ગુલાબ જાંબુ બનાવતી વખતે લોટમાં ઉમેરી દો આ એક વસ્તુ | ફાટશે પણ નહિ, બનશે સોફ્ટ અને વધુ ટેસ્ટી.

દરેક ભારતીય ઘરમાં એક પકવાન તો વારંવાર બનાવવામાં આવે છે અને તે છે ગુલાબ જાંબુ. ગરમ ગરમ સ્વાદિષ્ટ ગુલાબ જાંબુ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. ઘણી જગ્યાઓએ તો તેની સાથે રબડી પણ ખાવામાં આવે છે. જો કે ગુલાબ જાંબુ બનાવવાની રીત એટલી સરળ પણ નથી કારણ કે તેને બનાવવામાં ઘણી મહેનત લાગે છે.

જ્યારે ગુલાબ જાંબુ બનાવવામાં ઘણા લોકોની એવી ફરિયાદ રહે છે કે, તેના ગુલાબ જાંબુ ખુબ જ ઝડપથી ફૂટી જાય છે. આમ ગુલાબ જાંબુ ફૂટવાથી તેનો સ્વાદ જ ખરાબ નથી થતો પણ તેના કારણે આપણી કલાકોની મહેનત પર પણ પાણી ફરી વળે છે. આ સમયે જો તમે એવી ખાસ ટીપ્સનું ધ્યાન રાખશો તો તમારા ગુલાબ જાંબુ ક્યારેય પણ ફૂટશે નહિ. ચાલો તો આ ટીપ્સ વિશે વધુ જાણી લઈએ.

ગુલાબ જાંબુનો લોટ બાંધતી વખતે આ વાતનું ધ્યાન રાખો : ગુલાબ જાંબુનો લોટ બાંધતી વખતે તમારે એ ધ્યાન રાખવાની જરૂર છે કે તેમાં મોણ જરૂર નાખો. થોડું ઘી માવામાં અથવા ગુલાબ જાંબુ મિક્સમાં મિક્સ કરીને લોટ બાંધો. તેને બહુ કડક પણ નથી બાંધવાનો અને ઢીલો પણ નહિ. તેને તમે જેટલો પોતાના હાથે મિક્સ કરશો એટલો જ સારું છે. મોણ ગુલાબ જાંબુને સોફ્ટ બનાવે છે અને તેમાં કોઈ પણ પ્રકારની તિરાડ પડ્યા વિના તેનો આકાર જળવાઈ રહે છે.

ગોળ ગુલાબ જાંબુ બનાવો અને તેમાં કોઈ પણ તિરાડ ન રાખો :

જો ગુલાબ જાંબુ બનાવતી વખતે તમે તેમાં તિરાડ રહેવા દીધી તો તેનાથી ગુલાબ જાંબુ ખરાબ થઈ શકે છે. તમે જ્યારે શેપ બનાવો ત્યારે ધ્યાન રાખો કે તેમાં કોઈ તિરાડ ન હોય. જો તેમાં કોઈ તિરાડ રહી ગઈ તો તેને તળતી વખતે વધી જશે અને ચાસણી મિક્સ કરતી વખતે તે ફાટી જશે. આથી તિરાડથી બચો. જો કોઈ ગુલાબ જાંબુમાં તિરાડ આવે છે તેને ફરીથી ગોળ બનાવો.

બરાબર આકાર માટે આ કામ કરો : જો તમે મોણના રૂપમાં ઘીનો ઉપયોગ કર્યો છે તો તમે બરાબર આકારના ગોળ ગુલાબ જાંબુ બનાવતી વખતે પણ ઘીનો ઉપયોગ કરો. ઘીને પોતાના હાથમાં લગાવી લો. (વધુ પડતું નહિ પણ પણ હાથને ચીકણા કરવાના છે) ત્યાર પછી ગુલાબ જાંબુનો શેપ આપો. તેનાથી તિરાડ પડવાની સંભાવના ઓછી થઈ જશે.

ચાસણી બરાબર બનાવો :

ચાસણી બહુ ગરમ પણ ન હોવી જોઈએ, ન બહુ ઘાટી હોવી જોઈએ, ગુલાબ જાંબુ બનાવતી વખતે હંમેશા એક તારની ચાસણી જ યોગ્ય છે. ચાસણી બનાવ્યા પછી તેને આંગળી અને અંગુઠા વડે ચેક કરી લો. જો એક તાર જેવું તમને દેખાય તો તે ચાસણી તૈયાર થઈ ગઈ છે. જો ચાસણી જાડી થઈ જાય તો તેને પાતળી કરો અને જો ચીકાશ નથી તો તેમાં વધુ ખાંડ મિક્સ કરો. યોગ્ય ચાસણી જ ગુલાબ જાંબુની અંદર સુધી જાય છે અને તે ફૂટતા નથી.તાપમાનનું ધ્યાન રાખો :

ગુલાબ જાંબુને તળતી વખતે તેના તાપમાનનું ધ્યાન રાખવું પણ ખુબ જરૂરી છે. ગુલાબ જાંબુની હીટને ધીમે ધીમે વધારો. જો તમે એકદમ ફાસ્ટ ગેસમાં ગુલાબ જાંબુ નાખશો તો ગુલાબ જાંબુ ફાટી જશે. પછી ભલે તમે ઘરે માવાના ગુલાબ જાંબુ બનાવો છો કે બજારથી તૈયાર પેકેટ લાવીને બનાવો છો. બંનેમાં આ વાતનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે. જ્યારે ગુલાબ જાંબુને તળવા માટે નાખો છો ત્યારે ગેસને મધ્યમ તાપે રાખો અને જ્યારે તેનો રંગ બદલવા લાગે ગેસને ફાસ્ટ કરી દો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

1 thought on “ગુલાબ જાંબુ બનાવતી વખતે લોટમાં ઉમેરી દો આ એક વસ્તુ | ફાટશે પણ નહિ, બનશે સોફ્ટ અને વધુ ટેસ્ટી.”

Leave a Comment