જાણો, શિયાળામાં દહીં ખાવું જોઈએ કે નહિ ? તમે પણ કરતા હશો આ ભૂલ | જાણો નહિ તો પસ્તાશો.

મિત્રો, લગભગ બધા જ લોકોને દહીં ભાવતું હોય છે, થોડા ઘણા જ લોકો આ બાબતમાં અપવાદ રૂપ હોય છે. જેમને દહીં ભાવતું ન હોય. પરંતુ આજે આ લેખમાં અમે તમને જણાવશું કે શિયાળામાં દહીંનું કરવું જોઈએ કે ન કરવું જોઈએ. કેમ કે આપણે ત્યાં દરેક વ્યંજનની અલગ અલગ ભૂમિકા છે તે ઋતુ અનુસાર પોતાના ગુણો આપણને આપે છે અને ફાયદો કરાવે છે. તો આપણે બધા જ જાણીએ છીએ કે શિયાળામાં ઠંડી ખુબ જ હોય છે તો આ સિઝનમાં લોકો ખાટી વસ્તુ ખાવી ખુબ જ ઓછી પસંદ કરે છે. આમ તો દહીં સ્વાસ્થ્યવર્ધક છે. તો ચાલો જાણીએ દહીંનું સેવન શિયાળામાં કરવું જે કે ન કરવું ?

આ વિશે વાત કરીએ તો ઘણા લોકોને દહીં ખાવાનું ખુબ જ પસંદ હોય છે, પછી ભલે તે શિયાળો હોય કે ઉનાળો. વધુમાં વાત કરીએ તો આરોગ્ય પ્રમાણે દહીં ખાવું એ શરીર માટે ખુબ જ ફાયદાકારક છે. પરંતુ શિયાળાની ઋતુમાં દહીં ખાવા વિશે ઘણા લોકોના મનમાં સંશય રહે છે. કેટલાક લોકોને લાગે છે કે જો શિયાળામાં દહીંનું સેવન કરવામાં આવે તો તેનાથી નુકસાન થાય છે. પરંતુ કેટલાક લોકો કહે છે કે એવું કંઈ નથી હોતું. તો ચાલો આપણે જાણી લઈએ કે આયુર્વેદ મુજબ શિયાળામાં દહીં ખાવું સ્વાસ્થ્ય માટે યોગ્ય છે કે નહીં. આયુર્વેદના નિષ્ણાંતોના મતે શિયાળાની ઋતુમાં દહીં ખાવાથી શરીરમાં કફ વધે છે. કારણ કે દહીં ખાવાથી ગળામાં લાળ નીકળવા લાગે છે. આ સિવાય શરદી-ખાંસીની સમસ્યા પણ વધે છે.

આ ઉપરાંત જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી છે અથવા જેને અસ્થમા અથવા સાઇનસની સમસ્યા છે, તેઓએ તો ક્યારેય દહીંનું સેવન ન કરવું જોઈએ, આયુર્વેદ અનુસાર દહીં ખાવા માટે ખાસ કરીને રાત્રે દહીંનું સેવન બિલકુલ પણ ન કરવું જોઈએ.

આ સિવાય આગળ વિગતે અમે તમને જણાવી દઈએ કે દહીંમાં રહેલ ઘણા પ્રકારના પોષકતત્વો જેવા કે કેલ્શિયમ, વિટામિન બી 12 અને ફોસ્ફરસ પણ મળી આવે છે. જેની મદદથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. આથી દહીં ખાવાથી આંતરડામાં સ્વસ્થ બેક્ટેરિયા પહોંચવામાં મદદ મળે છે. જે આપણા ખોરાકને પચાવવામાં ખુબ જ ફાયદાકારક છે. તેના કારણે શિયાળા દરમિયાન દહીં ખાવાથી ફાયદો પણ થાય છે. જો કે, શ્વાસની બિમારીથી પીડાતા લોકોએ સાંજે 5 વાગ્યા પછી દહીં લેવાનું ટાળવું જોઈએ.

શિયાળાની ઋતુમાં લગભગ દરેકને દહીં ખાવાનું ગમતું હોય છે. આ સિવાય શિયાળામાં ઉપલબ્ધ શાકભાજીની વિવિધતાથી એ ખુબ જ સ્વાદિષ્ટ પણ હોય છે. પરંતુ દહીં ખાવા વિશે દરેક વ્યક્તિના જુદા જુદા અભિપ્રાય છે.આમ જો તમે શિયાળાના દિવસોમાં દહીં ખાવા માંગતા હો અને તમે એમ પણ ઇચ્છો કે તમને શરદી-ઉધરસ ન થાય, તો તમારા માટે આ શ્રેષ્ઠ માર્ગ એ છે કે દહીં સામાન્ય તાપમાનમાં હોવું જોઈએ. વધારે પડતું ઠંડુ દહીંનું સેવન ક્યારેય ન કરવું.

ઠંડુ દહીં તમારા સ્વાસ્થ્યને વધુ ખરાબ કરી શકે છે. તેથી તાજા દહીં ખાવાનો પ્રયત્ન કરો, પહેલા દૂધને મેળવો અને બીજા દિવસે તે ખાવો. જો તમે શિયાળાની ઋતુમાં દહીં ખાવામાં આ બધી સાવચેતી રાખશો, તો શિયાળામાં દહીં ફક્તને ફક્ત તમને ફાયદાકારક રહેશે. પરંતુ એક બાબતનું ખાસ ધ્યાન રાખવાનું કે સાંજે 5 વાગ્યા બાદ દહીંનું સેવન ન કરવું જોઈએ.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment