રોજ 18 કલાક માત્ર રમે છે વિડીયો ગેમ…. કરે છે વર્ષે કરોડો રૂપિયાની કમાણી….. તમે પણ બની શકો છો આ રીતે કરોડપતિ…
આપણે જાણીએ છીએ કે આજના સમયમાં બાળકો અને યુવાનો શારીરિક રમતો ક્રિકેટ, ખો ખો અને કબડ્ડીને છોડીને મોબાઈલમાં આવતી વિડીયો ગેમના દીવાના થતા જાય છે. બાળકો અને યુવાનો તો છોડો તેનાથી પણ મોટી ઉંમરના લોકો પણ વિડીઓ ગેમ્સ રમતા હોય છે. તેથી આજના ટેકનીકલ યુગમાં દરેક બાળકો વિડીયો ગેમ્સ રમવાનું ખુબ જ પસંદ કરતા હોય છે. લગભગ છોકરાઓને વિડીયો ગેમ રમવાના કારણે માતાપિતાનો ગુસ્સો તેમજ અન્ય વાતો પણ સહન કરવી પડતી હોય છે.
પરંતુ અમેરિકામાં રહેનાર એક 14 વર્ષના બાળકને વિડીયો ગેમ રમવા માટે ડાંટ નહિ, પરંતુ માતાપિતા તરફથી શાબાસી મળી હતી. તમને જાણીને ખુબ નવાઈ લાગશે કે એક બાળકે વિડીયો ગેમમાં એક વર્ષમાં આશરે 1.4 કરોડ રૂપિયાની કમાણી કરી છે. તો કંઈ રીતે તેને કરી કરોડોની કમાઈ અને કોણ છે તે બાળક. તે જાણવા માટે આ લેખ અવશ્ય વાંચો.
આ બાળકનું નામ ગ્રીફીન સ્પીકોસકી છે. જે ન્યુયોર્કમાં રહે છે. ગ્રીફીનની ઉંમર 14 વર્ષ છે અને ગ્રીફીનને પણ અન્ય બાળકોની જેમ વિડીયો ગેમ રમવાનું ખુબ જ પસંદ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે એક દિવસની 24 કલાકમાંથી 18 કલાક સુધી રોજે ગ્રીફીન વિડીયો ગેમમાં ફોર્ટનાઈટ રમે છે. આ સાથે જ તે પોતાના વિડીયોને પોતાની યુટ્યુબ ચેનલ સ્કેપટીક (Sceptic) પર પણ અપલોડ પણ કરે છે અને તેણે કરેલા વિડીયો ગેમના વિડીયો દ્વારા તેને યુટ્યુબ તરફથી ખુબ જ કમાણી થાય છે.
ગ્રીફીનના યુટ્યુબ ચેનલ પર લગભગ 12 લાખ સબસ્ક્રાઈબર છે. આ ઉપરાંત તેને પોતાના વિડીયો પર 7.1 કરોડ સુધીના વ્યુઝ મળી ચુક્યા છે. આ વાત પર ગ્રીફીનના માતા પિતાનું કહેવું છે કે ગ્રીફીનનું ધ્યાન હંમેશા વિડીયો ગેમ પર જ રહેતું હોય છે. વિડીયો ગેમ્સ પ્રત્યે તેનો લગાવ અને સફળતા જોઇને તેઓ ખુબ જ ખુશ છે.
મીડિયા દ્વારા એ વાત પણ સામે આવી છે કે ગ્રીફીનની કરોડોની કમાઈ જોઇને તેના માતાપિતાએ તેના માટે એક ફાઈનાન્સિયલ એડવાઈઝર અને એક એકાઉન્ટંટ પણ રાખેલો છે. તમને જણાવી દઈએ કે ગ્રીફીન વર્ષ 2018 માં ત્યારે ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેમણે ફોર્ટનાઈટ ગેમના એક જાણીતા ખેલાડીને હરાવી દીધો હતો અને તેણે તેનો વિડીયો પણ યુટ્યુબ પર અપલોડ કરેલો છે. જેને લગભગ 75 લાખ લોકો દ્વારા જોવામાં આવ્યો છે. આટલા વ્યુઝ થયા ત્યારે તેને આશરે 100 ડોલર એટલે કે સાત હજાર રૂપિયા મળ્યા હતા અને આ 7 હજાર રૂપિયા તેની પહેલી કમાઈ હતી.
ત્યાર બાદ ગ્રીફીને ક્યારેય પાછું ફરીને ન જોયું અને યુટ્યુબ પર પોતાના વિડીયો ગેમના વિડીયો અપલોડ કરતો ગયો અને વધારેને વધારે પૈસા કમાતો થયો. આજે તેણે એક વર્ષની અંદર 1.4 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. જે કમાઈ મોટા વેપારીઓ પણ ન કરી શકતા હોય.
ગ્રીફીનના માતાપિતાનું કહેવું છે કે ગ્રીફીને માત્ર 3 વર્ષની ઉંમરે જ વિડીયો ગેમ રમવાનું શરૂ કરી દીધું હતું. વિડીયો ગેમ પ્રત્યે તેનો લગાવ જોઇને તેણે સ્કુલ પણ છોડવી પડી હતી. પરંતુ હવે ગ્રીફીન ઘરેથી જ ઓનલાઈન અભ્યાસ કરે છે અને સાથે સાથે વિડીયો ગેમ રમીને ઘરે બેઠા યુટ્યુબ દ્વારા કરોડોની કમાઈ પણ કરે છે.
આ રીતે હવે ભારતમાં પણ લોકો ગેમ્સના વિડીયો જોતા હોય છે. તો કોમેન્ટ કરીને જણાવો શું તમે પણ વિડીયો ગેમ્સના શોખીન છવો…
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ Image Source: Google