મિત્રો ઉનાળાની ઋતુ આવતા જ લીલા શાકભાજી ગાયબ થવા લાગે છે. લીલા મરચાં પણ આ જ કેટેગરીમાં સામેલ હોય છે. મરચાના વઘાર વગર શાકભાજી અને દાળની કલ્પના પણ અસંભવ છે. જોકે વાનગીઓમાં તીખાશ માટે લીલા મરચાનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ લીલા મરચા ની તાજગી અને સ્વાદની વાત જ કંઈક ઓર હોય છે. તેથી કેટલાક લોકો ભોજન ની સાથે કાચા મરચાં ખાવાનું પણ પસંદ કરે છે. પરંતુ ઉનાળામાં આ ખૂબ જ જલ્દીથી સુકાવા લાગે છે. જેથી તેનો સ્વાદ પણ ઓછો થવા લાગે છે.
એવામાં મોટા ભાગે તમે વિચારતા હશો કે શું કોઈ રીત છે જેથી મરચા લાંબા સમય સુધી લીલા અને તાજા રાખી શકાય? અહીંયા અમે તમને લીલા મરચાને સ્ટોર કરવાની એવી રીતો વિશે જણાવીશું જેની મદદથી તમે કેટલાક અઠવાડિયા સુધી નહીં પરંતુ મહિનાઓ સુધી તેને તાજા રાખી શકો છો. વિશ્વાસ ન આવતો હોય તો એકવાર જાતે જ ટ્રાય કરીને જોઈ લો.👉એક થી બે અઠવાડિયા સુધી લીલા મરચાને આવી રીતે રાખો તાજા:- લીલા મરચાની ઝીપ લોક બેગમાં સ્ટોર કરવાની સૌથી સારી રીત છે. જો કે તમે તેને કેટલાક અઠવાડિયા સુધી તાજા રાખી શકો છો. આ રીતે મરચા ને સ્ટોર કરવા માટે તમારે માત્ર મરચાની દાંડી વાળા ભાગને હટાવીને તેને ઝીપ લોક બેગ માં મૂકી દેવાના છે. હવે આ બેગ ને ફ્રીઝ ની અંદર મૂકી દો. જ્યારે પણ જરૂરિયાત હોય તમે તેમાંથી લીલા મરચા નો ઉપયોગ કરી શકો છો.
👉 એક મહિના સુધી ફ્રેશ રહેશે લીલા મરચાં:- લીલા મરચા ને સારી રીતે ધોઈ લો. ખરાબ થયેલા મરચા ને ફેંકી દો કારણકે આ બીજા તાજા મરચાંને પણ ખરાબ કરી શકે છે. હવે તેને પેપર ટોવેલ થી સુકવી લો. ચાકુ ની મદદ વગર હાથથી દાંડીને તોડીને અલગ કરી દો. એક એર ટાઈટ કન્ટેનર લો તેના તળિયામાં પેપર ટોવેલ પાથરો અને ઉપર લીલા મરચાં મૂકો. તેની પર ફરીથી પેપર ટોવેલ નું લેયર કરો. ત્યારબાદ તેને ઢાંકીને ફ્રીઝમાં રાખી દો.👉એક વર્ષ સુધી ખરાબ નહીં થાય લીલા મરચા:- અઠવાડિયામાં ખરાબ થઈ જતા મરચા ને આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય છે. તમારે માત્ર મરચાને થોડીવાર માટે પાણીમાં એક ચમચી વિનેગર નાખીને રહેવા દેવાના છે. હવે તેને સ્વચ્છ પાણીથી ધોઈને સરસ રીતે સુકવી લો. તેની દાંડીને તોડીને અલગ કરી લો. એ વાતનું ધ્યાન રાખવું કે કોઈ પણ મરચું ખરાબ કે લાલ ન હોવું જોઈએ. તમે તેને અલગ કરીને તુરંત જ ઉપયોગ માટે રાખી શકો છો. હવે તેને ઝીપ લોક બેગ કે એર ટાઈટ કન્ટેનરમાં રાખી ને ફ્રીજમાં મૂકી દો.
👉પેસ્ટ બનાવીને પણ મરચાને રાખી શકો છો સ્ટોર:- લીલા મરચા ની દાંડી અને ખરાબ મરચા ને અલગ કરીને પાણી વગર બ્લેન્ડરમાં પીસી લો. હવે તેને ટ્રેમાં ક્લિંગ ફિલ્મ સાથે થોડા અંતરે મોટા આકારમાં મૂકો, હવે તેના પર ક્લિંગ ફિલ્મ પણ મૂકો. ત્યારબાદ ફ્રીઝરમાં જામવા માટે મૂકી દો. હવે તેને બહાર કાઢીને ફ્રીઝમાં સુરક્ષિત બેગ માં ટ્રાન્સફર કરી દો. આને તમે કેટલાક મહિનાઓ સુધી સ્ટોર કરીને રાખી શકો છો અને જરૂરિયાત પ્રમાણે તેનો ઉપયોગ કરી શકો છો.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી