ચેતી જજો… માર્કેટમાં આવે છે રંગ ચડાવેલ શાકભાજી, આ રીતે તેને ઓળખો… નહિ તો થશે આ ગંભીર રોગ

મિત્રો આજના યુગમાં બજારમાં મળતી દરેક વસ્તુમાંથી ઘણી બધી એવી વસ્તુઓ હોય છે, જે નકલી અને બનાવટી હોય છે. તો આવી વસ્તુમાં ઘણી વસ્તુઓને આપણે રોજ બરોજના ઉપયોગમાં લઈએ છીએ. તો આવી વસ્તુઓ આપણા માટે ખુબ જ નુકશાનકારક હોય છે. જેમાં ઘર વપરાશથી લઈને શાકભાજી અને ફળો પણ બનાવટી માર્કેટમાં આવતા હોય છે. તો મિત્રો આજે અમે તમને આ બનાવટી ફળો અને શાકભાજી વિશે જ જણાવવા જઈ રહ્યા છીએ. માટે આ લેખ દરેક વ્યક્તિના જીવન માટે ખુબ જ ઉપયોગી છે. એટલે આ લેખને બધા જ લોકોએ  વાંચવો જોઈએ.

આપણે કોઈ શાકમાર્કેટમાં અથવા ફ્રુટ માર્કેટમાં જઈએ તો ત્યાં શાકભાજી અથવા તો ફ્રુટ ખુબ જ તાજા અને ચમકદાર દેખાતા હોય છે. જેને આપણે ફ્રેશ સમજીને ઘરે ખાવા માટે લઇ આવતા હોઈએ છીએ. તે ફ્રુટ અને શાકભાજી આપણને દેખાવે સુંદર લાગે પરંતુ તે ક્યારેય પણ ન ખાવા જોઈએ. કેમ કે તે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનિકારક હોય છે. કેમ કે શાકભાજી અને ફળો ખરીદનાર લોકોને આકર્ષક લાગે તેના માટે તેના પર રંગો રંગવામાં આવે છે. પરંતુ આપણે તેના વિશે કંઈ પણ જાણતા નથી અને માત્ર ખાઈ લઈએ છીએ. તો આવા રંગવામાં આવેલા શાકભાજી અને ફળોનું જો માણસ સેવન કરે તો, કેન્સર જેવી ગંભીર બીમારી પણ થઈ શકે છે. પરંતુ સ્વાસ્થ્યના નિષ્ણાંતો દ્વારા જણાવવામાં આવ્યું એ અનુસાર, શાકભાજીમાં અને  ફળોમાં ઉપરથી જે રંગ લગાવવામાં આવ્યો હોય તેના રસાયણો આપણા શરીરના લોહીમાં મિક્સ થઈ જાય છે. પરંતુ એક વાર એક વાર એ રસાયણ લોહીમાં ભળી ગયા બાદ બહાર નથી નીકળતા. જેના કારણે લીવર, કીડની અને હૃદયને તકલીફ અથવા નુકશાન થાવની સંભાવના રહે છે.

હાલમાં જ જે લોકો શાકભાજી અને ફ્રુટનું વહેંચાણ કરતા હોય તેને FSDA દ્વારા જંતુનાશક દવાઓ અને શાકભાજી, ફ્રુટ પર લગાવવામાં આવતા રંગના નુકશાન અને તેનાથી શું શું આપણા શરીરને નુકશાન થાય તેના વિશે જણાવ્યું હતું. આ સિવાય અલગ અલગ જગ્યાએથી શાકભાજીના 37 સેમ્પલ પણ તપાસ કરવામાં આવ્યા હતા.

તો મિત્રો હવે જાણીએ કે કેવી રીતે કરે છે નુકશાન.

લગભગ જે શાકભાજીમાં રંગ મિલાવવામાં આવે છે, તેમાં લીલા રંગનો વધારે ઉપયોગ કરવામાં આવતો હોય છે. મેલાકાઈટ ગ્રીન નામનું એક એવું કેમિકલ આવે છે. જે શાકભાજી પર રંગ લાગી જાય છે અને ત્યાર બાદ આપણા શરીરમાં જઈને લોહી સાથે ભળી જાય છે. જે લોહી સાથે ભળીન જમા થવા લાગે છે. જેની એક સમય મર્યાદા હોય છે. એ સમય પછી આપણા શરીરના કોષોને વિકૃત બનાવવાનું શરૂ કરી દે છે. જેનાથી આપણને ટ્યુમર અને કેન્સર જેવી ભયંકર બીમારી થવાની સંભાવના રહે છે.

તો તેવી જ રીતે કોઈ ફળને લાલ કરવા માટે રોડામાઈન આવે છે. જેનાથી કોઈ શાકભાજી કે ફળ લાલ રંગનું બની જાય છે. તો આ રીતે કોઈ વસ્તુને પીળો રંગ કરવો હોય તો તેના માટે ઓરમાઈન રંગનો ઉપયોગ કરવામાં આવે છે. આ ત્રણ રસાયણોથી શાકભાજી કે ફળોને ચમકદાર બનાવવા માટે રંગવામાં આવે છે.  પરંતુ આ રસાયણો આપણા લીવર, કીડની અને હૃદય માટે ખુબ જ નુકશાનકારક છે. જો આ રસાયણોની અસર આપણને થઇ જાય તો હૃદયની ગતિ સામાન્ય માંથી અનિયમિત બની જાય છે. જેની અસર કીડની અને લીવર પર પણ ઘણી ખરાબ રીતે પડે છે. તો મિત્રો આપણને પ્રશ્ન થાય કે શાકભાજી કેમ ખાવા ? તો તમને જણાવી દઈએ કે, આ રસાયણથી બચવા માટે શાકભાજી અથવા ફળોને ક્લોરિનના પાણીમાં ધોવા જોઈએ અને ત્યાર બાદ જ તેને ઉપયોગમાં લેવા જોઈએ.

FSDA ની ટીમ દ્વારા થોડા સમય પહેલા જ દિલ્લીમાંથી ખુબ જ ખતરનાક અને રંગ વાળા શેકેલ ચણા પકડ્યા હતા. તે શેકેલા ચણા લગભગ 400 ક્વિન્ટલ હતા. આ બધા જ ચણા પર ઓરમાઈન રંગ લગાવવામાં આવ્યો હતો. તેની પરખ કરવા માટે ચણાને એક કલાક સુધી પાણીમાં પલાળી રાખવામાં આવ્યા તો જે પાણી હતું એ પીળા રંગનું થઇ ગયું.

જો શાકભાજી કે ફળની ઓળખ કરવી હોય કે તેના પર રંગ લગાવવામમા આવ્યો છે, તો રૂના પાણીમાં અથવા તો તેલ વાળું કરીને મરચા, પરવળ, ભીંડો સિવાય અન્ય શાકભાજી પર ઘસવું. જો લીલો રંગ રૂ પર લાગી જાય તો સમજી લેવાનું કે આ શાકભાજીને કલર કરવામાં આવ્યો છે. ત્યાર બાદ જો લીલા વટાણાને બ્લોટિંગ પેપર મુકવામાં આવે અને કુત્રિમ રંગ ઉપર તરી આવે છે. તેના સિવાય કાચના એકક ગ્લાસમાં વટાણા નાખીને અડધો કલાક સુધી મૂકી દેવાના, જો નકલી હશે તો અડધો કલાકમાં ગ્લાસનું પાણી લીલું બની જશે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment