આજે અમે તમને 15 કિચન ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ, જે દરેક સ્ત્રીને વાનગીના સ્વાદને વધારવા માટે જાણવી એ ખુબ જ જરૂરી છે. નવી-નવી વાનગી બનાવવી એ લગભગ દરેક સ્ત્રીને પસંદ હોય છે અને નવી વાનગીને બનાવવી એ એક કળા હોય છે. તેમાંથી ઘણી વાનગી એવી હોય છે, જેને આપણે ઘણી વાર બનાવતા હોઈએ છીએ, પરંતુ તે વાનગીના ટેસ્ટમાં ઘણી વાર ફેરફાર થઈ જાય છે અને પૂરો સ્વાદ ફરી જાય છે.
એવું કહેવામાં આવે છે કે, હૃદય તરફનો રસ્તો પેટથી થઈને જાય છે, તેથી જ દરેક સ્ત્રીઓ હંમેશા સ્વાદિષ્ટ ખોરાક બનાવવાની ટિપ્સની શોધમાં હોય છે. સ્વાદિષ્ટ રસોઈ બનાવવી એ એક કળા છે, અને સ્વાદિષ્ટ રસોઈ બનાવવા માટે કેટલીક નવી વાનગીઓ બનાવવી એ જરૂરી છે. આ સિવાય જે પણ લોકોની રસોઈ સારી હોય છે, તેના હાથથી વાનગીમાં ઘણી વાર ફેરફાર થઈ જાય છે, અને તેથી જે ટેસ્ટ આવવો જોઈએ તે આવતો નથી, કે જેવો તે ટેસ્ટ લાવવા માંગે છે.આવી સ્થિતિમાં સ્ત્રી ચિંતામાં પડી જાય છે. જો તમારી સાથે પણ આવું કંઈ થઈ ચૂકયું છે અથવા તો થતું હોય છે તો, તમારે કેટલીક કિચન ટિપ્સને જરૂરથી અપનાવવી જોઈએ. તેનાથી તમારી રસોઈનો સ્વાદ એટલો વધી જશે કે, દરેક લોકો આંગળીને ચાટતા રહી જશે. આજે અમે તમને 15 કિચન ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ, કે જેની દરેક સ્ત્રીને જાણ હોવી જોઈએ.
પકોડા : ચા ની સાથે ગરમ ગરમ પકોડા દરેક લોકોને જમવા ખુબ જ પસંદ હોય છે. પરંતુ દરેક લોકો પકોડાને ક્રિસ્પી અને ટેસ્ટી બનાવી શકતા નથી. જો તમારે પકોડાને ટેસ્ટી બનાવવા છે, તો તેનું મિશ્રણ કરતાં સમયે તેમાં થોડું દૂધ ઊમરો. પરંતુ એક વાતનું ધ્યાન રાખો કે, મીઠાને દૂધ નાખ્યા પછી જ ઉમેરો. તેનાથી પકોડા ક્રિસ્પી બનશે.ખીર : જો તમને ઓછી મીઠી અને ઓછી ઘાટ્ટી ખીર ખાવાની પસંદ છે, તો ચોખાની ખીર બનાવતા સમયે તેની અંદરચપટી મીઠું ઉમેરી દો. તેનાથી ખીર ઓછી મીઠી થશે અને ખીરને ઘાટ્ટી બનાવવા માટે 1 ચમચી મખણાના લોટને ખીરમાં ઉમેરી દો.
ગ્રેવીને ઘાટ્ટી કરવા માટે : ગ્રેવીને ઘાટ્ટી બનાવવા માટે કોબીજને બાફીને તેની પ્યુરી બનાવીને મિક્સ કરો. હાય ફેટ ક્રીમની જગ્યા પર કોબીજનો ઉપયોગ કરવાથી ડિશ હળવી અને હેલ્દી બને છે. સ્વૈપ તમારા ભોજનમાં વધારે ફાઈબર, વિટામિન અને પોષક તત્વોને જોડે છે.
ચોખા : જો તમે ચોખાને ફુલેલા બનાવવા માંગો છો, તો ચોખાને બનાવતા સમયે તેમાં થોડું ઓઈલ અને લીંબુના રસના થોડા ટીપાંને ઉમેરો.બટાટાના પરોઠા : બટાટાના પરોઠાને ટેસ્ટી બનાવવા માટે, તેની સ્ટફિંગમાં થોડું શેકેલું જીરું, કસૂરી મેથી અને મેગી મસાલાને ઊમરો, આમ કરવાથી પરોઠાનો સ્વાદ ખુબ જ વધી જશે.
કેક : તમે ઘરે કેક બનાવી રહ્યા છો, તો 1 ચમચી ખાંડને પાણીમાં એટલી વાર ઉકાળો કે તેનો રંગ બ્રાઉન ન થઈ જાય. આ પછી તમે તેને કેકના બેટરમાં ઉમેરો. આમ, કરવાથી સ્વાદ અને રંગ બંને ખુબ જ સારા લાગશે.
કોફી અને ચા : દરરોજ સવારે એક હેલ્દી કેફીન કીક માટે તમારી ચા-કોફીમાં ખાંડની માત્રાને ઓછી કરવાની કોશિશ કરવાની જગ્યા પર, તેમાં થોડું મીઠું ઉમેરો. મીઠું તમારી પસંદગીની ચા અને કોફીનો સ્વાદ વધારશે. આ સિવાય આ ખાંડ જેવી, એક્સ્ટ્રા કેલેરી વિના કોફીની કડવાહટને ઘટાડે છે.કઢી : કઢી બનાવતા સમયે જો દહીં ફાટી જાય છે, તો કઢી બનાવતા સમયે તેને વારંવાર હલાવતા રહો અને આ પછી તેમાં મીઠાને ઉમેરો. આમ કરવાથી દહીં ક્યારેય ફાટશે નહીં.
પનીર : પનીરને એક વાસણમાં પાણી ભરીને રાખો. આમ કરવાથી પનીર તાજું રહેશે અને પાણીને થોડી થોડી વારે બદલતા રહો.
ઈટલી અથવા ઢોસા : ઈટલી અથવા તો ઢોસા બનાવતી વખતે તેની સામગ્રીમાં 1 ચમચી મેથીના દાણાને નાખીએ સારી બનાવો. તેનાથી ઈટલી અને ઢોસા ક્રિસ્પી બનશે.દાળ : જો તમારા બાળકો પ્રોટીનથી ભરેલ દાળ જમવાની ના કહે છે તો, દાળ બનાવતા સમયે તેમાં ચપટી હળદર અને 4 થી 5 ટીપાં બદામના તેલના નાખો. આમ, કરવાથી દાળ એટલી ટેસ્ટી બનશે કે, બાળકો દાળને ખાવા લાગશે.
ટેસ્ટી ગ્રેવી : ગ્રેવીને ટેસ્ટી બનાવવા માટે તેમાં ઓઈલની જગ્યા પર તેમાં ઘી ને ઉમેરો. ઓઈલનો ઉપયોગ કરવાથી શાકભાજીનો રંગ સારો આવતો નથી.
શાકભાજીનો રંગ : દરેક શાકભાજીનો રંગ સારો રાખવા માટે શાકભાજીને બનાવતી વખતે તેમાં 2 ચમચી દૂધને ઊમરો. તેનાથી શાકભાજીનો રંગ સુંદર લાગે છે. શાકભાજીનો નેચરલ રંગ રાખવા માટે તમે શાકભાજી બનાવતા સમયે તેમાં થોડી ખાંડ પણ નાખી શકો છો.આદું અને લસણની માત્રા : ગ્રેવી માટે આદુ અને લસણની પેસ્ટ બનાવતી વખતે હંમેશા લસણની માત્રા 60% અને આદુની માત્રા 40% હોવી જોઈએ. આવું એટલા માટે કારણ કે આદુંનો સ્વાદ ખુબ જ તેજ હોય છે.
ડુંગળીને જલ્દી ફ્રાય કરવા માટે : ડુંગળીને ફ્રાય કરતાં પહેલા તેલમાં થોડી ખાંડને ઉમેરો. આમ કરવાથી ડુંગળી જલ્દી ફ્રાય થશે અને બફાઈ જશે. સાથે જ શાકભાજીનો રંગ પણ ખુબ જ સારો આવે છે. આ બધી જ ટિપ્સને અપનાવીને તમે પણ અનેક વાનગીના સ્વાદને વધારી શકો છો.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી