આ નાની નાની રસોઈ ટીપ્સ અપનાવો… તમારી રસોઈની કળામાં ચાર ચાંદ લાગી જશે…. ઉપયોગી લાગે તો શેર કરજો.

🥣 રસોઈની અવનવી ટીપ્સ ભાગ – 2 🥣

 

🥣 મિત્રો આપણે જોઈએ છીએ કે સ્ત્રીઓને રસોઈ બનાવતી વખતે ક્યારેક નાની નાની સમસ્યાઓ આવતી રહેતી હોય છે. પરંતુ આજે અમે એવી રસોઈની ટીપ્સ લાવ્યા છીએ કે જે તમને રસોડામાં ઘણી બધી રીતે ઉપયોગી થશે. આ ટીપ્સ રસોડાની દરેક સમસ્યાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલ છે.

🍦 1]. જો તમે આઈસ્ક્રીમને ઝડપથી જમાવવા માંગતા હોય તો તેને એલ્યુમિનિયમના વાસનામાં રાખી  વાસણને પ્લાસ્ટીક સિલ્વર પેપરથી સીલ કરી ફ્રીઝમાં રાખી દો આઈસ્ક્રીમ ઝડપથી જામી જશે.

🍌 2] આપણે જોઈએ છીએ કે કેળા ઝડપથી પાકી જતા હોય છે તો તે ન થાય તેના માટે કેળાને પાતળા કોટનના કપડામાં વીંટીને ફ્રીઝમાં રાખવા તેનાથી કેળા વધારે સમય સુધી ફ્રેશ રહે છે.

🥣 ૩] રસોઈ બનાવતી વખતે ઘણીવાર કુકરની રબર રીન ઢીલી પડી જતી હોય છે. જેના કારણે સીટી નથી થતી. તો તેના માટે તે રીંગને થોડી વાર ઠંડા પાણીમાં રાખવી અથવા તે રીંગને થોડીવાર ફ્રીઝરમાં રાખી દો તો આ સમસ્યા નહિ રહે.

🍑 4] દાડમના દાણા કાઢી તેને સુકવીને  અધકચરા પીસી લો અને જ્યારે તમે છોલે ચણા બનાવો ત્યારે આ પાવડર તેમાં થોડો નાખશો તો છોલે ચણા ખુબ જ સ્વાદિષ્ટ બનશે.

🥪 5] જ્યારે તમે પકોડા, સમોસા જેવી તળેલી વાનગી બનાવતા હોય ત્યારે તેમાં અજમો જરૂર નાખવો કારણ કે અજમાંથી આપણી પાચનશક્તિ વધે છે. કોઈ પણ પ્રકારના પરોઠામાં પણ અજમો નાખી શકો. તે સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયી છે.

🍋 6] લીંબુ પાણી બનાવતી વખતે માત્ર લીંબુનો રસ જ ન નાખવો. પરંતુ તેની સાથે લીંબુની છાલનું ઝીણ બનાવી પણ તેમાં નાખવું તેનાથી તેનો પુરેપુરો ફાયદો ઉઠાવી શકશો.

☕ 7] ચા બનાવ્યા બાદ તેનાથી બચતી ભૂકી લગભગ બધા ફેંકી દેતા હોય છે. પરંતુ તે ન ફેંકવી તેનાથી તમે તમારા ઘરના અરીસા અને બારીઓ સાફ કરી તેને ચમકાવી  શકો છો. જો તમારા ઘરમાં વુડન ફ્લોર છે તો તેને પણ વધેલી ચાની ભૂકીથી સાફ કરી શકાય છે.

🍅 8] જ્યારે તમે ટમેટાનું સૂપ બનાવતા હોય ત્યારે તેમાં થોડો ફુદીનાનો પાવડર ઉમેરવામાં આવે તો સૂપ ખુબ જ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્ય વર્ધક બનશે.

🥣 9] જો તમે દહીંવડાને ટેસ્ટી બનાવવા માંગતા હોય તો જ્યારે તમે દાળને પીસીને તેની પેસ્ટ બનાવતા હોય ત્યારે તેમાં બાફેલા બટાકા નાખવા તેનાથી દહીંવડા ખુબ જ સ્વાદિષ્ટ  અને નરમ બનશે.

🍚 10] ઈડલીને જો તમે નરમ બનાવવા માંગતા હોય તો ઈડલીના ખીરામાં થોડાક સાબુદાણા અને અડદની દાળ પીસીને તેમાં નાખી દો. તેનાથી ઈડલી ખુબ જ નરમ બનશે.

🍛 11] સ્વાદિષ્ટ દાળ બનાવવા ઈચ્છતા હોય તો દાળને બનાવતા પહેલા તેને થોડી વાર પલાળી રાખવી તેનાથી દાળ ખુબ જ સ્વાદિષ્ટ બનશે.

🌯 12] ઘણી વાર આપણે ઢોસા બનાવીએ ત્યારે જોયું હશે કે તે બહાર મળતા હોય તેવા ક્રિસ્પી નથી બનતા પણ હવે ઘરે પણ ક્રિસ્પી ઢોસા બનાવો તેના માટે ઢોસાના ખીરામાં થોડી ખાંડ ઉમેરી દેવી તેનાથી ઢોસા ક્રિસ્પી બનશે.

🍲 13] આપણે જ્યારે ડીપ ફ્રાય વસ્તુ બનાવતા હોયએ  જેમ કે પૂરી, ભજીયા વગેરે તો ઘણીવાર તમે જોયું હશે કે તેમાં ખુબ જ તેલ હોય છે. જો તમે તેને તળતી વખતે તેલમાં થોડું મીઠું નાખશો તો તે વધારે તેલ શોષશે નહિ.

🥔 14]  ક્યારેય પણ  બટેકા અને ડુંગળીને એક સાથે ન રાખવા. તેનાથી એક સાથે રાખવાથી બટેકા ઝડપથી સડવા લાગે છે.

🥗 15]  જ્યારે તમે લીલા શાકભાજી બનાવો ત્યારે તેનો રંગ લીલો જ રહે તેના માટે તેને બનાવતી વખતે તેમાં એક ચપટી ખાંડ ઉમેરશો તો રંગ લાલ જ રહેશે.

🥗 16] ડુંગળી સુધારતી વખતે છરીની ધાર પર લીંબુનો રસ લગાવો તેનાથી ડુંગળી સમારતી વખતે આંખો નહિ બળે. આ ઉપરાંત તમે તેને સમારતા પહેલા પ્લાસ્ટીક બેગમાં ભરી અડધી કલાક સુધી ફ્રીઝમાં રાખી દો. ત્યાર બાદ સમાંરવાથી પણ ડુંગળી સમારતી વખતે આંખમાં આંસુ નહિ આવે.

🥜 17] ડ્રાયફ્રુટ જેવા કે કાજુ , બદામ, કીસમીસ વગેરે ને તાજા રાખવા માંગતા હોય તો એક ડબ્બામાં ભરી તેને ફ્રીઝમાં જ રાખો તેનાથી તે એકદમ તરોતાજા રહેશે.

 

🍜 18] જ્યારે માખણમાંથી ઘી બનાવતા હોય તો ઘી વારંવાર ઉભરાવી સમસ્યા થતી હોય છે. તો તેના માટે એક નાની વાટકીમાં થોડા ચોખા રાખી ઘી ની અંદર રાખો તેનાથી ઘી ઉભરાશે નહિ.

🍜 19] જો તમે પૂરીને ક્રિસ્પી બનાવવા માંગતા હોય તો તેમાં લોટ બાંધતી વખતે થોડો રવો ઉમેરો તેનાથી પૂરી થશે ક્રિસ્પી.

🍲 20]  ઘણીવાર ભજીયા નરમ નથી બનતા તો ભજીયાને નરમ બનાવવા માટે તેને બનાવતા પહેલા ભજીયા માટે તૈયાર કરેલ બેટરમાં બે ચમચી તેલ મિક્સ કરો તેમાંથી ભજીયા એકદમ નરમ બનશે.

🥣 આશા છે કે આ ટીપ્સ તમને ખુબ જ ઉપયોગી થશે. અને આ લેખ વિશે તમારા વિચાર કોમેન્ટ દ્વારા રજુ કરો.

👱ભાઈઓ તથા 👱‍♀️બહેનો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

1 thought on “આ નાની નાની રસોઈ ટીપ્સ અપનાવો… તમારી રસોઈની કળામાં ચાર ચાંદ લાગી જશે…. ઉપયોગી લાગે તો શેર કરજો.”

  1. Very nice…good article…
    But i wan t to know…
    If…..
    Some times we find more salt in ….dal…sabji…..chhatni…soup….then what to do….how to iprov…our dal ..sabji….very big problem….thanks.

    Reply

Leave a Comment