થાળીના બદલે આ પાન પર કરો ભોજન, શરીર રહેશે 100 વર્ષ સુધી નીરોગી. ક્યારેય નહિ થાય આટલી બીમારીઓ..

દક્ષિણ ભારતમાં સદીઓથી કેળાના પાનમાં ભોજન કરવાની પરંપરા છે. ખાસ કરીને ઓનમ જેવા ત્યોહાર ઉપર કેળાના પાન ઉપર જ ભોજનનું સેવન કરવામાં આવે છે. મહેમાનોને પાનની ઉપરના ભાગમા ભોજન પીરસવામા આવે છે અને પરીવારના સદસ્યો નીચલા ભાગ પર ભોજન રાખીને ખાય છે.

કેળાના પાન પર રાઈસ, મીટ, શાકભાજી, દાળ, કરી અને અથાણું બધી જ વસ્તુઓ સામેલ હોય છે. કારણ કે તે જુના ભોજનને સમાહિત કરવામાં પર્યાપ્ત છે. કેળાના પાનમાં ભોજન કરવાની આ પરંપરા હજારો વર્ષ જૂની છે. તો આજે આ લેખમાં અમે તમને તેના અદ્દભુત ફાયદા વિશે જણાવશું, માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.

ખનીજ અને નષ્ટ થઈ જાય છે કીટાણુંઓ : આયુર્વેદ અનુસાર જાણવા મળ્યું છે કે, કેળાના પાનમાં પ્લાન્ટ બેસ્ડ કમ્પાઉન્ડ્સ એટલે કે ખનીજોથી ભરપુર હોય છે. જેને પોલીફેનોલ્સ જેવા એપીગેલોકેટેચીન ગેલેટ અથવા ઈજીસીજી કહેવામાં આવે છે. જે ગ્રીન ટીમાં મળી આવે છે. પોલીફેનોલ્સ પ્રાકૃતિક  એન્ટી ઓક્સીડેન્ટ છે જે ફ્રી રેડીકલ્સ એટલે કે મુક્ત કણોથી બચાવ કરે છે અને બીમારીઓને રોકે છે.

જો તમે કેળાના પાનને સીધા ખાવ છો તો ડાઈજેસ્ટ નહિ કરી શકો, પણ તેમાં પીરસાયેલ ભોજન પાનમાંથી પોલીફીનોલ્સને અવશોષીત કરે છે, જે તમારા સ્વાસ્થ્યને પોષણ આપે છે. એવું પણ માનવામાં આવે છે કે, કેળાના પાનમાં એન્ટી બેક્ટેરીયલ ગુણ હોય છે. જે ભોજનના બધા કીટાણુને મારે છે. જેનાથી તમારી બીમાર પડવાની સંભાવના ઓછી થઈ જાય છે.

કેળાના પાનમાં ભોજનનો સ્વાદ : કેળાના પાનમાં એક મીણ જેવો લેપ હોય છે જે ખુબ સુક્ષ્મ હોય છે અને તે ભોજનનો સ્વાદ વધારે છે. જ્યારે ગરમ ભોજનને પાન ઉપર રાખવામાં આવે છે ત્યારે મીણ ઓગળે છે અને ભોજનને પોતાનો સ્વાદ આપે છે. જેનાથી ભોજનનો સ્વાદ ખુબ જ વધી  જાય છે.

પર્યાવરણને અનુકુળ : મોટાભાગના લોકો પ્લાસ્ટિક અથવા સ્ટાયરરોફોમ પ્લેટનો ઉપયોગ ત્યારે કરે છે, જ્યારે તેને ડીસ્પોજેબલ વાસણની જરૂર હોય છે. જો કે કેળાના પાન પર્યાવરણને વધુ અનુકુળ છે. આ પ્લાસ્ટીકની તુલનામાં ઓછા સમયમાં વિઘટિત એટલે કે જમીનમાં સમાયોજિત થઈ જાય છે.

સ્વચ્છ : કેળાના પાનને બહુ સફાઈ કરવાની જરૂરત નથી હોતી. તેને બસ થોડા પાણીમાં સાફ કરી શકાય છે અને થાળીના રૂપમાં તૈયાર થઈ જાય છે. જો તમે એવી જગ્યા પર ભોજન કરી રહ્યા છો જ્યાં હાઇજીન સ્ટેડર્ડ  પર સવાલ ઉભા થાય છે તો તેનાથી સારું છે કે તમે કેળાના પાનમાં ભોજન કરો.

કેમિકલ ફ્રી અને પ્રેક્ટીલ : જો કે પ્લેટને સાબુ અને પાણીથી ધોવા પડે છે. જેમાં સાબુમાં રહેલ રસાયણ પ્લેટમાં રહી જાય છે. જે ભોજનને દુષિત કરે છે. કેળાના પાનને માત્ર થોડા પાણીથી જ ધોવા જોઈએ. આથી તમારું ભોજન કેમિકલ મુક્ત અને રસાયણિક મુક્ત રહે છે. આ સિવાય કેળાના પાન ઘણા મોટા હોય છે. જેમાં બધું જ ભોજન એક સાથે પીરસી શકાય છે. કેળાના પાન ઘણા વોટર પ્રૂફ હોય છે.

કેળાના પાનમાં ભોજન કરવાના વધારાના ફાયદાઓ : દરરોજ કેળાના પાનમાં ભોજન કરવાથી વાળ સ્વસ્થ રહે છે. આ પાનમાં એવા તત્વો મળે છે જે તમને શરીર પરની ફોડલીઓ અને ચામડીના રોગ સામે રક્ષણ આપે છે. કેળાના પાનમાં ભોજન કરવાથી પેટને લગતી બીમારીઓ જેવી કે કબજિયાત, અપચો, ગેસ જેવી સમસ્યાઓ દુર રહે છે. લીલી શાકભાજીની જેમ જ કેળાના પાનમાં ઘણા એન્ટી ઓક્સીડેન્ટ હોય છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment