મીઠા લીમડાના પાંદમાં ઘણા પ્રકારના ઔષધીય ગુણો રહેલા હોય છે. જે આપણી સેહદ માટે ખુબ જ ફાયદાકારક હોય છે. મીઠા લીમડાના પાંદને હિન્દીમાં કડી પત્તાના નામે પણ ઓળખવામાં આવે છે. આમ જોઈએ તો મીઠા લીમડાના પાંદનો ઉપયોગ વધારે દક્ષીણ ભારતીય વ્યંજનોમાં વધારે ઉપયોગમાં લેવામાં આવે છે. પરંતુ આજકાલ દરેક ઘરોમાં મીઠા લીમડાનો ઉપયોગ રસોઈ દરમિયાન કરવામાં આવે છે. મીઠા લીમડાનો ઉપયોગ ગુજરાતમાં મસાલા રૂપે કરવામાં આવે છે.
પરંતુ મીઠા લીમડાનો પ્રયોગ ભોજનમાં સ્વાદને વધારવા માટે કરવામાં આવે છે. તેનાથી આપણ ભોજનમાં સ્વાદ તો વધે જ છે, પરંતુ મીઠા લીમડાથી આપણા શરીરમાં થતી બીમારીઓને દુર રાખવામાં પણ આપણી મદદ કરે છે. મીઠા લીમડાના પાંદમાં આયરન, કેલ્શિયમ, ફોસ્ફરસ અને બીજા ઘણા પ્રકારના વિટામીન રહેલા હોય છે. તો આજે અમે તમને જણાવશું કે મીઠા લીમડાના પાંદમાં શું શું ગુણ હોય છે અને કંઈ કંઈ સમસ્યામાં આપણને રાહત અપાવે છે. તો ચાલો જાણીએ સામાન્ય લાગતા મીઠા લીમડાના ગુણો વિશે. ડાયેરિયા પર નિયંત્રણ : મીઠા લીમડાના પાંદમાં કાર્બાજોલ એલ્કાલોયેડ્સ પણ જોવા મળે છે. જે પેટ માટે ખુબ જ ફાયદાકારક હોય છે. મીઠા લીમડાથી આપણા પેટમાંથી પિત્તને દુર કરે છે. તેના સેવન માટે થોડા મીઠા લીમડાના પાંદની પેસ્ટ બનાવો અને તેને છાસમાં મિક્સ કરીને તેને દિવસમાં બે થી ત્રણ વાર સેવન કરો. તેનાથી ડાયેરિયામાં ખુબ જ રાહત મળશે.
ડાયાબિટીસમાં પણ રાહત અપાવે : મીઠા લીમડાના પાંદમાં એન્ટીડાયાબિટીક એજન્ટ હોય છે અને તે ફાયબર અને ઇન્શુલંસની માત્રાને નિયંત્રણમાં રાખે છે. સાથે સાથે બ્લડ શુગરના લેવલને પણ ઘટાડે છે. ડાયાબિટીસના ઈલાજ માટે લગભગ ત્રણ મહિના સુધી રોજ સવારે ખાલી પેટ 4 થી 5 મીઠા લીમડાના પાંદનું સેવન કરવું જોઈએ.
સફેદ વાળથી છુટકારો : મીઠા લીમડાના પાંદમાં વિટામીન B1, B3, B9 રહેલા હોય છે. તેના સિવાય મીઠા લીમડામાં આયરન, કેલ્શિયમ અને ફોસ્ફરસ પણ ભરપુર માત્રામાં જોવા મળે છે. માટે મીઠા લીમડાના પાંદનું સેવન કરવાથી ઉમર પહેલા જે વાળ સફેદ થઇ જતા હોય તેમાંથી છુટકારો મેળવી શકો છો. 10 થી 15 મીઠા લીમડાના પાંદને રાત્રે પાણીમાં પલાળી રાખવાના, 6 થી 7 બદામ અને પલાળેલા પાંદને મિક્સ કરીને એક પેસ્ટ બનાવી લેવાની. ત્યાર બાદ પેસ્ટને માથામાં લગાવી દેવાની અને મસાજ કરવાની. અઠવાડિયામાં એક વાર આં પ્રયોગ કરવામાં આવે તો માથાના સફેદ વાળ કાળા થવા લાગશે. હૃદયની બીમારીઓથી છુટકારો : મીઠા લીમડાના પાંદમાં ભરપુર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જે બ્લડ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે. એટલા માટે જે લોકોને હૃદયને લગતી બીમારી હોય તેમણે જમવામાં મીઠા લીમડાનો ઉપયોગ વધારે કરવો જોઈએ. અથવા તો કાચા પણ ખાવા જોઈએ.
પીરીયડ્સ દરમિયાન દુઃખાવા રાહત : મહિલાઓને પીરીયડ્સ દરમિયાન દુઃખાવો થતો હોય છે, પરંતુ તેમાંથી નિજાત મેળવવા મીઠો લીમડો ખુબ જ અસરકારક હોય છે. એટલા માટે મીઠા લીમડાના પાંદના પાવડરનું સેવન કરવું જોઈએ. રોજ સવારે અને સાંજે હુંફાળા પાણી સાથે કરવું જોઈએ.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
Nice. Useful.
Useful.
Verry nice
very helpful
Very help fool
Veri helpful
વેરી ગુડ
Helpful.. Must try as recommended.