અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
💁બિસ્કીટમાંથી બનાવો ચોકલેટ આઈસ્ક્રીમ આ રીતે.. 💁
🍨 મિત્રો આઈસ્ક્રીમનું નામ સાંભળતા જ આપણા મોં માં પાણી આવી જાય અને તેમાં પણ ચોકલેટ આઈસ્ક્રીમ એટલે તેની મજા જ અલગ છે. એમાં આજે અમે એવી રીતે ચોકલેટ આઈસ્ક્રીમ બનાવતા શીખવશું કે જ્યારે તમારું મન થશેને ત્યારે તમે ઘરે જ આ રીતે સરળતાથી ચોકલેટ આઈસ્ક્રીમ બનાવીને ખાઈ શકો છો. માત્ર ત્રણ ચાર વસ્તુમાંથી કોઈ પણ ક્રીમ વગર તમે માર્કેટ જેવી જ ટેસ્ટી, યમ્મી, સ્વીટ ચોકલેટ આઈસ્ક્રીમ બનાવી શકો છો. ચાલો જાણીએ તેને બનાવવાની વિધિ.
🍨 બિસ્કીટમાંથી ચોકલેટ આઈસ્ક્રીમ બનાવવા માટે જોઈતી સામગ્રી:
🍨 ત્રણ નાના પાર્લેજી બિસ્કીટના પેકેટ પાંચ રૂપિયા વાળા આવે છે તે, (મિત્રો અમે અહીં પાર્લેજી બિસ્કીટ લીધા છે પરંતુ તમે કોઈ પણ બિસ્કીટ લઇ શકો છો.)
એક લીટર દૂધ,
🍨 બે મોટી દસ રૂપિયાવાળી ડેરી મિલ્ક ચોકલેટ, (ડેરી મિલ્ક ચોકલેટ રેસેપી બનાવ્યાના એક કલાક પહેલા બહાર કાઢી લેવી સીધી ફ્રીઝમાંથી કાઢેલી ચોકલેટનો ઉપયોગ ન કરવો.)
બે ચમચી ખાંડ,
🍨 અડધી ચમચી વેનીલા એસેન્સ, (મિત્રો વેનીલા એસેન્સ ઓપ્શનલ છે. તમારે ન નાખવું હોય તો પણ આઈસ્ક્રીમ તો સારો જ બનશે.)
બિસ્કીટમાંથી ચોકલેટ આઈસ્ક્રીમ બનાવવાની રીત: સૌપ્રથમ બિસ્કીટના ટૂકડા કરી લો. હવે તે ટૂકડાને મીક્ષ્યરમાં નાખીને તેનો પાવડર બનાવી લો. હવે આ પાવડરને ચાળી લો અને તેને ઢાંકીને સાઈડમાં મૂકી દો.
🍨 હવે તમારે એક તપેલીમાં એક લીટર દૂધ ગરમ કરવાનું છે. દૂધમાં અડધી ચમચી વેનીલા એસેન્સ ઉમેરી દો જો તમારી પાસે ન હોય તો પણ ચાલશે.
દૂધને ત્યાં સુધી ગરમ કરતા રહેવાનું છે જ્યાં સુધી દૂધ 600 કે 700ml જેટલું ન બચે. જ્યારે દૂધ 600 કે 700ml જેટલું બચે ત્યારે તેમાં બે ચમચી ખાંડ ઉમેરી દો. ખાંડ ન ઓગળે ત્યાં સુધી દૂધને હલાવો. ખાંડ ઓગળી ગયા બાદ ગેસ બંધ કરી દો.
🍨 હવે પૂડલા કે ભજીયા બનાવતી વખતે તમે ચણાના લોટનું બેટર બનાવતા હોય તેમ તમારે અહીં બિસ્કીટના પાવડરનું દૂધ સાથે બનાવતા જવાનું છે.
🍨 દૂધમાં થોડો થોડો બિસ્કીટનો પાવડર ઉમેરતા જવાનું છે અને તેને હલાવતા જવાનું છે. જેથી તેમાં બિસ્કીટની કંઈ ગોળીઓ ન રહી જાય. બિસ્કીટનો બધો જ પાવડર એક સાથે નાખવાની ભૂલ ક્યારેય ન કરવી. થોડો થોડો કરીને નાખવાનો છે.
🍨 ત્યારબાદ તમારે ફરીથી ગેસ ચાલુ કરવાનો છે અને મિશ્રણ ઘાટું થાય થોડું ત્યાં સુધી તેને હલાવતા રહેવાનું છે. ગેસ ધીમા તાપે રાખવાનો છે. લગભગ બે થી ત્રણ મિનીટ આ રીતે મિશ્રણ હલાવવું.
ત્યારબાદ તમે જે ચોકલેટ લીધી છે ડેરી મિલ્ક, તેના ટૂકડા કરીને મિશ્રણમાં નાખી દો. હવે તમારે મિશ્રણને પાંચ થી છ મિનીટ સુધી સતત હલાવતા હલાવતા પકાવવાનું છે. ત્યારબાદ ગેસ બંધ કરી દો અને તૈયાર છે તમારી ચોકલેટ આઈસ્ક્રીમનું બેટર.
🍨 હવે મિત્રો જો તમારા બેટરમાં બિસ્કીટ તથા ચોકલેટની ગોળીઓ રહી ગઈ હોય તો તમારે તે મિશ્રણને થોડી વાર ઠંડુ થવા દેવાનું છે. ત્યારબાદ તેને મીક્ષ્યરમાં પીસીને એકરસ કરી લેવું. હવે તમે જોશો કે તમારા બેટરનું ટેકશ્યર એકદમ ક્રીમી થઇ ગયું હશે.
🍨 હવે એક ડબ્બો લો તેના પર પ્લાસ્ટિક પેપર રાખો અને તેની ઉપર ચોકલેટ આઈસ્ક્રીમનું બેટર નાખી દો અને ચમચી વડે વ્યવસ્થિત રીતે ફેલાવી દો. ત્યારબાદ તેને બંધ કરી દો.
🍨 હવે તમારે તેને ફ્રીઝમાં ચારથી પાંચ કલાક માટે સેટ કરવા મૂકવાનું છે.
🍨 ચારથી પાંચ કલાક પછી ફ્રીઝરમાંથી આઈસ્ક્રીમ બહાર કાઢી લો અને તમે જોશો તો ખુબ જ લાજવાબ ચોકલેટ આઈસ્ક્રીમ તૈયાર થઇ ગયો હશે. જે જોશે તેના મોં માં પાણી આવી જશે.
🍨 તો આ રીતે માત્ર ત્રણ બિસ્કીટના પેકેટમાંથી તમે એક ફેમેલી પેક જેટલો ચોકલેટ આઈસ્ક્રીમ બનાવી શકો છો. ખુબ જ સરળ રીત છે ઘરે એકવાર બનાવશો તો માર્કેટનો આઈસ્ક્રીમ ખાવાનું ભૂલી જશો.
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી