ઘરે બનાવી ખાવા લાગો આ ચમત્કારિક લાડુ, હાઈ બિપિ, કેન્સર, ખરાબ કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, જેવા 12 ગંભીર રોગો થશે દુર… જાણો બનાવવાની રેસિપી…

અળસી અને તલનું સેવન તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું માનવામાં આવે છે. તેમાં રહેલ પોષક તત્વો તમારા શરીરને ઠંડી સામે રક્ષણ પૂરું પાડે છે. આજે આપણે આ લેખમાં અળસી અને તલના લાડવાનું સેવન કરવાથી થતા ફાયદાઓ વિશે જાણીશું. 

ઠંડી ઋતુ જેવી શરૂ થાય, આપણે બધા જ ગરમ તાસીર વાળા ફૂડ્સ ખાવાના શરૂ કરી દઈએ છીએ. એવા ઘણા ફૂડ્સ છે જેના સ્વાદ અને સ્વાસ્થ્યના લાભોનો આનંદ લઈ શકાતો નથી. એવું જ એક બહેતરીન ફૂડ છે અળસી અને તલના લાડવા. આપણે બધા જ ઠંડી શરૂ થયા પછી અળસી અને તલના લાડવાનું સેવન કરીએ છીએ. આ લાડવા ખાવામાં એટલા સ્વાદિષ્ટ હોય છે, એટલા જ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક પણ હોય છે. સાથે જ તેને બનાવવા પણ ખૂબ જ સરળ છે. તલમાં વિટામિન બી, આયરન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, કોપર, ઝીંક, મેંગેનીઝ, ફૉસ્ફરસ, સેલેનિયમ વગેરે ભરપૂર હોય છે. તેમજ અળસીના બીજની વાત કરીએ તો, તે હેલ્થી ફૈટ્સનો સારો એવો સ્ત્રોત છે, સાથે જ પોષકતત્વોનું પાવરહાઉસ છે. અળસીના બીજમાં વિટામિન બી, સી, ડાઈટ્રી ફાઈબર, સોડિયમ, પ્રોટીન, કેલ્શિયમ, આયરન, મેગ્નેશિયમ, ફૉસ્ફરસ, ફોલેટ વગેરે વિટામીન્સ અને મિનરલ્સ ભરપૂર હોય છે. સાથે જ અળસીના લાડવામાં દેશી ઘી અને ગોળનો પણ ઉપયોગ કરવામાં આવે છે અને બંને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. 

અળસી અને તલના લાડવા ખાવાથી સ્વાસ્થ્યને ક્યાં ક્યાં ફાયદાઓ મળે છે, આ વિષય પર વધારે જાણકારી માટે અમે ક્લિનિકલ ન્યુટ્રિશનિસ્ટ અને ડાયેટિશિયન સાથે વાત કરી. ઘણા લોકો સામાન્ય રીતે પૂછતા હોય છે કે, અળસી અને તલના લાડવા ઘરે કઈ રીતે બનાવવા અથવા તેની સરળ રેસીપી જણાવો. આ લેખમાં અમે તમને અળસી અને તલના લાડવા ખાવાના 12 ફાયદાઓ, સાથે જ સરળ રેસીપી જણાવીશું.અળસી અને તલના લાડવાના ફાયદાઓ:- 1) વજન જાળવી રાખવામા મદદ કરે છે. વજન ઘટાડવાની વાત હોય કે વધારવાની, અળસી અને તલના લાડવા બંનેમાં ફાયદાકારક છે. 2)કેન્સર જેવા ગંભીર રોગોના વિકાસના જોખમને ઘટાડે છે. 3)હાઇ બ્લડ પ્રેશરને ઓછું કરીને શરીરમાં બીપીના સામાન્ય સ્તરને જાળવી રાખવામા મદદ કરે છે. 

4) પેટ માટે ખૂબ જ ફાયદાકારક છે. ડાયેટ્રી ફાઈબરથી ભરપૂર હોવાને કારણે પાચન સારું બનાવે છે અને મેટાબોલીજ્મ પણ વધારે છે. 5) ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં અને એચડીએલ એટલે કે ગુડ કોલેસ્ટ્રોલ વધારવામાં મદદ કરે છે. હાર્મોન્સના સંતુલનને જાળવી રાખવામા મદદ કરે છે.6) હાડકાં અને માંસપેશીઓને મજબૂત બનાવે છે અને શરીરને અંદરથી મજબૂત બનાવે છે. 7) માનસિક સ્વાસ્થ્યમાં સુધારો કરે છે અને નીંદરથી જોડાયેલી સમસ્યાઓને પણ દૂર કરે છે. 8) થાક દૂર કરીને શરીરને એનર્જેટિક બનાવે છે. 9)ત્વચા અને વાળની ઘણી સમસ્યાઓ દૂર કરીને તેમને હેલ્થી રાખે છે. 

10) હ્રદય રોગોના જોખમને ઘટાડે છે અને હ્રદયને સ્વસ્થ રાખે છે. થાઈરૉઈડ ફંક્શનમાં સુધારો કરવામાં મદદરૂપ છે. 11) ઘૂંટણ અને સાંધામાં દુખાવા વગેરેથી છુટકારો અપાવવામાં મદદરૂપ છે. 12) શિયાળામાં તમને ઠંડીથી બચાવે છે અને શરીરને ગરમ રાખવામા મદદ કરે છે.અળસી અને તલના લાડવાની રેસીપી:- સામગ્રી:- અળસીના બીજ અને તલ બંને 30-40 ગ્રામ, ગોળ 40 ગ્રામ, ઈલાયચી પાવડર 1-2 ચમચી, દેશી ઘી 1-2 ચમચી, સૂકું નારિયેળ 2-3 ચમચી. 

કેવી રીતે બનાવવું:- સૌથી પહેલા અલગ-અલગ વાસણમાં અળસી અને તલને શેકી લો. બીજ થોડા ઠંડા થાય એટલે તેને એક બ્લેંડરમાં નાખો તેમાં સૂકું નારિયેળ અને એલાયચી પાવડર નાખીને ધીરે ધીરે અટકી અટકીને બ્લેન્ડ કરી લો. તેનાથી બીજ તેલ નહીં છોડે. 

હવે એક વાસણમાં ¼ કપ પાણી લો અને તેમાં ગોળનો પાવડર નાખીને ગરમ કરો, જેનાથી તે એક ચાસણી જેવુ બની જાય. ત્યારે ચાસણી તૈયાર થઈ જાય તો તેમાં બીજનો પાવડર નાખીને મિક્સ કરો. તેને વાસણમાં કાઢો અને થોડું ઠંડુ થવા દો અને નવશેકું થાય એટલે ગોળ ગોળ લાડવા બનાવી લો. તમારા લાડવા તૈયાર છે. તેને કોઈ એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરીને રાખી લો અને જ્યારે મન થાય ત્યારે ખાઈ લો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment