પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોની વચ્ચે CNG ગાડીઓનું બજાર જોર પકડી રહ્યું છે. લોકો આજના સમયમાં CNG કારને વધુ પસંદ કરી રહ્યા છે. જો કે ગાડી લીધા બાદ અમુક સમય પછી લોકોને એવી શિકાયત રહેતી હોય છે કે, શરૂઆતમાં ગાડી જેટલી એવરેજ આપતી હતી એટલી એવરેજ હવે નથી આપતી. ખરેખર તો આ એક સામાન્ય સમસ્યા છે. જો અમુક નાની વાતોનું ધ્યાન રાખવામાં આવે તો આપણે જૂનામાં જૂની ગાડીમાં પણ CNG નું માઈલેજ વધારી શકીએ છીએ.
ખરેખર CNG કારની સાથે અમુક સમસ્યાઓ પણ આવે છે અને તેનું આપણે ધ્યાન રાખવું જોઈએ. અમુક સમસ્યાઓનું સમાધાન આપણે કાયમી માટે કરી નાખીએ તો CNG કારની એવરેજ તો વધી જ જાય છે, સાથે જ ગાડીનું મેન્ટેનન્સ પણ ઓછું થઈ જાય છે. તો ચાલો જાણીએ CNG કારનું માઈલેજ વધારવાની મેજિક ટ્રિક્સ. માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.
1 ) લીકેજ પ્રોબ્લેમ : સીએનજી કારમાં ઘણી વાર લીકેજની સમસ્યા જોવા મળતી હોય છે. ગેસનું લીકેજ સીએનજી સિલિન્ડર અથવા ઈન્જેકટરની પાસે થવા લાગે છે. તેનાથી કારની એવરેજ તો ઘટી જ જાય છે, પરંતુ તે ગંભીર અકસ્માતનો ખતરો પણ ઉભો કરે છે. એટલા માટે CNG કાર હોય તો સમયે સમયે CNG કીટને સર્વિસ કરાવતી રહેવી જોઈએ. તેમજ જો ગેસની ગંધ આવે તો તરત જ ચેક કરાવવું જોઈએ.
2 ) કીટનું મેન્ટેનન્સ : CNG કીટમાં ઘણી પ્રકારના કમ્પોનેન્ટ્સ હોય છે. તેનું મેન્ટેનન્સ કરવું ખુબ જ જરૂરી હોય છે. ખાસ કરીને ઈન્જેક્ટર્સને યોગ્ય પર ચેક કરાવો. જો ઈન્જેક્ટર્સમાં યોગ્ય રીતે ફયુલ ન જાય તો કારનું માઈલેજ ખુબ જ ઓછું થઈ જાય છે. માટે કીટનું મેન્ટેનન્સ સમયે સમયે કરાવી લેવું જોઈએ.
3 ) એર પ્રેશર : કારના ટાયરોમાં એર પ્રેશર હંમેશા ચેક કરતા રહો. કારના ટાયરોમાં હવાનું પ્રેશર ઓછું હોવાના કારણે એન્જીન પર લોડ પડે છે અને કારનું માઈલેજ ઘટી જાય છે. તેની સાથે જ હવાનું પ્રેશર ઓછું હોય તો કારના ટાયર માટે પણ નુકશાનકારક સાબિત થાય છે. કેમ કે હવાનું પ્રેશર ઓછું હોય તો ટાયર વધુ ઘસાય છે. માટે હવાનું પ્રેશર ટાયરમાં જાળવી રાખવું ખુબ જ આવશ્યક છે.
4 ) ઓવરલોડિંગ : CNG કારનો પાવર પેટ્રોલ અને ડીઝલ કાર કરતા ખુબ જ ઓછો હોય છે. તેવામાં ઓવરલોડિંગ કરવાથી કારનું માઈલેજ ઝડપથી ઓછું થાય છે. તેનું કારણ પણ એન્જીન પર લોડ આવે છે અને તેવામાં ફયુલની ખપત પણ વધુ કરે છે. જે આપણી કારની એવરેજ ઘટાડે છે.
5 ) સમયે સમયે સર્વિસ : CNG કારમાં માત્ર કીટની સર્વિસ જ સમયે કરાવવી જરૂરી નથી, તેની સાથે કારની સર્વિસ પણ સમયે કરાવવી જોઈએ. એન્જીન ઓઈલ, ફિલ્ટર અને એલાઈમેન્ટ જેવા બેઝિક મેન્ટેનન્સ યોગ્ય સમયે કરાવવું જરૂરી હોય છે, તેનાથી પણ કારનું માઈલેજ સારું રહે છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી