🍲 ડુંગળી માંથી બનાવો વાનગી…આ ૩ બેસ્ટ વાનગીઓ..🍲
Image Source :
મિત્રો આજકાલ સુધી તમે ડુંગળીને સલાડ રૂપે તેમજ વઘારમાં નાંખી તેનો ઉપયોગ જોયો હશે. પણ આજે અમે ડુંગળીમાંથી અવનવી વાનગીઓ લાવ્યા છીએ.
તો ચાલો આપણે તે રેસીપી બનાવવા વિશે આગળ વધીએ.. તો આપશ્રીને વિનંતી છે કે અમને કોમેન્ટ કરી જરૂર જણાવજો કે રેસીપી કેવી લાગી…
🍲 ફ્રાઈડ ઓનિયન રિંગ્સ & ઓનિયન રિંગ્સ 🍲
Image Source :
લોકો માટે આ રીતે ઓનિયન રિંગ્સ અને આ વાનગીઓ તમે નાસ્તા રૂપે લઇ શકો છો.
💁 જોઈતી સામગ્રી :
📋 અડધો કપ મેંદો,
📋 મીઠું સ્વાદ અનુસાર,
📋 અડધા કપથી પણ ઓછું પાણી,
📋 ડુંગળી,
Image Source :
💁 બનાવવાની રીત
📋 ડુંગળીની છાલ ઉતારી તેને ગોળ ગોળ રિંગ્સમાં અલગ કરી લો.
📋 હવે અડધી કલાક માટે તે રિંગ્સને ઠંડા પાણીમાં રાખી દો.
📋 રિંગ્સને પાણીમાંથી બહાર કાઢી તેને બરાબર રીતે સુકાવા દો.
📋 હવે મેંદો દૂધ અને બેકિંગ સોડા તેમજ મીઠું ઉમેરી એક મિશ્રણ બનાવી લો.
Image Source
📋 હવે એક વાસણમાં તેલ ગરમ કરવા માટે રાખી દો.
📋 તેલ બરાબર ગરમ થાય ત્યાર બાદ ઓનિયન રીંગને મિશ્રણમાં બોળીને ગરમ તેલમાં તળવા માટે નાખો.
📋 ધીમા તાપે રિંગ્સ બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તળો.
📋 ત્યાર બાદ પ્લેટમાં કાઢી લો. તૈયાર છે ઓનિયન રિંગ્સ તેને તમે ચા કે સોસ સાથે નાસ્તામાં ખાઈ શકો છો.
🍲 ડુંગળીનું રાયતું 🍲
Image Source :
આમ તો તમે દહીં ફુદીનાના રાયતા વિશે તો સાંભળ્યું જ હશે. પરંતુ એકદમ હેલ્દી અને ખાસ ડુંગળીના રાયતાની રેસીપી જણાવવા જઈ રહ્યા છીએ.
💁બનાવવા માટે જોઈતી સામગ્રી
📋 લોકો માટે રાયતું બનવતા માત્ર લાગશે 20 જ મિનીટ.
📋 600 ગ્રામ દહીં,
📋 100 મિલી. ક્રીમ,
Image Source :
📋 10 ગ્રામ જેટલો ધાણા જીરું પાવડર,
📋 100 ગ્રામ ડુંગળી જીણી સમારેલી,
📋 20 ગ્રામ લીલા મરચા જીણા સમારેલા,
📋 100 ગ્રામ કોથમીર સમારેલી,
📋 ગાર્નીશિંગ માટે જરૂરિયાત મુજબ ચટણી તેમજ શેકેલું જીરું.
Image Source :
💁 રાયતું બનાવવા માટેની રીત.
📋 સૌપ્રથમ દહીં લો,
📋 હવે દહીંમાં મીઠું અને ક્રીમ ઉમેરો,
📋 ત્યાર બાદ દહીંને બરાબર હલાવી લો,
📋 ત્યાર બાદ તેમાં બધું ઉમેરી દો. ધાણા જીરું પાવડર, લીલા મરચા જીણા સમારેલ, કોથમીર અને ઝીણી સમારેલી ડુંગળી ઉમેરો.
Image Source :
💁 સર્વ કરતી વખતે તેમાં ચટણી અને સેકેલું જીરું ઉમેરી પીરસો.
💁 મિત્રો વાંચવામાં અને બનાવવામાં સરળ છે પરંતુ સ્વાસ્થ્ય માટે ખુબ જ ઉપયોગી છે આ રાયતું ખાસ કરીને ઉનાળાની ઋતુમાં.
🍲 ભરેલી ડુંગળીનું શાક 🍲
Image Source :
તમે અત્યાર સુધી ભરેલા રીંગણ, કરેલા અને ટમેટાનું શાક તો ચાખ્યું જ હશે. પરંતુ ભાગ્યે જ કોઈક ભરેલી ડુંગળીનું શાક ટ્રાય કરતુ હશે. આજે જાણો આ સ્વાદિષ્ટ શાક કઈ રીતે બનાવવું.
Image Source :
📋 ડુંગળી -8 નંગ,
📋 4 મોટી ચમચી તેલ,
📋 રાય જરૂરિયાત મુજબ,
📋 બે ગાજર અને બટેટા બાફેલા ઝીણા સમારેલા,
📋 ૫૦ ગ્રામ માખણ ચીઝ,
📋 મીઠું સ્વાદ અનુસાર,
📋 ચટણી સ્વાદ અનુસાર.
Image Source :
સૌપ્રથમ ડુંગળીમાં ભરવાનો મસાલો તૈયાર કરી લઈએ.
📋 એક પેનમાં તેલ ગરમ કરી તેમાં બટેટા અને ગાજરને એટલા તળો કે તે ડુંગળીમાં ભરવા માટે તૈયાર થઇ જાય.
📋 ત્યાર બાદ તે મિશ્રણને ઠંડુ થવા દો. ત્યાર બાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું, ચટણી અને ચીઝ ઉમેરી મસાલો તૈયાર કરી લો.
Image Source :
📋 ડુંગળીને વરાળે બાફી લો. તેના માટે તપેલીમાં પાણી રાખો. જાળી વાળી ડીશમાં ડુંગળી રાખી તેને પાણીની તપેલી ઉપર ઢાંકી રાખો.
📋 જ્યારે ડુંગળી બફાઈ જાય ત્યારે તેની અંદર માખણ લગાવી તૈયાર કરેલો મસાલો ભરી દો.
📋 મસાલો ભર્યા બાદ થોડું તેલ મૂકી રાઈમાં ડુંગળીનો વઘાર કરી થોડી વાર તેલમાં સાંતડી નીચે ઉતારી લો.
📋 તૈયાર છે ભરેલી ડુંગળીનું સ્વાદિષ્ટ શાક Image Source :
👱ભાઈઓ તથા 👱♀️બહેનો.
🥣 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો. અમે તમારા નામની સાથે તે આર્ટીકલ પબ્લીશ કરીશું. અને તેના ટાઈટલ ફોટોમાં તમારું નામ હશે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી ?
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
Image Source :
મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “સોશિયલ ગુજરાતી ”ના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.
ફેસબુક પેજ માટે નીચે ક્લિક કરો..⬇
➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google