યુકેના એક છોકરાએ પોતાના મનપસંદ ફૂડને સતત સવાર-સાંજ 10 વર્ષ સુધી ખાધું. તેના મનપસંદ ફૂડમાં ફ્રેંચ ફ્રાઈઝ, ચિપ્સ, વ્હાઈટ બ્રેડ, સોસીસ અને જામ જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. આ રીતે માત્ર જંક ફૂડ ખાવાનું તે છોકરાને પસંદ હતું. જેનું ખુબ જ ભયંકર પરિણામ જોવા મળ્યું હતું. જે જાણીને તમે પણ દંગ રહી જશો. જો તમે પણ જંક ફૂડ અને ફાસ્ટફૂડ વધારે ખાવ છો તો આ લેખને અવશ્ય વાંચો.
મિત્રો પીઝા, બર્ગર, મોમોઝ કે પછી સેન્ડવીચ જેવા જંક ફૂડ તમારા માટે કેટલા પણ મનપસંદ કેમ ન હોય, તમે તેને સતત લાંબા સમય સુધી નથી ખાઈ શકતા. તમે તમારા ફેવરીટ ફૂડનું સેવન મહિનામાં વધારેમાં વધારે બેથી ચાર વખત કરી શકો છો. પરંતુ યુકેના એક છોકરાએ પોતાનું ફેવરીટ ફૂડ દસ વર્ષ સુધી સતત સવાર સાંજ ખાવાનું ચાલુ રાખ્યું. તેનું પરિણામ પણ ખુબ જ ચોંકાવનારું સામે આવ્યું હતું.
તે છોકરાના ડોક્ટરનું કહેવું છે કે તે છોકરાને સાત વર્ષની ઉંમરથી જ ફળો અને શાકભાજી ખાવા પસંદ ન હતા. તેને તેનો સ્વાદ બિલકુલ પણ પસંદ ન હતો. તેથી એ છોકરાએ નાની ઉંમરથી જ ફળો અને શાકભાજી છોડીને જંક ફૂડ ખાવાનું શરૂ કરી દીધું હતું. હવે ડોક્ટરો અનુસાર સતત વર્ષો સુધી જંક ફૂડ ખાવાના કારણે છોકરાના શરીરમાં અમુક વિટામિન્સની ઉણપ ઉભી થઇ હતી. જેના કારણે તેણે પોતાની આંખોની રોશની પણ ગુમાવી હતી.
બ્રિસ્ટલ એનએચડી ફાઉન્ડેશન ટ્રસ્ટના ડોક્ટર ડેનીઝ એટને આ છોકરાના કેસને સ્ટડી કર્યો અને મિરરને જણાવ્યું કે તે છોકરાને AFRID એટલે કે અવોઇડન્ટ રેસ્ટ્રીકટીવ ફૂડ ઇન્ટેક ડીસઓર્ડર થયો છે. આ બીમારીમાં પીડિત વ્યક્તિને અમુક ખાસ પ્રકારના ફૂડની સુગંધ, સ્વાદ અને ટેક્ષ્યર પસંદ નથી હોતા.
આ છોકરાની આંખોની રોશની ન્યુટ્રીનશ ઓપ્ટિક ન્યુરોપૈથીના કારણે ગઈ છે. જે સમસ્યા ગરીબ બાળકો કે જેમને ભરપુર માત્રામાં પૌષ્ટિક ભોજન ન મળતું હોય. તેવા બાળકોમાં જોવા મળે છે. આંખોની રોશની જવાની સાથે સાથે આ છોકરાના હાડકા પણ નબળા પડી ગયા છે અને તેની સાંભળવાની શક્તિ પણ નબળી પડી ગઈ છે.
ડોક્ટર અનુસાર આ છોકરાનું કદ અને બોડી માસ ઇન્ડેક્સ સામાન્ય છે. પરંતુ તેના શરીરમાં વિટામીન બી-12 ની ઉણપ જોવા મળી છે. જ્યારે વિટામીન બી-12 દૂધ, માછલી અને ઈંડા માંથી મેળવી શકાય છે. પરંતુ તે છોકરાએ તો જંક ફૂડ સિવાય કંઈ ખાધું જ ન હતું. તેથી છોકરાની આ સ્થિતિ વર્ષો સુધી જેવી છે તેવી જ બનેલી રહેશે. તેવું ડોક્ટરોનું કહેવું છે.
આ છોકરાના શરીરમાં 14 વર્ષની ઉંમરમાં જ વિટામીન બી-12 ની કમી થવાનું શરૂ થયું છે. ડોક્ટરોએ વિટામીન બી-12 ની ઉણપ પૂરી કરવા માટે દવાઓ પણ લખી આપી. પરંતુ તે છોકરા પર દવાઓની પણ કંઈ જ અસર જોવા મળી નહિ. આ ઉપરાંત 15 વર્ષની ઉંમરે જ તેની આંખોની રોશની પણ જતી રહી.
તો મિત્રો જંક ફૂડ કે ફાસ્ટફૂડ ભલે આપણે ક્યારેક ખાતા હોઈએ, પરંતુ એ તો નક્કી છે કે તે કોઈને કોઈ રીતે આપણા શરીરને નુકશાન પહોંચાડે છે. તેથી આપણે બને ત્યાં સુધી ફાસ્ટફૂડ તેમજ જંક ફૂડનું સેવન અવોઇડ કરવું જોઈએ અને હેલ્દી ખોરાકનું સેવન કરવું જોઈએ.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google