મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે ઉનાળાની ગરમી અને તડકો હવે જોર પકડી રહ્યા છે. જેના કારણે લોકોને શરીરમાં પાણીની સાથે અનેક પોષકતત્વો કમી મહેસુસ થાય છે. લગભગ લોકોને ઉનાળામાં ઠંડી વસ્તુઓ ખાવી પસંદ હોય છે. જેનાથી શરીરને લૂ ન લાગે અને શરીરમાં પોષકતત્વો પણ અંદર જળવાઈ રહે. તો આજે આ લેખમાં અમે તમને એક એવી જ વાનગી વિશે જણાવશું, જેનું સેવન ઉનાળામાં તમારા માટે ખુબ જ લાભદાયી અને સ્વાસ્થ્યવર્ધક છે.
ગરમીની સિઝનમાં થાળીમાં જો કોઈ ઠંડી વસ્તુ સર્વ કરવામાં આવે તો મજા પડી જાય. તો એવી જ એક સ્વાદિષ્ટ વાનગી છે ઠંડું રાયતું. આપણી ગુજરાતી થાળીમાં જો આપણને રાયતું ખાવામાં મળી જાય તો સ્વાદમાં ડબલ વધારો થઈ જાય છે.
જે હા મિત્રો, અમે વાત કરી રહ્યા છીએ વેજિટેબલ રાયતાની. વેજિટેબલ રાયતામાં અલગ અલગ પ્રકારની અનેક શાકભાજી નાખીને બનાવી શકાય છે. તેનાથી રાયતું સ્વાદિષ્ટ તો બને જ છે સાથે સાથે તેમાં ભરપુર માત્રામાં વિટામિન્સ અને મિનરલ્સ મળે છે. એટલા માટે આ રાયતું શરીરના પોષકતત્વોને જાળવી રાખે છે અને પાણીની કમી પણ નથી થવા દેતું. તો ચાલો જાણીએ આ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધક વેજિટેબલ રાયતું બનાવવાની સરળ રીત.
વેજિટેબલ રાયતાની સામગ્રી : 1 કપ દહીં, 1 ચમચી જીરું પાવડર, ½ ચમચી કાળું મીઠું, ¼ ચમચી કાળા મરી પાવડર, ¼ ચમચી લાલ મરચું પાવડર, 1 ડુંગળી, જીણી સમારેલી, 1 ટમેટું જીણું કાપેલું, 1 ગાજર જીણું ખમણેલું, 2 ચમચી જીના સમારેલા કેપ્સિકમ મરચા, 3 ચમચી જીણી સમારેલી કાકડી, 1 ચમચી જીણા સમારેલા ફુદીનાના પાન, 1 ચમચી જીણી સમારેલી કોથમરી, 2 ચમચી જીણા સમારેલા લીલા મરચા અને સ્વાદ અનુસાર મીઠું.
વેજિટેબલ રાયતું બનાવવાની રીત : વેજિટેબલ રાયતું બનાવતા પહેલા દહીંને 10 થી 12 મિનીટ સુધી ફ્રીઝરમાં રાખી દો, ત્યાર બાદ એક મોટા વાસણમાં દહીં લઈને સારી રીતે ફેંટી લો. ધ્યાન રાખો કે દહીંમાં એક પણ ગાંઠ ન રહેવી જોઈએ. ત્યાર બાદ દહીંમાં જીરું પાવડર, કાળું મીઠું, કાળા મરી પાવડર, લાલ મરચું પાવડર અને સ્વાદ અનુસાર નમક નાખીને બરોબર મિક્સ કરી લો.
ત્યાર બાદ દહીંમાં સૌથી પહેલા ડુંગળી, ગાજર, કાકડી અને કેપ્સિકમ મરચા નાખીને મિક્સ કરો, ત્યાર પછી તેમાં ટમેટા, ધાણા અને ફુદીનાના પાંદ અને ત્યાર બાદ લીલા મરચા નાખીને બરોબર મિક્સ કરી લો એટલે તૈયાર છે વેજિટેબલ રાયતું. હવે એક સર્વિંગ બાઉલમાં નાખીને સર્વ કરો.
આ રાયતું સ્વાદની સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ લાભકારી છે. જેને તમે આયુર્વેદિક રાયતું પણ કહી શકો છો. જેને તમે પરોઠા, રોટલી, ભાખરી કે બાજરાના રોટલા સાથે પણ ખાઈ શકો છો.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી