મિત્રો જેમ કે તમે જાણો છો તેમ શરીરને તંદુરસ્ત રાખવા માટે તમારે દરેક જરૂરી પોષક તત્વોનું સેવન કરવું જરૂરી હોય છે. જ્યાં સુધી તમારા શરીરમાં કોઈ પોષક તત્વની કમી છે, ત્યાં સુધી તમે ફીટ નથી રહી શકતા. અનેક પોષક તત્વોથી ભરપુર બદામ એ તમારા સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે ગુણકારી માનવામાં આવે છે.
શરીરને ફીટ અને હેલ્દી રાખવા માટે સંતુલિત અને પૌષ્ટિક ખાનપાનની જરૂર હોય છે. જો તમે સંતુલિત અને પૌષ્ટિક આહારનું સેવન કરો છો, તો તમારું શરીર અનેક બીમારીથી મુક્ત રહી શકે છે. આપણા દેશમાં હલવાનું સેવન ખુબ જ કરવામાં આવે છે. તે ખુબ જ સ્વાદિષ્ટ અને હેલ્દી માનવામાં આવે છે. તો બદામનો હલવો પણ ખુબ જ હેલ્દી માનવામાં આવે છે. બદામમાં રહેલ તત્વો તેને વધુ પૌષ્ટિક બનાવે છે. બદામનું સેવન આમ પણ શરીર અને મસ્તિષ્ક માટે સારું માનવામાં આવે છે. તેના સેવનથી તમારું શરીર ઘણી ગંભીર સમસ્યાઓ સામે રક્ષણ મેળવે છે. તે પચવામાં હળવો છે. તેને સર્જરી પછી, બીમાર અને કમજોર લોકોને પણ આપી શકાય છે. ચાલો તેના ફાયદાઓ વિશે જાણી લઈએ.
બદામનો હલવો ખાવાના ફાયદાઓ : બદામમાં પ્રોટીન, ફાઈબર, વિટામીન અને મિનરલ્સ જેવા બધા જ પોષક તત્વો પ્રચુર માત્રામાં રહેલા છે. સારી તંદુરસ્તી માટે બદામનું સેવન ખુબ જ લાભકારી છે. બદામનો હલવો પણ ફાયદાકારક છે. તેના સેવનથી શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે. બદામમાં પ્રોટીન, ફાઈબર, વિટામીન ઈ, કેલ્શિયમ, ઝિંક જેવા તત્વો શરીર માટે ઉપયોગી છે. બદામના હલવાનું સેવન કરવાથી શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર પણ નિયંત્રિત રહે છે. બદામને પલાળીને ખાવાથી શરીરમાં મેગ્નેશિયમની માત્રા વધે છે. જે ટાઈપ 2 ડાયાબિટીસ માટે ફાયદાકારક છે. નિયમિત રૂપે બદામનું સેવન હાર્ટ એટેક, સ્ટ્રોકના જોખમને પણ ઓછું કરે છે. તો ચાલો જાણીએ બદામના હલવાના ફાયદા.
વજન : બદામના હલવાનું સેવન કરવાથી વજન ઓછું કરવામાં મદદ મળે છે. બદામમાં કેલેરીનું પ્રમાણ ઓછું હોય છે અને તેમાં શરીર માટે જરૂરી ગુડ ફેટ, ફાઈબર અને પ્રોટીન પણ પ્રાપ્ત થાય છે. બદામના હલવાનું સેવન કરવાથી તમને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી અને તેમાં રહેલ ફાઈબર તમારું પેટ ભરેલું રાખે છે. વજન ઓછું કરવા માટે તમારે એ ધ્યાન રાખવું કે, તેને બનાવતી વખતે શુગર ઓછી નાખવી જોઈએ.
પાચનતંત્ર : બદામનો હલવો પાચનતંત્ર માટે ખુબ જ ઉપયોગી છે. તે સરળતાથી પચી જાય છે. તેમાં રહેલ ફાઈબર અને પ્રોબાયોટીક્સ પાચનતંત્ર સુધારવાનું કામ કરે છે. આ સિવાય તેમાં ઘી પણ ઉમેરવામાં આવે છે અને ઘી પણ પાચનતંત્ર માટે ફાયદાકારક માનવામાં આવે છે.
બ્રેન હેલ્થ : બદામનો હલવો બ્રેન એટલે કે મગજ માટે સારો માનવામાં આવે છે. તેમાં રહેલ રીબોફ્લેવીન અને એલ-કાર્ટીન મગજને તેજ કરવામાં મદદ કરે છે. આ પોષક તત્વો મગજને સુધારવાનું કામ કરે છે અને ઘણા પ્રકારની સમસ્યાઓના જોખમ ઓછું કરવાનું કામ કરે છે.
સ્કીન : બદામનું સેવન સ્કીન માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. બદામમાં વિટામીન ઈ રહેલ છે, જે વાળ અને સ્કીન બંને માટે ઉપયોગી છે. તેના નિયમિત સેવનથી સ્કીનને ઘણો ફાયદો થાય છે.
કોલેસ્ટ્રોલ અને મેટાબોલીઝ્મ : બદામમાં પ્રોટીન અને ફાઈબરની પર્યાપ્ત માત્રા રહેલી છે, જે પાચનને સુધારવાનું કામ કરે છે. બદામના સેવનથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઓછું થાય છે અને ગુડ કોલેસ્ટ્રોલનું સેવન વધે છે. તેનાથી મેટાબોલીઝ્મ તેજ થાય છે અને શરીરમાં રહેલ અનહેલ્દી ફેટ ઓછું થાય છે.
સામગ્રી : 250 ગ્રામ – બદામ, 13 ચમચી – દેશી ઘી, ખાંડ – જરૂર મુજબ.
બનાવવાની રીત : સૌથી પહેલા બદામને પાણીમાં થોડી ઉકાળી લો. ત્યાર પછી બધી બદામની છાલ કાઢી નાખો. હવે તેની થોડી કરકરી પેસ્ટ બનાવી લો. ત્યાર પછી એક વાસણમાં દેશી ઘી નાખો અને તેને થોડું ગરમ કરો. પછી તેમાં બદામની પેસ્ટ નાખો. ત્યાર પછી તેને ધીમા તાપે શેકતા રહો. તમે તમારી જરૂર મુજબ ખાંડ નાખો. ગોલ્ડન બ્રાઉન થાય એટલે તેને ગેસ પરથી ઉતારી લો. તમે તેને સમારેલ બદામ અથવા અન્ય નટ્સથી ગાર્નીશ કરી શકો છો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી