ટેસ્ટમાં બેસ્ટ અને હેલ્થ માટે શ્રેષ્ઠ છે કાચી કેરીનું આ શાક, મોટાભાગના લોકો નથી જાણતા તેના ફાયદા.

મિત્રો તમે જાણો છો કે હવે ઉનાળો શરૂ થઈ ગયો છે આથી બજારમાં હવે કાચી કેરી આવવા લાગી છે. આથી લોકો હવે કેરીની વિવિધ વાનગીઓ બનાવીને ખાવાનું શરૂ કરી દેશે. જો કે તમે કેરીની અનેક વાનગીઓ બને છે. જેમ કે કાચી કેરીનું તમે અથાણું બનાવો છો, તેનો મુરબ્બો બનાવો છો, અથાણા પણ કેટલીય જાતના હોય છે. તેમજ જો તમ કાચી કેરીની કોઈ નવી જ વાનગી અજમાવવા માંગો છો આજે અમે તમને કાચી કેરીનું શાક બનાવવા વિશે જણાવશું અને તેના ફાયદા પણ જણાવશું.

ઉનાળામાં લોકો જેટલી પાકી કેરી ખાવાનું પસંદ કરે છે એટલું જ કાચી કેરીને ખાવાનું પસંદ કરે છે. ઉનાળામાં લોકો ખુબ જ ઉત્સાહ સાથે કાચી કેરી ખાય છે. કાચી કેરી ઉપયોગ માત્ર ભોજનનો સ્વાદ વધારવા માટે જ નહિ, પણ તમને ઘણી રીતે સ્વસ્થ પણ રાખે છે. નિયમિત રીતે કાચી કેરીના સેવનથી રક્ત સંબંધી વિકારોને ઠીક કરી શકાય છે. આ રીતે તેના બીજા ઘણા ફાયદાઓ છે, જે આપણને કાચી કેરીને અલગ અલગ રીતે ખાવાથી થાય છે.પણ તમે કાચી કેરીનું શાક પણ બનાવી શકો છો. જે લોકોને ખુબ જ પસંદ આવે છે. ઉનાળામાં કેરી, કાચી કેરીનું શાક ખુબ જ ફાયદાકારક છે. તે તમારા શરીરમાં વધતી ગરમીને ઓછી કરે છે. તો ચાલો જાણીએ કે કેવી રીતે બને છે કાચી કેરીનું શાક.

કાચી કેરીનું શાક બનાવવામાં જોઈતી સામગ્રી : કાચી કેરી, ગોળ, જીરું, લાલ મરચું, રાઈ, તજ, હિંગ, મીઠું સ્વાદ મુજબ, ચાલો તેને બનાવવાની રીત જાણી લઈએ.

કાચી કેરીનું શાક બનાવાવની રીત : સૌથી પહેલા કાચી કેરીને સારી રીતે સાફ કરીને તેને સમારી લો અને તેને ઉકળવા માટે મૂકી દો, સારી રીતે ઉકળી ગયા પછી તેમાં ગોળ મિક્સ કરી લો, ગોળ મિક્સ કર્યા પછી એ તેમાંથી પાણીને અલગ ગાળી લો. હવે કાચી કેરીમાં લાલ મરચું નાખો તેને સારી રીતે મિક્સ કરી લો, પછી તેમાં થોડું પાણી નાખીને તેમાં રાઈ અને તજ નાખો અને તેને ઉકળવા માટે મૂકી દો, સારી રીતે ઉકળવા લાગે એટલે તેમાં સ્વાદ મુજબ મીઠું નાખો. આ રીતે કાચી કેરીનું શાક તૈયાર થઈ ગયા પછી તેને તમે રોટલી, રાઈસની સાથે ખાઈ શકો છો. હવે આપણે જાણીએ કેરીનું શાક ખાવાના ફાયદાઓ વિશે.ડીહાઈડ્રેશનથી કરે છે બચાવ : વધતો ઉનાળો અને ગરમીને કારણે અકસર લોકોના શરીરમાં પાણીની કમી થઈ જાય છે અને પછી તેઓ લુ નો શિકાર બને છે. તેનાથી બચવા માટે આખા ઉનાળામાં તમારી પાસે કાચી કેરી છે. જે તમને ગરમીઓમાં સ્વસ્થ રાખવાનું કામ કરે છે. તમે નિયમિત રીતે કાચી કેરીનું સેવન કરો છો અને તમે ડીહાઈડ્રેશનથી પોતાનો બચાવ કરવા માંગો છો તો કાચી કેરીનું સેવન કરો. તે માટે તમે કાચી કેરીનું જ્યુસ પણ પી શકો છો.

પેટની સમસ્યા દુર થાય છે : કાચી કેરીનું સેવન કરવાથી તમારા પેટ સંબંધી બધી જ તકલીફ દુર થઈ જાય છે. ઉનાળામાં કાચી કેરીનું સેવન કરવાથી તમને થતી કબજિયાતની તકલીફ, દસ્ત, અપચો જેવી સમસ્યાઓને દુર કરી શકો છો. આ સાથે જ જો તમે પોતાની પાચનશક્તિ વધારવા માંગો છો તો આ માટે તમારે દરરોજ રાત્રે સૂતા પહેલા કોઈ પણ રીતે કાચી કેરીનું સેવન કરવું જોઈએ.હૃદય માટે ફાયદાકારક છે : હૃદય સ્વાસ્થ્ય જેનાથી આજકાલ મોટાભાગના લોકો પીડિત છે અને જે લોકો બચેલા છે તેઓ તેનાથી બચવાની કોશિશ કરી રહ્યા છે. તો તમને જણાવી દઈએ કે, કાચી કેરીમાં એવા ગુણ હોય છે જે તમારા હૃદય સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. આ સાથે જ એ તમારા બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે અને હાર્ટએટેકના ખતરાને ઓછો કરે છે.

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment