મિત્રો આજે લગભગ ઘરોમાં ફ્રિઝની સુવિધા જોવા મળતી હોય છે. પરંતુ મિત્રો આજે અમે તમને આ લેખમાં જણાવશું અમુક એવી ખાદ્ય વસ્તુઓ વિશે ઘણા વર્ષો સુધી સારી રહે છે, અને તેની ગુણવત્તા પણ જળવાય રહે છે. તો ચાલો જાણીએ કંઈ છે એ વસ્તુઓ.
કાચું મધ : મિત્રો મધને ઘણી વાર એવું કહેવામાં આવે છે કે “ભગવાનની દવા.” કેમ કે મધમાં ઘણા બધા સ્વાસ્થ્ય લાભો હોય છે. મધનો ઉપયોગ પહેલા જખમ પર લગાવવા માટે પણ થતો હતો. કેમ કે મધમાં સ્વાભાવિક રૂપે બેક્ટેરિયાનો વિરોધ કરવાની ક્ષમતા હોય છે. પરંતુ સૌથી સારી વાત મધની એ છે કે તે ક્યારેય સમાપ્ત નથી થતું. કેમ કે પુરાતત્વવિદો માટે પ્રાચીન મિસ્રની કબરોમાં હજારો વર્ષ જુના હનીપોટ્સ શોધવા અસામાન્ય નથી. આ પુરાતત્વવિદોને 3000 વર્ષ જુનું મધ મળ્યું અને તે પૂરી રીતે ખાવા લાયક પણ હતું. મધને તમે કોઈ પણ રીતે સંગ્રહ કરી શકો છો. તે હજારો વર્ષો સુધી સેવન કરવા યોગ્ય રહે છે.નમક : મિત્રો શુદ્ધ સોડિયમ ક્લોરાઈડ અરબો વર્ષોથી છે, એટલા માટે તે કોઈ આશ્વર્યની વાત નથી કે તે હંમેશા રહેશે. નમકનો ઉપયોગ અક્સર મોલ્ડ અને બેક્ટેરિયાથી ખાદ્ય પદાર્થોની રક્ષા કરવા માટે કરવામાં આવે છે. તેનાથી તે લાંબા સમય સુધી સંરક્ષિત રહે છે. તે ઓસ્મોસિસનું પરિણામ સ્વરૂપ હોય છે, જ્યારે નમકથી પાણી ભોજનમાંથી બહાર નીકળી જાય છે. નમક વાતવરણની નમીને સુકવી નાખે છે, જેના કારણે તેને વર્ષો સુધી તેને કંઈ પણ નથી થતું.
સૂકાયેલ કઠોળ : ડબ્બામાં બંધ રાખવામાં આવે તો તેને ઘણા વર્ષો સુધી કંઈ પણ થતું નથી. જો સીલ અથવા વાયુરોધિ પેકેજિંગમાં સંગ્રહિત કરવામાં આવે તો તેના ગુણો સહિત કઠોળ સુરક્ષિત અને ખાવા યોગ્ય રહે છે. જુના કઠોળને પકાવવામાં વધારે સમય લાગે છે. પરંતુ તે કઠોળના સુનિશ્વિત રૂપે ફાયદાઓ થાય જ છે.ખાંડ : નમક સમાન ખાંડ પણ હંમેશા માટે રહે છે, જો ખાંડને ગરમી અને નમીના સ્ત્રોતથી દુર રાખવામાં આવે. તેમાં માત્ર શુદ્ધ ખાંડની વાત નથી કરી રહ્યા, દાણાદાર સફેદ ખાંડ, સફેદ ચીની ક્યુબ્સ, કાચી ખાંડ, બ્રાઉન શુગર, પાવડર ખાંડ વગેરે અનિશ્ચિત સમય સુધી સારી રહે છે. ખાંડ ક્યારેય પૂરી રીતે ખરાબ ન થાય.
શુદ્ધ વેનિલા અર્ક : મિત્રો શુદ્ધ વેનીલા અર્કમાં આલ્કોહોલનું પ્રમાણ રહેલું હોય છે. તેનાથી વેનીલા અર્કનું આયુષ્ય લાંબુ કરવામાં મદદ મળે છે. શુદ્ધ વેનીલા અર્કમાં જે આલ્કોહોલ હોય છે એ શુદ્ધ હોય છે, જેના કારણે તે લાંબા સમય સુધી શુદ્ધ રહી શકે છે. પરંતુ જે વેનીલા અર્ક લાંબા સમય સુધી સારો ન રહે અને ખરાબ થઈ જાય તેમાં એટલો શુદ્ધ આલ્કોહોલ નથી હોતો, જેના કારણે તે ખરાબ થઈ જાય છે, લાંબા સમય સુધી તેની ગુણવત્તા નથી રહેતી. જ્યાં સુધી બોટલને બંધ રાખવામાં આવે ત્યાં સુધી કોઈ પણ બેક્ટેરિયા શુદ્ધ આલ્કોહોલમાં જઈ ન શકે, જો શુદ્ધ વેનીલા અર્ક હોય અને તેને બોટલમાં સીલ બંધ વર્ષો સુધી મૂકી દેવામાં આવે તો તે ખરાબ નથી થતું, પરંતુ તે શુદ્ધ વેનીલા અર્ક હોવું જોઈએ.કાચા ચોખ (ચાવલ) : મિત્રો એવું કહેવામાં આવે છે કે, કાચા ચોખા જેટલા જુના હોય એટલા વધારે સ્વાદિષ્ટ હોય છે. જો ચોખાને કોઈ બંધ વસ્તુમાં રાખવામાં આવે તો તે ખરાબ નથી થતા અને તેને વર્ષો સુધી કંઈ જ નથી થતું. તેના બદલામાં તેનો સ્વાદ પણ બહેતરીન બની જાય છે. તો ચોખાને પણ સ્ટોર કરવામાં આવે તો તે ખરાબ નથી જ થતા, પરંતુ તેના બદલામાં તેનો સ્વાદ ખુબ જ વધી જાય છે. પરંતુ એક વાર તેનું ભોજન બની જાય ત્યાર બાદ તેને ઠંડા ખાવામાં આવે અથવા તો ફરીવાર ગરમ કરીને તેનું સેવન કરવામાં આવે તો ફૂડ પોઈઝન પણ થઈ શકે છે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ