શિયાળામાં આ સસ્તી વસ્તુનું સેવન વધારી દેશે તમારી ઇમ્યુનિટી અને શરીરનો ગરમાવો, આવી મહિલાઓ માટે તો છે વરદાન સમાન…

હાલ શિયાળાના દિવસો હોવાથી સ્વાભાવિક છે કે, દરેકને શરીરને અંદરથી ગરમ રાખે એવું ફૂડ ખાવું જોઈએ. આથી તમે આ શિયાળામાં સુખડી, અળડિયો, તેમજ દેશી મસાલાઓનું સેવન કરો છો. આ શિયાળામાં વિશેષ રૂપે લોકો જયારે સુખડી બનાવે છે ત્યારે તેમાં ગુંદર નાખે છે. આ ગુંદર એ અનેક પોષક તત્વોથી ભરપુર માનવામાં આવે છે. તેનાથી સ્વાસ્થ્યને અનેક ફાયદાઓ મળે છે.

ગુંદરનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, ઝાડના થડમાં ચીરો પડવાથી જે રસ નીકળે છે. તે જ ગુંદર હોય છે. તે સુકાઈ ગયા પછી કથ્થાઇ રંગના ક્રિસ્ટલ જેવો દેખાય છે. ખાવા માટે માત્ર બબુલ એટલે કે બાવળનાં ઝાડનો જ ગુંદર ઉપયોગી નથી થતો, પરંતુ લીમડા અને પલાશના ઝાડના ગુંદરનો પણ ઉપયોગ થાય છે. આ બધા ઝાડના ગુંદરને ખાવાથી સ્વાસ્થ્યને એક નહીં પરંતુ ઘણા પ્રકારના ફાયદાઓ થાય છે. આ ગુંદર એ શરીરને પોષક તત્વો આપતા હોવાથી તેનું સેવન ખુબ જ સારું માનવામાં આવે છે.

એક બાજુ જ્યાં શિયાળની ઋતુ શરૂ થઈ ગયી છે. તો ત્યાં બીજી બાજુ દુનિયા આખીમાં કોવિડ ફરીથી ફેલાવા લાગ્યો છે. તેવામાં અમે તમને ગુંદર ખાવાના એવા કેટલાક ફાયદાઓ જણાવશું, જેનાથી તમે શરદી અને બીમારી બન્નેથી તમારી જાતને સુરક્ષિત રાખવામાં સફળ થઈ શકશો. શિયાળામાં ગુંદર શરીરને ગરમી તો આપે જ છે, સાથે જ ઘણા બીજા પ્રકારના સ્વાસ્થ્ય લાભ આપવામાં પણ મદદ કરે છે. શિયાળામાં શરીરને વાયરલ ઇન્ફેકશનથી બચાવવા માટે ગુંદર ખુબ જ ગુણકારી છે.

હવે તમને સ્વાસ્થ્ય માટે ગુંદરના ફાયદાઓ જણાવતા પહેલા એ પણ જણાવી દઈએ કે, ઝાડના થડમાં ચીરો પડવાથી જે રસ નીકળે છે. તે જ ગુંદર હોય છે. તે સુકાઈ ગયા પછી કથ્થાઈ રંગના ક્રિસ્ટલ જેવો દેખાય છે. જો કે તેનું સેવન માટે માત્ર બાવળનાં ઝાડનો જ ગુંદર ઉપયોગી નથી થતો, પરંતુ લીમડા અને પલાશના ઝાડના ગુંદરનો પણ ઉપયોગ થાય છે. આવો જાણીએ ગુંદરના સ્વાસ્થ્ય સંબંધી ફાયદાઓ વિશે.

1 ) ઇમ્યુનિટી વધારે છે : જો તમે પોતાની ઈમ્યુન સિસ્ટમ મજબુત કરવા માંગતા હો તો તમે આ શિયાળામાં ગુંદરનું સેવન કરી શકો છો. ગુંદર ખાવાથી ઇમ્યુનિટી બુસ્ટ થાય છે. હવે જ્યારે કોરોના ફરીથી આવી રહ્યો છે, એવામાં તે તમારી ઇમ્યુનિટી વધારવામાં ઘણી મદદ કરી શકે છે. ગુંદર અને લોટથી બનેલા લાડવાઓનું સેવન જો તમે દૂધ સાથે કરો છો તો, તેનાથી તમારી ઇમ્યુનિટી ઘણી જ બુસ્ટ થઈ શકે છે.

2 ) પ્રેગ્નેન્સીમાં ફાયદાકારક : પ્રેગ્નેન્સી વખતે મહિલાઓના હાડકાં ઘણા નબળા પડવા લાગે છે. તેવામાં ગુંદરનું સેવન તેમના માટે ઘણું ફાયદાકારક ગણવામાં આવે છે. તેના સેવનથી પ્રેગ્નેન્ટ મહિલાઓની આ તકલીફ ઓછી થઈ શકે છે.

3 ) ડિલિવરી પછી તાકાત આપે છે : બાળકના જન્મ પછી મહિલાઓમાં ઘણી નબળાઈ આવી જાય છે. તેવામાં ગુંદરના લાડવા કે પંજરીનું સેવન કરવાથી નબળાઈ દૂર કરી શકાય છે. એટલું જ નહીં જે પ્રસૂતાઓને ઓછું દૂધ બનવાની ફરિયાદ રહેતી હોય, તેમની આ તકલીફ પણ ગુંદરનું સેવન કરવાથી ઓછી થઈ જાય છે.

4 ) શિયાળામાં ગરમી આપે છે : શિયાળામાં ગુંદરનું સેવન કરવાથી શરીરમાં ગર્માહટ રહે છે, જેનાથી ઠંડીની અસર ઓછી થાય છે. તેમજ ગુંદર ખાવાથી શરીરમાં ફ્રેશનેસ અને સ્ટ્રોંગનેસનો પણ અનુભવ થાય છે.

5 ) અનેક બીમારીઓને દૂર રાખે છે : આજકાલ તમામ પ્રકારની બીમારીઓ થવાનો ભય આપણને રહેતો હોય છે. તેનું ખાસ કારણ છે ભેળસેળના આ સમયમાં મોટાભાગની વસ્તુઓ અશુદ્ધ મળે છે. તેવામાં ગુંદરથી બનેલા ખાદ્ય પદાર્થો ખાવાથી બીમારીઓનો ભય ઓછો થાય છે. તેનાથી મસલ્સ પણ મજબૂત બને છે. આટલું જ નહિ ગુંદરનું સેવન કરવાથી હાર્ટ સંબંધિત મુશ્કેલીઓ થવાનો ભય પણ ઓછો રહે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment