ઉનાળા ની કાળઝાળ ગરમી પડી રહી છે. ગરમી પોતાની ચરમસીમા પર છે. કેટલાક શહેરોનું તાપમાન 45 ડિગ્રીને પાર કરી ચૂક્યું છે. એવામાં મોટાભાગનાં લોકો એ સી અને કુલર ની મદદથી પોતાને ગરમીથી બચાવી રહ્યા છે. પરંતુ 24 કલાક એસી,પંખા અને કુલર ચલાવવાથી વીજળીનું અધિક મોટું બિલ આવે છે. દરેક મહિનાનું વીજળીનું બિલ જોઈને ઘરોમાં ચિંતા વધી ગઈ છે અને લોકો પરેશાન છે.
એવામાં કેટલીક સિમ્પલ અને નાની રીત અપનાવીને વીજળીના વપરાશ ને તમે પણ ઓછો કરી શકો છો જેનાથી તમારું વીજળી બિલ ઓછું આવે. વીજળીનું બિલ કેવી રીતે ઓછું કરી શકાય તે જાણવા માટે આ લેખ અંત સુધી વાંચતા રહો.સીએફએલ લાઈટ:- નોર્મલ બલ્બની જગ્યાએ તમે એનર્જી વાળા બલ્બનો ઉપયોગ કરી શકો છો. તેનાથી એનર્જીનો વપરાશ ઓછો થશે અને રોશની પણ વધુ સારી રહેશે. તમે સીએફએલ લાઈટ થી લગભગ 70 ટકા ઊર્જા બચાવી શકો છો.
ફ્રીઝર ને ડિફ્રોસ્ટ રાખો:- જો તમારા ફ્રીઝમાં બરફ વધુ પ્રમાણમાં જામે છે તો કુલિંગ પાવર ઓછું થઈ જાય છે અને વીજળી વધારે વપરાય છે. તેથી ફ્રીઝર ને હંમેશા ડિફ્રોસ્ટ કરીને રાખવું. અને ગરમ ખાવાનું થોડું ઠંડુ કર્યા બાદ જ ફ્રિજમાં મૂકવું.
સ્વીચ ઓફ રાખવી:- ટીવી,લેપટોપ, મોબાઈલ, ચાર્જર વગેરે ઈલેક્ટ્રીક સાધનોનો ઉપયોગ કર્યા બાદ તેની પાવર સ્વીચ જરૂરથી ઓફ કરવી.એસી ચલાવતા સમયે રૂમ બંધ રાખવો:- જો તમે એસી ચલાવી રહ્યા હોવ તો એવો પ્રયત્ન કરવો કે ઘરના દરેક બારી બારણા,પડદા વગેરે સારી રીતે બંધ હોય. તમે એસી ની જગ્યાએ સીલીંગ ફેન કે ટેબલ ફેન નો પણ ઉપયોગ કરી શકો છો.આયરન કરતા સમયે આ વાતનું ધ્યાન રાખવું:- જો તમે ઘર પર જ પ્રેસ કરતા હોવ તો કપડાને વધારે ભીના ન કરવા. કારણ કે તેનાથી વીજળીનો વપરાશ વધુ થાય છે.
લેપટોપને શટડાઉન કરો:- કોમ્પ્યુટર પર કામ કર્યા બાદ હંમેશા પાવર સ્વીચ ઓફ કરવી. કોમ્પ્યુટર પર કામ કરતા સમયે જો વચમાં બ્રેક લેવી હોય તો મોનિટરને ઓફ કરી દો. કોમ્પ્યુટર ને લાંબા સમય સુધી સ્લીપ મોડ પર ન રાખતા તેને શટડાઉન કરી દેવું.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી