અમે કોઈ ફેક ન્યુઝ કે ખોટા સજેશન આપતા કે રાતોરાત પૈસાવાળા બની અને રાતો રાત તમારી હેલ્થ બેસ્ટ થઇ જાય તેવા રસ્તા નથી બતાવતા. કે નથી તમારી રાશી કે ગ્રહ દશા પર ભવિષ્યવાણી કરતા.
અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
🥣 દહીમાંથી બનાવો બ્રેડ દહીંવડા અને ઓર્ગેનિક શ્રીખંડ……. 🥣
🥣 બધાને ભાવતા દહીંવડા અડદની દાળને પલાળીને પીસીને બનવવામાં આવે છે. પરંતુ મિત્રો તમે દાળને પલાળીને પીસીને બનાવવાની ઝંઝટથી બચી સરળતાથી ટેસ્ટી દહીંવડા બનાવવા માંગો છો તો અપનાવો બ્રેડ દહીંવડા વાનગી.
🍱 બ્રેડ દહીંવડા :
જોઈતી સામગ્રી :
🍞 બ્રેડ 4 પીસ,
🥔 બટેટા 2 નંગ બાફેલા 2૦૦ ગ્રામ જેટલા,
🥫 તેલ જરૂરિયાત મમુજબ,
🥔 આદુની પેસ્ટ અડધી ચમચી,
🌶 લીલા મરચા એક નંગ ઝીણા સમારેલા,
🍱 ધાણાજીરું પાવડર અડધી ચમચી,
🥡ચટણી જરૂરિયાત મુજબ,
🥄 આમચૂર પાવડર અડધી ચમચી,
🍙 મીઠું સ્વાદ અનુસાર,
🥣 દહીં એક કપ,
🍾 મીઠી ચટણી અડધી ચમચી,
🍝તીખી ચટણી અડધી ચમચી,
🥄 શેકેલું જીરું અડધી ચમચી.
🍱 બ્રેડ દહીંવડા માટે સૌથી પહેલા બ્રેડને ગોળ આકાર ટુકડામાં કાપી લો.
🥔 સ્ટફિંગ બનાવવા માટે બાફેલા બટેટાની છાલ ઉતારી તેને ક્રશ કરી લો. તેમાં આદુની પેસ્ટ, લીલા મરચા સમારેલા, ચટણી, આમચૂર પાવડર, ધાણાજીરું પાવડર, મીઠું વગરે નાખો ત્યાર બાદ તેમાં કોથમીર નાખી બધું બરાબર મિક્સ કરી સ્ટફિંગ બનાવી લો.
સ્ટફિંગના નાના નાના ગોળ આકાર બનાવી લો.
🍞 હવે ગોળ આકારમાં કાપેલ બ્રેડની અંદર ગોળ આકારમાં સ્ટફિંગ ભરો.
🍞 બ્રેડને ચારેય બાજુથી વાળી લો પરંતુ નીચેની બાજુથી બ્રેડ બંધ ન કરવી તેટલી બ્રેડ ખુલ્લી રાખવી.
🍳 હવે એક પેનમાં થોડું તેલ નાખો અને તેમાં વડા મુકો બ્રેડનો ખુલ્લો ભાગ નીચે રાખવો.
🍳 હવે તે વડાને તેલમાં શેકી લો જ્યારે નીચેથી આછા બ્રાઉન રંગના થઇ જાય ત્યારે ઉલટાવી સુલટાવીને બરાબર બધી બાજુથી શેકી લો.
🍳 વડા સારી રીતે ક્રિસ્પી અને પાકી જાય ત્યારે એક પ્લેટમાં કાઢી લો.
🍙 તેની ઉપર દહીં નાખો, મીઠી ચટણી નાખી બ્રેડ દહીંવડા સજાવો. ઉપરથી સેવ પણ ભભરાવો અને મજા લો સ્વાદિષ્ટ બ્રેડ દહીંવડાની.
ઘરે જ બનાવો ઓર્ગેનિક શ્રીખંડ :
દહીમાંથી શ્રીખંડ બનાવવાની શરૂઆત ગુજરાતથી થઇ પરંતુ તે માત્ર ગુજરાત સુધી જ હવે સીમિત નથી. સામાન્ય રીતે આપણે શ્રીખંડ બહારથી જ લાવતા હોઈએ છીએ. પરંતુ મિત્રો તમે ઘરે પણ સરળતાથી શ્રીખંડ બનાવી શકો છો.
* જોઈતી સામગ્રી :
🥣 તાજું દહીં 250 ગ્રામ,
🍡 કેસર જરૂરિયાત મુજબ,
🥄 બે નાની એલચી,
🥜 5 થી 6 નંગ પિસ્તા,
🥠 2 નંગ બાદમ,
તાજા દહીને એક મુલાયમ સ્વચ્છ અને પાતળા કોટનના કપડામાં બાંધી બે કલાક સુધી લટકાવી દો. લટકાવતા પહેલા કપડાને હાથેથી દબાવી બધું પાણી કાઢીને પછી લટકાવો.
બે કલાક પછી પાછું કપડાને દબાવી જો થોડું પણ પાણી રહી ગયું હોય તો કાઢી નાખો.
ત્યાર દહીંને પ્યાલામાં નાખી લો.
કેસરને દુધમાં રાખી દો 5 થી 10 મિનીટમાં કેસર ઓગળી જશે. ત્યાં સુધી બાદમ પિસ્તાના ટુકડા લો એલચી પીસી તેને પાવડર બનાવી લો.
દહીંને થોડું હલાવી તેમાં દળેલી ખાંડ એલચી નાખી દો.
હવે તેમાં કેસરવાળું દૂધ નાખી સારી રીતે મિક્સ કરી લો. અડધા પિસ્તા અને બાદમ ટુકડા તે મિશ્રણમાં નાખી દો અને ખુબ જ હલાવો.
હવે તેને ફ્રીઝમાં બરાબર રાખી બે કલાક માટે ઠંડુ થવા દો.
ત્યાર બાદ ફ્રીઝમાંથી શ્રીખંડ કાઢી ઠંડો ઠંડો શ્રીખંડ પીરસો.
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો. Image Source :
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ (૪) એવરેજ