QUICK HEAL ટેકનોલોજીના સી.ઈ.ઓ. કૈલાસ કાટકરે પોતાની સામે આવેલી ખુબ જ ખરાબ પરિસ્થિતિઓનો સામનો કરી પોતાની સખત મહેનત, લગન અને બુલંદ હોસલાથી તે મુકામ પ્રાપ્ત કર્યો છે. જે કરવું કદાચ આપણને અશક્ય લાગે.
એન્ટી વાયરસ સિવાયના અન્ય કોમ્પ્યુટર સોલ્યુશન આપનારી કંપની QUICK HEAL ની સફળતાએ સાબિત કર્યું કે, “વ્યક્તિ એક દિશામાં આગળ વધતો રહે તો ધીમે ધીમે તે ઉચાઇ સુધી પહોંચી જાય છે.”
ક્યારેક કેલ્ક્યુલેટરને રીપેરીંગ કરવા વાળો માત્ર દસ ધોરણ પાસ વ્યક્તિ આજે દુનિયા ભરમાં કરોડો કોમ્પ્યુટર, મોબાઈલ અને અન્ય ઇલેક્ટ્રોનીક્સ ગેઝેટ્સને વાયરસથી બચાવે છે.
પુણેના કૈલાસ કાટકરની વાત એવું કહી રહી છે. કે કામયાબ થવા માટે માત્ર એક જ વસ્તુ જોઈએ. ભવિષ્યની સંભવાનાઓને ઓળખાનારી નજર. કૈલાસ કાટકરનો જન્મ મહારાષ્ટ્રના લાલાગુન ગામમાં થયો હતો. તેમના પિતા પુણેની એક કંપનીમાં મશીન સેટર તરીકે કામ કરતા હતા. અને તેમની માતા એક ગૃહિણી હતા.
તેમના પિતા ઘરે રેડિયો અને ટેપ રેકોર્ડનું રીપેરીંગનું કામ પણ કરતા હતા. ૧૯૮૫માં પરિવારની ખરાબ પરિસ્થિતિઓના કારણે દસમાં ધોરણની પરીક્ષા પાસ કરી કાટકરે આગળ ભણવાનું છોડ્યું.
કૈલાસ કાટકરે ૧૯૮૫ માં પરિવારની આવક વધારવા માટે રેડિયો અને કેલ્ક્યુલેટરની રીપેરીગની દુકાન પર નોકરીએ લાગી ગયા. કાટકર દુકાન સાફ સફાઈથી લઈને ચા વહેંચવા જેવું કામ પણ માત્ર 350 રૂપિયામાં મહીને કરવું પડતું હતું.
ડોકટરને તે સમયના ટેકનીકલ ચીજ વસ્તુ કે ફેક્ટેરમશીનને જોડવા, ડેસ્કટોપ ઇલેક્ટ્રિક કેલ્ક્યુલેટર અને લેઝર પોસ્ટીંગ મશીનની રીપેરીંગ વગેરે શીખવામાં રસ હતો.
દુકાન પર કામ કરતા કરતા કાટકરને દુકાનની એક બીજી બ્રાંચ જે મુંબઈમાં હતી. ત્યાં ટ્રેનીગ લેવા માટે મોકલ્યા.
૫ વર્ષ સુધી કાટકરે કેલ્ક્યુલેટરની દુકાન પર કામ કરતા કરતા પોતાની મહેનત અને લગનથી રેડિયો અને કેલ્ક્યુલેટરની બધી બારીકાય શીખી લીધી.
કાટકરે ૧૯૯૦ માં પોતે બચાવેલા ૪૫૦૦૦ રૂપિયામાંથી પોતાની દુકાન ખોલી શરૂઆતમાં ઘણી મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડ્યો. પરંતુ તે અડગ જ રહ્યા. ધીમે ધીમે તેમનું કામ વધવા લાગ્યું. થોડા સમય પછી તેમને બેન્કના કેલ્ક્યુલેટર રીપેર કરવાનો એક કોન્ટ્રાક મળ્યો. કાટકરે 22 વર્ષની ઉમરના હતા જયારે તેમણે પહેલી વાર કોમ્પ્યૂટર બેંકમાં જોયું. તે બેંકમાં કેલ્ક્યુલેટર ઠીક કરવા જતા હતા. તે સમયે કૈલાસ સમજી ગયા કે આ ટેકનીકલ ભવિષ્ય બદલી નાખશે.
કૈલાસે આ નવી ટેકનીકલ એટલે કોમ્પ્યુટરને સમજવા માટે દિવસ રાત મહેનત કરવાનું ચાલુ કરી દીધું. કાટકર પાસે કોઈ ડીગ્રી નહોતી. તેને માટે તે દિવસે પોતાની શોપ પર કામ કરતા કરતા અને રાત્રે કોમ્પ્યુટર સંબંધી શોર્ટ ટર્મ કોર્સ કરતા હતા.
ઇલેક્ટ્રોનીક્સ ગેઝેટ્સની જાણકારી થયા પછી તેને રીપેરીગ કરવાનું કામ વધાર્યું. તેઓ તે સમયે ચાલતા અન્ય ઓફીસ ગેઝેટ્સ પણ સુધારવા લાગ્યા. અને થોડા સમય પછી કાટકર કોમ્પ્યુટર મેન્ટેનન્સનો કોન્ટ્રાકટ લેવા માંડયા.
૧૯૯૩ માં કૈલાસે પોતાની રીપેરીંગ શોપને CAT COMPUTER SERVICES માં બદલાવી. મિત્રો કહેવાય છે કે, કોઈ પણ કામ શરુ કરો તેમાં મુશ્કેલીઓ તો જરૂર આવે છે. તેવું જ કૈલાસ સાથે પણ થયું. તેમને પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. પરંતુ તે પોતાના કામમાં અટક્યા વગર આગળ વધતા રહ્યા અને પહેલા વર્ષે ૧ લાખની આવક કરી. તેમનું કામ વધવા લાગ્યું પરંતુ મુશ્કેલીઓ પણ વધવા લાગી. તે દિવસોમાં ઈન્ટરનેટનું ચલણ ન હતું. વધારે પડતા વાયરસ ફ્લોપી મારફત ફેલાતા હતા. ત્યારે કોમ્પ્યુટરને ફોર્મેટ અથવા રીઇન્સ્ટોલ કરવા સિવાય કોઈ ઉપાય ન હતો.
તે દરમિયાન કૈલાસના નાના ભાઈ સંજયે બારમું ધોરણ પાસ કર્યું હતું. કૈલાસ ત્યાં સુધી કોમ્પ્યુટરના મહત્વને બરાબર રીતે ઓળખી ગયા હતા. તે સંભવાનાઓને જોતા તેમણે તેના નાના ભાઈને કોમ્પ્યુટર સાઈન્સમાં બી. એસ. સી. કરવા માટે પ્રેરિત કર્યો.
સંજય કોલેજ સાથે સાથે ભાઈના કામોમાં મદદ પણ કરતા હતા. તેઓ ડી બર્ગીગ ભણી રહ્યા હતા. કામ દરમિયાન સંજય જોતા કે ઘણા બધા ઓફીસ ગેઝેટ્સ ખરાબ થવાનું કારણ વાઇરસ ઇન્ફેક્સનથી થતું હતું. સંજય તેમને સુધારતા અને કોઈ નવો વાયરસ મળતો તો તેના માટે પણ સોલ્યુશન શોધતા.
કોમ્પ્યુટર સાઈન્સમાં બી.એસ.સી. દરમિયાન સંજયે પોતાના મોટાભાઈની સલાહથી પ્રોજેક્ટ વર્ક માટે વાઇરસ સોલ્યુશન પસંદ કર્યું. બંનેએ મળીને એક એન્ટી વાયરસ સોલ્યુશન બનાવ્યું. જે ખુબ સરળ સાબિત થયું પરંતુ તેને ખરીદવા માટે કોઈ તૈયાર ન હતા. ત્યારે બંને ભાઈ પોતાના શરૂઆતી એન્ટીવાયરસને ફ્રી માં વહેંચવા લાગ્યા.
થોડા સમય પછી ઈંટરનેટનું ચલણ વધ્યું. અને ત્યારે વાયરસનું સોલ્યુશન કાટકર બંધુઓ પાસે જ હતું. ત્યારે તેમને QUICK HEALનો આઈડિયા આવ્યો.બંને ભાઈઓએ મળીને ૧૯૯૫ માં QUICK HEALની શરૂઆત કરી. તે સસ્તું અને સફળ એન્ટીવાયરસ હતો માટે લોકો દ્વારા ખુબ જ પસંદ કરાયો. કાટકર બંધુઓ પોતાના કામનું તંત્ર વધારવાનું શરુ કર્યું. તેમણે સોફ્ટવેર એન્જીન્યર્સની નિમણુક કરી.
૧૯૯૮ માં તેઓ રીપેરીંગ બંધ કરીને પૂરી રીતે એન્ટીવાયરસ ડેવલપ કરવાના કામમાં લાગી ગયા. પરંતુ ૧૯૯૯ માં પરિસ્થિતિ બગડી ગઈ. તેમણે કર્મચારીઓની સેલેરી ભેગી કરવામાં પણ મુશ્કેલી થવા લાગી. તે દરમિયાન કૈલાસ કામ બંધ કરવાનું પણ વિચારવા લાગ્યા હતા.
પરંતુ તેમણે એવું ના કર્યું અને બંને ભાઈઓએ સખત મહેનત કરી. થોડા મહિના પછી પરિસ્થિતિમાં સુધારો થયો. ૨૦૦૩ માં તેમણે પુણેથી બહાર નાસિકમાં પણ તેમનું સેન્ટર ખોલ્યું. તેના એક મહિના પછી ત્યાં આસપાસ ઘણા શહેરોમાં અન્ય સેન્ટરો પણ ખોલ્યા. પોતાની સફળતા પછી ૨૦૦૭ માં કંપનીનું નામ QUICK HEAL TECHNOLOGIES PVT. LTD. માં બદલી નાખ્યું.
આજે QUICK HEAL TECHNOLOGIES ૧૧૨ કરતા વધુ દેશોમાં એક બ્રાંડ રૂપે બીઝનેસ કરી રહી છે. હાલ QUICK HEAL TECHNOLOGIES ની કીમત ૩૦૦૦ કરોડ રૂપિયા આકવામાં આવી.
૨૦૧૬ માં કંપનીએ શેર માર્કેટમાં પ્રવેશ કર્યો. અને ૪૫૦ કરોડ રૂપિયા ભેગા કર્યા.
કંપનીમાં આજે ૧૪૦૦૦ થી વધારે એમ્પ્લોઇઝ છે. અને દુનિયાભરમાં તેમને ૧૭ મીલીયનથી વધારે કસ્ટમર છે. કંપની મોબાઈલ સોલ્યુશનના ક્ષેત્રમાં ઝડપથી આગળ વધી રહી છે.
કૈલાસ કંપનીના એમ. ડી. છે તેમજ સી.ઈ.ઓ. છે. અને સંજય ચીફ ટેકનોલોજી ઓફિસર છે. મિત્રો આ સફળ જીવન વિષે જાણીને એક વાત હંમેશા યાદ રાખજો કે, “જીવનમાં મુસીબતો ચા ના કપમાં જામેલી મલાઈ જેવી હોય છે. અને કામયાબ લોકોને ફૂંક મારીને મલાઈ સાઇડમાં કરતા આવડે છે.”
👱ભાઈઓ તથા 👱♀️બહેનો.
આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો. અમે તમારા નામની સાથે તે આર્ટીકલ પબ્લીશ કરીશું. અને તેના ટાઈટલ ફોટોમાં તમારું નામ હશે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી ?
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “સોશિયલ ગુજરાતી ”ના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.
ફેસબુક પેજ માટે નીચે ક્લિક કરો..
➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google