયું.
રોબર્ટ ઇકોર્નીસ નામના એક વૈજ્ઞાનીકે લગભગ આ કોશિશને સાચી કરી બતાવી હતી. કોર્નીસ બાળપણથી ખુબ જ તેજ દિમાગ વાળા હતા. તેમણે 18 વર્ષની ઉમરમાં જ ગ્રેજ્યુએશન અને 22 વર્ષની ઉમરમાં જ ડોક્ટરની ડીગ્રી મેળવી લીધી હતી. ડીગ્રી મેળવ્યાના દસ વર્ષ બાદ તેને લાગ્યું કે તે મૃત્યુ પામેલા વ્યક્તિને ફરીવાર જીવિત કરી શકશે.
કોર્નીસનું માનવું હતું કે જ્યારે કોઈ વ્યક્તિ હૃદય ધબકતું બંધ થઇ જાય તો શરીરમાં લોહીનો પ્રવાહ થંભી જાય છે. જેના કારણે તેના મસ્તિસ્ક સુધી ઓક્સીજન નથી પહોંચતો. અને તે વ્યક્તિ મૃત્યુ પામે છે. જો કોઈ પણ રીતે શરીરમાં લોહીનો પ્રવાહ ફરીવાર વહેતો થઇ જાય તો માણસ ફરીવાર જીવિત થઇ શકે છે.
કોર્નીસે આ પ્રયોગ ઘણા બધા લોકો પર કર્યો. જેમ હાર્ટએટેક, વીજળીનો ઝટક અને પાણીમાં ડૂબીને મૃત્યુ પમેલા વ્યક્તિઓનો સમાવેશ થાય છે. પરંતુ તે આ પ્રયોગમાં સફળ ન થઇ શક્યા. કોર્નીસ મૃત્યુ પામેલા વ્યક્તિની નસોમાં ઇન્ટેલીન નામનું રસાયણ ઇન્જેક્ટ કરતો હતો. જેનાથી વ્યક્તિનું લોહી પાતળું પડી ગયું. પછી તે મૃત્યુ પમેલા વ્યક્તિને ખુબ જ ઝડપથી હલાવતો હતો. તેનાથી શરીરમાં લોહીનો પ્રવાહ ફરીવાર ચાલુ થઇ જાય. થીયરી તેની સાચી હતી પરંતુ તે સચ્ચાઈ ન બની શકી.
તેના પર કોર્નીસનું કહેવું હતું કે અત્યાર સુધી તેને જેટલા પણ વ્યક્તિ મળ્યા હતા તેનું મૃત્યુ થયાને ઘણો સમય થયો હતો. જો કોઈ વ્યક્તિની બોડી મૃત્યુ થયા બાદ તરત જ તેને મળી જાય તો તે જરૂર કામયાબ થાય.
ત્યાર બાદ કોર્નીસે આ પ્રયોગ કુતરાઓ પર કરવાનું શરૂ કરવાનું ચાલુ કર્યું. તેને પાંચ કુતરાને નાઈટ્રોજન ગેસમાં દમ ઘોટીને મારી નાખ્યા. પછી તેને પોતાની થીયરી પ્રમાણે તેને તે કુતરાને જીવિત કરવાનો પ્રયાસ કર્યો. કોર્નીસ પાંચ કુતરામાંથી ત્રણને જીવિત ન કરી શક્યો. પરંતુ બે કુતરા મૃત્યુમાંથી પણ જીવિત થયા.
જ્યારે આ ખબર ન્યુઝ પેપરમાં આવી તો આખો દેશ હેરાન રહી ગયો. પરંતુ કોર્નીસ આ પ્રયોગ મનુષ્ય પર કરવા માંગતો હતો. તે એક એવા વ્યક્તિની તલાશમાં હતો જે તેના આ પ્રયોગનો હિસ્સો બની શકે. પછી થોડા સમય બાદ એક કેદી, જેને મૃત્યુની સજા સંભળાવવામાં આવી હતી. તે આ પ્રયોગનો હિસ્સો બનવા માટે તૈયાર થઇ ગયો. કોર્નીસે કેલીફોર્નીયા સરકાર આગળ એવી અરજી રાખી કે કેદીના મૃત્યુ બાદ તેના શરીરને તરત જ મને સોંપી દેવામાં આવે. પરંતુ કેલીફોર્નીયા સરકારે તેની અરજીને ફગાવી દીધી અને કહ્યું કે તે કેદી ફરીવાર જીવિત થઇ જશે તો તેને ન તો ફરીવાર સજા આપી શકાય અને ન તો છોડી પણ શકાય.
અરજીને ફગાવ્યા બાદ કોર્નીસ ખુબ જ નિરાશ થઇ ગયો. અને તેને પોતાનો આ પ્રયોગ બંધ કરી દીધો. કોર્નીસના આ પ્રયોગ પર એક ફીમ પણ બની ચુકી છે. જેનું નામ છે લાઈફ રીટર્ન્સ. કોર્નીસે આ પ્રયોગ ઘણા વર્ષો સુધી કર્યો. જેનું પરિણામ આવી શકે તેમ હતું પરંતુ ત્યાની સરકાર દ્વારા તેને પ્રતિસાદ ન મળ્યો.
તો મિત્રો તમારું શું કહેવું છે જો કોર્નીસને તે કેદી મળી ગયો હોત તો એ ફરીવાર જીવિત થઇ શક્યો હોય. કોમેન્ટ કરીને જણાવો.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ Image Source: Google