સામાન્ય દરેક લોકોના રસોઈઘરમાં બટેટા અને ડુંગળીનો ઉપયોગ વધુ થતો હોય છે. દરેક વાનગીમાં ડુંગળી નાખવામાં આવે છે, અને બટેટાથી બનતી દરેક વાનગી બાળકોથી લઈને મોટા સુધી દરેકની ફેવરીટ હોય છે. આથી મહિલાઓ સ્ટોકમાં જ બટેટા અને ડુંગળી લઈને સ્ટોર કરીને રાખે છે. જોવામાં આવે તો બટેટા અને ડુંગળી લોકો એક સાથે જ કિચન અથવા ખુલ્લી જગ્યાએ મુકે છે.
પરંતુ શું તમે જાણો છો તે બંનેને એક સાથે રાખવા યોગ્ય છે કે નહિ ? તો આજે આ લેખમાં અમે તમને બટેટા અને ડુંગળી કેવી રીતે સ્ટોર કરવા જોઈએ તેના વિશે જણાવશું. કેમ કે મોટાભાગના લોકો ડુંગળી અને બટેટાને સ્ટોર કરવાની રીતથી અજાણ હોય છે. માટે આ જાણકરી દરેક ગૃહિણીઓ માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે. માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.સૌથી પહેલા તમને જણાવી દઈએ કે, બટેટા અને ડુંગળીને ક્યારેય પણ ફ્રિઝમાં ન રાખવા જોઈએ. ડુંગળી ફ્રિઝમાં રાખવાથી ફ્રિઝમાં દુર્ગંધ આવવા લાગે છે. સાથે તે અન્ય શાકભાજીને પણ ખરાબ કરી દે છે. બટેટામાં ખુબ જ વધુ પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે ફ્રિઝમાં રાખવાથી ખરાબ થઈ જાય છે.
આજકાલ માર્કેટમાં એવી ટોપલીઓ મળે છે, જેમાં બટેટા અને ડુંગળી એક સાથે રાખવામાં આવે છે. જો કે એવું કરવું યોગ્ય નથી. બટેટા અને ડુંગળી ક્યારેય પણ સાથે ન રાખવા જોઈએ. જો બટેટા અને ડુંગળીને એક સાથે રાખવાથી બટેટા ઝડપથી અંકુરિત થવા લાગે છે. અને તેનો સ્વાદ પણ ખરાબ થઈ જાય છે. આ સિવાય તેને કેળા અને બીજા ફળો સાથે પણ ક્યારેય ન રાખવા જોઈએ.બટેટામાં કેલ્શિયમ, પ્રોટીન, આયરન, વિટામિન બી-6, વિટામીન સી, ફોસ્ફરસ, મેગેનીજ, મેગ્નેશિયમ, પોટેશિયમ, કોપર, ફાઈબર, થાયમીન, વગેરે ઘણા પ્રકારના પોષક તત્વો મળે છે. જે તંદુરસ્તી માટે સારા છે. પણ તેનો લાભ ત્યારે જ મળી શકે છે, જ્યારે તેને યોગ્ય રીતે સ્ટોર કરવામાં આવે. જો બટેટાને યોગ્ય રીતે સ્ટોર કરવામાં ન આવે તો તે અંકુરિત થવા લાગે છે. અને ઘણી વખત તે લીલા પણ થવા લાગે છે. માટે બટેટાને હંમેશા વ્યવસ્થિત રીતે સ્ટોર કરવા જોઈએ.
સામાન્ય રીતે મહિલાઓ બટેટાને ટોપલીમાં રાખીને આગળની બાજુ મૂકી દે છે. પણ ખુલ્લામાં બટેટાને સ્ટોર ન કરવા જોઈએ, સારું એ રહેશે કે તમે તેને એક ખાનામાં, એક ટોપલીમાં, પેપર બેગમાં અથવા બેમ્બુ વેજીટેબલ સ્ટીમરમાં મુકો. બસ ધ્યાન રાખો કે તેને એવી જગ્યાએ રાખો જ્યાં અંધારું હોય અને હવા આવતી હોય.અક્સર લોકો આખા વર્ષની ડુંગળી એક સાથે લઈને સ્ટોર કરી દે છે. પણ ઘણી વખત ડુંગળી સ્ટોર કરવાથી અડધાથી વધુ ડુંગળી ખરાબ થઈ જાય છે. અને આખા ઘરમાં દુર્ગંધ ફેલાઈ જાય છે. એવામાં ડુંગળીને સારી રીતે સુકવવી જોઈએ. તેને એવી જગ્યાએ રાખો જ્યાં સુરજની રોશની અને ભેજ ન હોય. તેનાથી ડુંગળીની દુર્ગંધ નહિ આવે.
જ્યારે ડુંગળી પૂરી રીતે સુકાઈ જાય તો તેને સારી રીતે સાફ કરી લો, તેના વધારાના ફોફા કાઢી નાખો. ત્યાર પછી તેને એવી જગ્યાએ સ્ટોર કરો ત્યાંનું તાપમાન 4 થી 10 સેલ્સિયસ અથવા 40 થી 50 ફેરેનાઈટની વચ્ચે હોય.ત્યાર પછી ડુંગળીને કોઈ અંધારી જગ્યાએ ફેલાવીને રાખો. જેથી કરીને તેમાં ભેજ ન આવે, જો ડુંગળીને ભેજ વગરની જગ્યાએ અને અંધારી જગ્યાએ રાખવામાં આવે તો તે લાંબા સમય સુધી સારી રહે છે. તેને સમય સમય પર પલટાવતા પણ રહો.
આ સિવાય દરરોજ ઉપયોગમાં લેવાતી ડુંગળીને પેપર બેગમાં રાખો અને તેની ઉપર નાના નાના કાણા કરી દો. તેનાથી ડુંગળી તાજી રહેશે અને ખરાબ પણ નહિ થાય. આમ તમે ડુંગળી અને બટેટાને એક સાથે ન રાખો અને બંનેને અલગ અલગ રાખો. તેમજ બંને ભેજ વાળી જગ્યાએ પણ ન રાખવા જોઈએ. આ રીતે તમે લાંબા સમય સુધી બટેટા અને ડુંગળીને સ્ટોર કરી શકો છો.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી