અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
🍪 બચેલી રોટલીમાંથી બનાવો બિસ્કીટ તવા પર 🍪
🍪 મિત્રો સામાન્ય રીતે તો લોકો બચેલી વાસી રોટલીને ફેંકી દેતા હોય છે તેનો કોઈ ખાસ ઉપયોગ નથી કરતા પરંતુ મિત્રો રોટલી એક એવી વસ્તુ છે કે તે વધે તો તમે તેનો ઉપયોગ કરીને ઘણી બધી વસ્તુ બનાવી શકો છો અને તમારી રોટલીને વેસ્ટ થતા બચાવી શકો છો. અને આમ પણ તમે સીધી કાચા લોટમાંથી કોઈ રેસેપી બનાવો તો તે કાચી રહેવાની સંભાવના રહે છે.
🍪 પરંતુ અહીં તો આપણે રોટલીનો ઉપયોગ કરેલો છે એટલે લોટ કાચો રહે તેવો કોઈ પ્રશ્ન નથી થતો. આજે અમે તમને બચેલી રોટલીનો સૌથી બેસ્ટ ઓપ્શન જણાવવા જઇ રહ્યા છીએ. તે છે બચેલી રોટલીમાંથી બિસ્કીટ. મિત્રો તમે વધેલી રોટલીનો આ રીતે પણ ઉપયોગ કરી શકો છો. અને બાળકોને નાસ્તામાં પણ આપી શકો છો આ બિસ્કીટ અને સૌથી સારી બાબત તો એ છે કે આ એકદમ હેલ્થી બિસ્કીટ બનશે. તો ચાલો જાણીએ કે કંઈ રીતે તમે વધેલી રોટલીમાંથી બિસ્કીટ બનાવી શકો છો.
👩🍳 વધેલી રોટલીમાંથી બિસ્કીટ બનાવવા માટે જોઈતી સામગ્રી:- 👩🍳
🥄 ત્રણ રોટલી,
🥄 અડધો કપ બટર, (બટરની જગ્યાએ તમે ઘી પણ લઇ શકો છો.)
🥄 અડધો કપ દળેલી ખાંડ, (તમે તમારા સ્વાદ મૂજબ વધારે કે ઓછી ખાંડ લઇ શકો છો.)
🥄 બે બે ચમચી કાજુ,બદામ,
🥄 એક ચમચી એલચી પાવડર,
🥄 એક ચમચી પીળો ફૂડ કલર, (ઓપ્શનલ છે તમે ફૂડ કલર નાં હોય તો નાં નાખો તો પણ ચાલે.)
👩🍳 વધેલી રોટલીમાંથી બિસ્કીટ બનાવવાની રીત:- 👩🍳
🍪 સૌથી પહેલા તો આપણે રોટલીને પીસીને તેનો પાવડર બનાવવાનો છે તેના માટે તમારે રોટલી શેકવાની જરૂર નથી. તમે તેનો સીધો જ પીસીને પાવડર બનાવી શકો છો.
🍪 પાવડર બનાવા માટે રોટલીના ટૂકડા કરી લો અને તેને મીક્ષ્યર જારમાં નાખીને પીસીને તેનો પાવડર બનાવી લો.
🍪 હવે એક બાઉલમાં અથવા તો થાળીમાં રોટલીના પાવડરને ચાળી લો. (રોટલીનો પાવડર પાંચ મિનીટ સુધી રાખ્યા બાદ જ તેને ચાળવાનો છે)
🍪 હવે મીક્ષ્યરમાં કાજુ અને બદામ નાખીને તેને પણ પીસી લો. અને તેને રોટલીના લોટ સાથે ચાળી લો.
🍪 હવે એક બીજા બાઉલમાં બટર લઇ લો અને તેમાં દળેલી ખાંડ ઉમેરી દો.
🍪 હવે બટર અને માખણને ખૂબ હલાવીને તેનું એક ક્રીમી મિશ્રણ બનાવી લો.
🍪 હવે તે મિશ્રણમાં તમે રોટલીનો પાવડર અને કાજુ બદામનો પાવડર ઉમેરી દો અને બધું બરાબર મિક્સ કરી લો. હવે તમારે તેનો લોટ બાંધવાનો છે જો તે મિશ્રણમાં લોટ ન બંધાઈ તો તમે તેમાં જરૂરીયાત મૂજબ દૂધ ઉમેરી શકો છો.
🍪 એક લોટ બની જાય ત્યાર બાદ તેને પાંચથી દસ મિનીટ માટે ઢાંકીને સેટ થવા દો.
🍪 હવે પાંચથી દસ મિનીટ બાદ લોટમાંથી બિસ્કીટ બનાવી લો.
🍪 બિસ્કીટ બનાવ્યા બાદ હવે એક પ્લેટ લો અને પ્લેટ ઉપર બટર પેપર પાથરી દો અને તેની ઉપર થોડું તેલ લગાવી તેને ગ્રીસ કરી લો. (તમે એલ્યુમીનીયમ પેપરનો પણ ઉપયોગ કરી શકો છો.) આ રીતે કરવાથી આપણા બિસ્કીટ બળશે નહિ.
🍪 હવે તેની પર જેટલા બિસ્કીટ સમાય જાય તેટલા બિસ્કીટ ગોઠવી દો. પ્લેટ નાની અથવા તો મધ્યમ કદની લેવાની છે.
🍪 હવે મોટી પેન લો અને તેને ગરમ કરો હવે તેમાં મીઠું નાખી દો અને તેની પર સ્ટેન્ડ રાખી દો અને તેને દસ મિનીટ ગરમ થવા દો.
🍪 ત્યાર બાદ તેમાં બિસ્કીટની પ્લેટ મૂકી દો. હવે તમે એક ડીશ અથવા મોટો વાટકો લઇ લો. હવે તમારે આખી પેનને તેનાથી કવર નથી કરવાની પરંતુ તમારી બિસ્કીટની ડીશને વ્યવસ્થિત કવર કરવાની છે માટે તેને બિસ્કીટની પ્લેટ પર એવી રીતે ઢાંકી દો કે જેનાથી તમારી બિસ્કીટ વાળી પ્લેટ સારી રીતે કવર થઇ જાય.
🍪 હવે ત્યાર બાદ તેને પકાવો પંદરથી વીસ મિનીટ સુધી અને પછી તપાસો કે તમારા બિસ્કીટ તૈયાર થઇ ગયા છે કે નહિ અને જો બરાબર ન થયા હોય તો ફરી ત્રણથી ચાર મિનીટ સુધી બિસ્કીટ શેકો.
🍪 બિસ્કીટ શેકાયા બાદ તમારે તેને બહાર કાઢી લેવાના છે અને તેને ઠંડા થવા દો.
🍪 હવે તમે તેને ખાઈ શકો છો તેમજ તમારા બાળકોને પણ આપી શકો છો. આ રીતે તમે બચેલી રોટલીમાંથી બિસ્કીટ બનાવી શકો છો. અને વેસ્ટમાંથી બેસ્ટ બિસ્કીટ બનાવી શકો છો. બાળકોને વધારે પસંદ આવશે તમારા વેસ્ટમાંથી બેસ્ટ બિસ્કીટ માટે રોટલી બચે તો એકવાર આ બિસ્કીટ જરૂર બનાવજો.
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી