કોનો ત્યાગ સૌથી મોટો…. વાર્તા – 3
મિત્રો રાજા વિક્રમના જવાબ આપતા જ વેતાળ ઉઠીને તેના મૂળ સ્થાને પહોંચી ગયો. ફરી પરાક્રમી રાજા વિક્રમે પોતાના પ્રયત્નોથી વેતાળને પીઠ પર ઉઠાવી ચાલતો થયો. અને વેતાળે એક નવી વાર્તા શરુ કરી…
એક કનકપુર નામની નગરી હતી જેનો રાજા હતો યશોધન ખુબ જ યુવાન રાજા હતો. ખુબ જ નાની ઉમરમાં તેને રાજાનું પદ સંભાળ્યું હતું. ઘણા રાજાઓએ તેવી પરિસ્થિતિમાં નાની વયે જ રાજાનું પદ સંભાળવું પડ્યું છે. આ રાજાના પિતાનું નિધન થયું હતું માટે યશોધને નાની વયે જ રાજાની પડવી સંભાળવી પડી હતી. પરંતુ નાની ઉમરનો હોવા છતાં પણ તે ખુબ જ સારો રાજા હતો. પ્રજાનું કલ્યાણ જ વિચારતો. પ્રજા પણ તે રાજાથી સુખી હતી. તેમના રાજ દરબારમાં એક વાર કૌશલ શેઠ વેપારી નર્તકીઓને લાવ્યો.
નર્તકીઓ ખુબ જ સુંદર અને નૃત્યમાં પારંગત હતી. બંને નર્તકીઓએ પોતાના મન મોહક નૃત્યથી બધાને દંગ કરી દીધા. રાજા યશોધન પણ તેની નૃત્યકલાથી પ્રસન્ન થયો. કૌશલ શેઠે રાજાને જણાવ્યું કે આ નર્તકીઓ હું તમને ભેટમાં આપવા માંગું છું. તે બંને તમારી દાસી બનીને રહેશે જયારે તમારે જરૂર હશે ત્યારે તમને તેના નૃત્યથી મનોરંજીત કરશે.
પરંતુ રાજા આ સાંભળી ગુસ્સે થયો. તે બંનેની કલાની કદર કરતા કહ્યું કે, “આ બંને મારી દાસી બનવાને લાયક નથી. તેની આટલી બધી અદ્દભુત કળા અને તું તે તારા રાજા ને ભેટ આપવા માંગે છે. આવું તુચ્છ કાર્ય ક્યારેય ન કરવું. આમ રાજા ગુસ્સે થયા બાદ તેમણે નર્તકીઓને સુવર્ણ મુદ્રા આપી તેને મુક્ત કરી. અને દરબાર માં જણાવ્યું કે, રાજ્યનું હિત વધે તેવા જ કાર્ય કરવા હંમેશા. આવા મહાન રાજા હતા યશોધન.
તે નગરમાં એક બીજા શેઠ રહેતા હતા. તેની એક કન્યા હતી. ખુબ જ સુંદર, ગુણવાન અને નાનપણથી જ રાજકુમારીની જેમ ઉછરીને મોટી થયેલી હતી. કન્યાના યુવાન થવાથી શેઠે વિચાર્યું કે તેની કન્યા માટે યોગ્ય વર શોધવો મુશ્કેલ છે. તેમણે વિચાર્યું કે સમગ્ર રાજ્યમાં માત્ર તેની જ પુત્રી રાજકુમારીની જેમ મોટી થઇ છે. માટે રાજા પાસે પ્રસ્તાવ મૂકવાનું વિચાર્યું.
રાજા પાસે તેની પુત્રીના વિવાહ માટેનો પ્રસ્તાવ મુક્યો. રાજાએ વિચાર્યું કે હું પોતે જાવ તેના બદલે વડીલો સમાન જુના તેમના પિતાના સમયથી કામ કરતા વડીલ જેવા બે સેનાપતિને કન્યા જોવા માટે મોકલ્યા. તેઓ બંને ગયા અને શેઠની પુત્રીને જોઇને આશ્વર્યચકિત થઇ ગયા કે આટલી સુંદર કન્યા સાથે ગુણવાન પણ આ કન્યા રાજા માટે એકદમ સુયોગ્ય છે.
તેઓ ખુશી ખુશી કન્યા જોઇને પરત ફરી રહ્યા હતા ત્યારે તેમને કૌશલ શેઠ મળ્યો અને ત્યાં હોવાનું કારણ પૂછ્યું ત્યારે તેને તે કન્યા વિશે માંડીને વાત કરી ત્યારે કૌશલ શેઠે જવાબ આપતા કહ્યું કે, જો રાજા આટલી સુંદર કન્યા સાથે વિવાહ કરશે તો તે રાજ્ય તરફ ધ્યાન નહિ આપી શકે. તે કન્યાના મોહમાં રહેશે. જેના કારણે રાજ્ય પાયમાલ થઇ જશે માટે એવું કંઇક કરો કે રાજાના વિવાહ તે કન્યા સાથે ન થાય. તે બંનેએ પણ તેવું જ વિચાર્યું અને તેની વાત સાથે સહમત થઇ એક યુક્તિ પ્રમાણે રાજા પાસે ગયા અને જણાવ્યું કે, “રાજા તે કન્યા તો તમારે લાયક છે જ નહિ માટે તમે તેની સાથે વિવાહ ન કરતા.”
રાજા તેની વાતથી સહમત થઇ જણાવ્યું કે કન્યાના પિતાની માંગીને કહેજો કે તેમને આ પ્રસ્તાવ મંજુર નથી. અને તેવું જ કરવામાં આવ્યું.
રાજા યશોધનને એક પ્રિય સેનાપતિ હતો ખુબ જ બળવાન અને વીર. તે એક દિવસ રસ્તામાં શેઠની કન્યાને સાથે ટકરાય જાય છે અને તેની સુંદરતા જોઈ એકદમ પ્રભાવિત થઇ જાય છે.તેમજ કન્યા પણ સેનાપતિને જોઈ ને મોહિત થઇ જાય છે. બંને એકમેકની આંખોમાં આંખો મેળવીને ત્યાં જ થોભી ગયા. સેનાપતિને તે કન્યા મનોમન ખુબ જ પસંદ આવી. તે તેનું તન મન હારી ગયો તેની સામે અને તેને કન્યાના પિતાને લગ્નનો પ્રસ્તાવ મુક્યો. શેઠે તે પ્રસ્તાવ સ્વીકાર્યો અને બંનેની સગાઇ કરવામાં આવી.અને બંને એક બીજાને મળવા લાગ્યા અને એક બીજાની વચ્ચે ગાઢ પ્રેમ થવા લાગ્યો.
એક વાર રાજા યશોધન નદી કિનારે પોતાના વડીલ સમાન બંને સેનાપતિઓ સાથે ચર્ચા કરી રહ્યા હતા. જયારે બીજી બાજુ યુવાન સેનાપતિ અને શેઠની કન્યા બંને મળવા આવ્યા હતા. કન્યાએ સેનાપતિને ઘોડેસવારીકરવા આપવાનું કહ્યું. અને કન્યા ઘોડા પર સવાર થઇ ઘોડેસવારી કરતા કરતા આગળ વધી અને ઘોડો થોડો બેકાબુ બની ગયો હતો. તે આગળ ને આગળ વધતો જતો હતો.
અને તે ઘોડો ત્યાં આવી પહોંચી જ્યાં રાજા યશોધન અને તેમના બંને સેનાપતિઓ હતા. ઘોડો રાજા પાસે આવીને અટકી ગયો રાજા કન્યાને જોઇને મોહિત થઇ ગયા. તેની સુંદરતાથી ખુબ જ આકર્ષાયા. તે કન્યાને કહ્યું હું તમારા ઘોડાને પાછો વાળું છું ત્યારે કન્યાએ કહ્યું મારી પાસે તો તમારી મદદના બદલામાં આપવા માટે કઈ જ નથી. ત્યારે રાજાએ કહ્યું કે એક સ્મિત આપી દો. તમારી પાસે આપવા માટે સ્મિત છે. અને કન્યા સ્મિત કરતી કરતી તેના રસ્તે જતી રહી.
પરંતુ રાજાના મનમાં તો હજુ પણ તેનું સ્મિત ગુંજતું હતું. તેને બંને સેનાપતિઓને કહ્યું આ કન્યાની ઘરે જઈ લગ્નનો પ્રસ્તાવ મુકો અને તે કાર્ય માટે તેને તેના પ્રિય યુવાન સેનાપતિને પણ જવા માટે કહ્યું.
તે કન્યાના ઘર પાસે આવ્યા ત્યારે યુવાન સેનાપતિએ કહ્યું કે આ કોની ઘરે લાવ્યા છો તમે મને. બંને સેનાપતિએ જણાવ્યું આ જ તે કન્યાનું ઘર છે જે રાજાને ખુબ જ ગમે છે. ત્યારે તે સેનાપતિએ કહ્યું કે આતો મારા સસરાનું ઘર છે. તે કન્યા સાથે ૧૦ દિવસ પહેલા જ મારી સગાઇ થઇ છે.
પરંતુ યુવાન સેનાપતિ ખુબ જ સારો હતો અને તેણે કન્યા અને તેના પરિવારને રાજા સાથે તે કન્યાના લગ્ન માટે મજબુર કર્યા પરંતુ તે વાતથી કન્યા ખુબ જ દુઃખી હતી આમ છતાં પણ તે રાજા સાથે વિવાહ કરવા માટે તૈયાર થઇ.
વિવાહનો દિવસ હતો રાજા બેઠા હતા ત્યારે રાજાના વડીલ સમાન સેનાપતિએ કહ્યું કે તે યુવાન સેનાપતિનો તેમણે આભાર માનવો જોઈએ તેના કારણે જ વિવાહ સંભવ બન્યા છે. અને સમગ્ર હકીકત રાજાને જણાવી.
રાજાએ આ હકીકત જાણ્યા બાદ તે કન્યા સાથે લગ્ન કરવાને બદલે તેણે સેનાપતિના હાથમાં હાથ આપી તેને લગ્ન કરવા માટે કહ્યું. અને તેમના વિવાહ કરાવ્યા.
વેતાળે ફરી વિક્રમને સવાલ કર્યો અને કહ્યું કે, “હે રાજન, તારા જવાબની દેવો અને ગંધર્વો બધા રાહ જોવે છે. તું જવાબ આપ” કે, તે રાજા અને સેનાપતિ બંને માંથી કોનો ત્યાગ મોટો ?
રાજા વિક્રમ જવાબ આપતા કહે છે કે, સેનાપતિનો ત્યાગ સૌથી મોટો ગણાય. જે, સુંદરીને માત્ર એક વાર જોઇને રાજા આટલો મોહિત થયો. તે સુંદરીને સેનાપતિ ઘણીવાર મળ્યો હશે તો તેનો પ્રેમ તો અત્યંત ગાઢ હશે તેમાં છતાં તેને રાજાની ખુશી માટે મૌન રહ્યો અને પોતાના પ્રેમનો ત્યાગ કર્યો માટે સેનાપતિનો ત્યાગ જ મહાન ગણાય.
જવાબ સંભાળીને વેતાળ બોલ્યો વાહ રાજન વાહ એ એકદમ નિષ્પક્ષ ન્યાય કર્યો છે. ધન્ય છે આ ધરાને કે જેનો રાજા તું છે, અને ધન્ય છે તારી પ્રજા. પણ તે એક ભૂલ કરી બેઠો તું બોલ્યો અને હું આ પાછો વૃક્ષ પર ચાલ્યો….
આમ વૈતાળ પાછો વ્રુક્ષ પર ચાલ્યો ગયો. આગળની વાર્તા આવતા અંકમાં જોઈશું.
મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “ગુજરાતી ડાયરા”ના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.
આ રહી અમારા પેઇજની લીંક.www.facebook.com/gujaratdayro
મિત્રો, આર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ
Image Source: Google