ભાત બનાવવા માટે આપણે ઘણી વખત પોટ અથવા પ્રેશર કૂકરનો ઉપયોગ કરીએ છીએ. જો કે, પ્રેશર કૂકરમાં ચોખા ઝડપથી રાંધવામાં આવે છે. ઘણી વખત એવું બને છે, જ્યારે આપણે ગેસ પર ચોખા રાખી અને ભૂલી જઈએ છીએ, જેના કારણે તે બળી જાય છે. બળેલા ચોખા પ્રેશર કૂકરના તળિયે ચોંટી રહે છે, જેને દૂર કરવામાં ઘણો સમય લાગે છે. એટલું જ નહિ, ઘણાં કલાકો સુધી ઘસો તો પણ બળી ગયેલા ચોખા કુકરના તળિયા પરથી ઉખડતા નથી.
આ સમસ્યાને દૂર કરવા માટે, કેટલાક લોકો પ્રેશર કૂકરમાં પાણી ભરે છે અને તેને બે કલાક માટે છોડી દે છે, ત્યાર બાદ તેને સાફ કરે. જો કે, તે જરૂરી નથી કે દરેક પાસે એટલો સમય હોય. તો તેના માટે આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ વિશે જણાવશું, જેનાથી તમે સરળતાથી પ્રેશર કૂકરના તળિયે બળીને ચોંટી ગયેલા ચોખાને સરળતાથી દૂર કરી શકો છો. એટલું જ નહિ, પ્રેશર કૂકર, પેન અથવા અન્ય વાસણોમાંથી બળી ગયેલા ચોખાને દૂર કરવા માટે પણ તમે આ યુક્તિઓ અજમાવી શકો છો. જે તમારો સમય પણ બચાવી લેશે અને સરળતાથી સાફ પણ કરી દેશે.
વિનેગર : જો બળી ગયેલા ચોખા પ્રેશર કૂકર અથવા પેનમાં અટવાય જાય, તો તેને દૂર કરવાની શ્રેષ્ઠ રીત વિનેગર છે. મોટા બાઉલમાં, 1 કપ પાણીમાં 1 કપ વિનેગર મિક્સ કરો. આ સિવાય, જો તમે ઈચ્છો તો રાંધેલા ચોખાની માત્રા અનુસાર વિનેગરની માત્રામાં વધારો અથવા ઘટાડો કરી શકો છો. પ્રયત્ન કરો કે, બળી ગયેલા ચોખા વિનેગરના પાણીમાં સંપૂર્ણપણે ડૂબેલા હોય.
હવે તેને ગેસ પર મૂકો અને તેને ઉકળવા દો. આ પછી તમે જોશો કે બળી ગયેલા ચોખા જાતે જ બહાર આવી રહ્યા છે. બધા ચોખા એકબીજાથી અલગ થઈ જાય એટલે ગેસ બંધ કરો. ત્યાર બાદ બધા ચોખા કાઢી લો અને પ્રેશર કુકરને સામાન્ય ડીશ વોશ લિક્વિડથી સારી રીતે સાફ કરો અને જોશો તો કુકર થઈ ગયું હશે એકદમ સાફ.
લીંબુ : જો ઘરમાં વિનેગર ન હોય તો ચિંતા કરવાની જરૂર નથી, તેના બદલે લીંબુનો પણ ઉપયોગ કરી શકાય છે. તમને જણાવી દઈએ કે, લીંબુ સૌથી મહત્વનું ઘટક છે. જે સ્વાદ વધારવા ઉપરાંત ઘરની સફાઈ માટે પણ ઉપયોગમાં લેવામાં આવે છે.
તો પ્રેશર કૂકરમાં ચોંટી ગયેલા ચોખાને બહાર કાઢવા માટે 2 લીંબુને ચાર ભાગમાં કાપો. હવે પ્રેશર કૂકરમાં લીંબુના ટુકડા નાખો અને તેમાં 3 થી 4 કપ પાણી મિક્સ કરો. ગેસ ચાલુ કરો અને પ્રેશર કૂકર રાખો. ખરેખર લીંબુમાં સાઇટ્રસના ગુણધર્મો હોય છે, તેથી તે જલ્દી ઉકળવા લાગે છે અને ચોખા ઉપરની તરફ આવવાનું શરૂ કરશે. તે પછી તેને સામાન્ય રીતે સાફ કરો.
બેકિંગ સોડા : જો પ્રેશર કૂકરમાં ચોખા ખુબ જ બળી ગયા હોય અને બધી ટ્રિક્સ અજમાવ્યા પછી પણ તે બહાર ન આવતા હોય તો ખાવાના સોડા અજમાવો. આ માટે, પહેલા પાણી લો અને તેમાં વિનેગર અને ખાવાનો સોડા મિક્સ કરીને સોલ્યુશન તૈયાર કરો.
હવે આ સોલ્યુશનને પ્રેશર કૂકર અથવા અન્ય કોઈ વાસણમાં મિક્સ કરો અને તેને 10 મિનિટ માટે રહેવા દો. તેનાથી બળી ગયેલા ચોખા ફુલશે અને તે કોઈ પણ સ્ક્રબરની મદદ વગર ઉખડી જશે. ત્યાર પછી તમે તેને અન્ય વાસણોની જેમ સરળતાથી ધોઈ શકો છો.
જો ચોખા બળી ગયા પછી પ્રેશર કૂકર અથવા અન્ય કોઈ વાસણમાં પણ કોઈ ખાવાની વસ્તુ ચીપકી જાય તો આ ટીપ્સ ચોક્કસ અજમાવો. તમારું કામ સરળતાથી થઈ જશે અને સમય પણ બચી જશે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી