અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
🧠 8 સ્ટેપ મગજને તેજ બનાવવાના 🧠
💁 આપણે ઘણા બધા લોકોને જોતા હોઈએ છીએ તે પોતાના વ્યક્તિત્વને વધારે સ્માર્ટ અને પાવરફુલ બનાવવા માંગતા હોય છે. અને પોતાના મગજ અને શરીરને પણ હેલ્દી બનાવવા માટે ખુબ જ કોશિશ કરતા હોય છે. જે લોકો કોશિશ નથી કરતા તે એવું તો વિચારતા જ હોય છે કે હું સારો દેખાવ, મારી બોડી સારી બની જાય, મારું પેટ અંદર ચાલ્યું જાય, વગેરે વગેરે વિચારતા હોય છે. પરંતુ આપણી મેન્ટલ હેલ્થનું શું ? તેના વિશે આપણે કોશિશ કરવાનું તો દુર, આપણે વિચારતા પણ નથી કે આપણે પોતાની જાતને મેન્ટલી હેલ્થફૂલ બનાવી શકીએ છીએ.
🏋 આપણે જેમ રીતે કસરત કરીને અને ડાયટ કરીને આપણા શરીરના હેલ્દી બનાવી શકીએ છીએ તે રીતે આપણે ઘણી નાની મોટી પદવી લાવીને આપણે આપણા મગજને હેલ્દી બનાવી શકીએ છીએ. જેનાથી આપણી મેમેરી ઘણી બધી તેજ અને શાર્પ થઇ જાય છે. અને આપણે કોઈ પણ કામ પૂરી રીતે અને ધ્યાન લગાવીને કરી શકીએ છીએ. તો આજે આપણે જાણીશું કે મેડીકલ સાઈન્સ કંઈ રીતે આપણા મગજને તેજ અને શાર્પ બનવા માટે રીક્મેન્ડ્સ કરે છે તે આપણે જાણીશું.
🗣 1. ઓછામાં ઓછી આપણે કોઈ પણ એક ફોરેન ભાષા શીખવી જોઈએ. આપણી માતૃભાષાની સાથે સાથે આપણને કોઈ એક ફોરેન ભાષા અથવા બીજી કોઈ એવી ભાષા જે તમારા માટે સાવ અજાણી હોય તે આવડવી જોઈએ. તે આપણા મગજ પર ખુબ જ સારી અસર કરે છે. 2014 માં એક મેડીકલ મેગેઝીન એનેલઝોક ન્યુરોલોજીમાં પબ્લીશ એક રીચર્સના મતે આપણા દિમાગ માટે એક બીજી ભાષા શીખવી તે ખુબ જ ચેલેન્જ વાળું કામ ગણવામાં આવે છે. અને તેવું કરવાથી આપણું મગજ વધારે એક્ટીવ થઇ જાય છે. કોઈ પણ ફોરેન ભાષા શીખવા માટે આપણા મગજની યાદ શક્તિની સાઈજ વધી જાય છે. યાદશક્તિ આપણા મગજનો તે પાર્ટ છે તેમાં આપણને યાદ રહેતી વાતો જમા થાય છે.Image Source :
🥛 2. વધારે પાણી પીવું જોઈએ. પાણી પીવાથી માત્ર આપણી ફીઝીકલ હેલ્થ સારી થાય તેવું નથી તેનાથી આપણી માનસિક હેલ્થ પણ ખુબ જ સારી રહે છે. એક રીચર્સ દ્વારા જણાવવામાં આવ્યું છે કે માણસનો મગજ 80% ભાગ પાણીનો જ બનેલો છે. તો મેન્ટલ ક્લીયારીટી અને એલર્ટનેસ માટે દિવસભર આપણે વધારે પ્રમાણમાં પાણી પીવું જોઈએ. પાણીની કમી આપણા મગજની મેન્ટલ સેન્સને ઓછી કરવાનું કારણ બને છે. પાણીની સાથે સાથે તરબૂચ, ટમેટા, પાલક, કાકડી મગજની હેલ્થ માટે ખુબ જ જરૂરી છે.
🤦♂️ 3. ગેમ્સ અને પઝલ્સમાં દિમાગ લગાવવું જોઈએ. એક રીચર્સ પ્રમાણે આપણું મગજ એક મસલ્સની જેવું હોય છે. જેને ફીટ રાખવા માટે કામની જરૂર હોય છે. ગેમ્સ અને પઝલ્સ આપણા મગજને એક્સેસાઈજ કરાવે છે અને મગજને તેજ રાખવામાં હેલ્પફૂલ સાબિત થાય છે. આ બધી ગેમ્સ આપણા વિચારોને એક્ટીવ રાખવા માટે મદદરૂપ થાય છે.
🏋 4. એક્સેસાઈજની આદત બનાવો. એક્સેસાઈજ આપણા શરીર માટે ફાયદાકારક છે પરંતુ તે આપણા મગજ માટે પણ ફાયદાકારક સાબિત થાય છે. ફિઝીકલી હેલ્દી થવાનો મતલબ હોય છે આપણું હૃદય ખુબ સારું રહે, અને આપણા ફેફસાની કેપેસીટી પણ વધારે થાય. તેના કારણે આપણા મગજને વધારે ઓકિસજન મળે છે. આપણા મેન્ટલ એક્ટીવનેસમાં વધારો થાય છે. જનરલ ઓફ સાયકોલોજીમાં પબ્લિશ એક રીચર્સ પ્રમાણે એક એરોબિકસ એક્સેસાઈજ જેમ કે રનીંગ આપણા મગજને હેલ્દી રાખવા માટે ખુબ જ અસરકારક છે.
📕 5. વધારે રીડીંગ કરવું જોઈએ. જો આપણને પુસ્તકો વાંચવા બોરિંગ લાગે છે તો આ મુદ્દો ખાસ વાંચો, ઘણા બધા મેડીકલ રીપોર્ટ પ્રમાણે રીચર્સ કરવામાં આવ્યું છે કે પુસ્તકો વાંચવાથી તે આપણા મગજને ઈમ્પ્રુવ કરે છે. કેમ કે તેનાથી આપણા મગજની ખુબ જ સારી એક્સેસાઈજ થઇ જાય છે. અને આપણા નોલેજમાં પણ વધારો થાય છે. મેડીકલ એક્સપર્ટની રાય છે કે અલગ અલગ પુસ્તકો વાંચવા મગજ માટે ચેલેન્જ ગણાય છે અને તેનાથી આપણા મગજની મેમેરી પણ વધે છે.
🧘♀️ 6. મેડીટેશન કરવું પણ ખુબ જ આવશ્યક ગણાય છે. એટલે કે ધ્યાન કરવું. મેડીટેશનની આદત આપણા બ્રેનસેલ્સને અંદરને અંદર જોડે છે. જેના દ્વારા આપણા મગજમાં ઇન્ફર્મેશન અને એનાલિસિસ કરવાની ક્ષમતા વધી જાય છે. અને તે આપણા મગજની તાકાતને વધારવા માટે ખુબ જ અસરદાર રસ્તો છે. મેડીટેશનથી આપણી લાગણીઓ પર ખુબ જ કંટ્રોલ લાવે છે. તણાવથી લડવાની તાકાત આવે છે. અને મેડીટેશનના બીજા પણ અનેક ફાયદા છે. તે દિમાગને ફ્રેશ કરે છે, બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે, માથાના દુઃખાવાને પણ ઓછો કરે છે. અને આપણો સેલ્ફ કોન્ફિડેન્સ પણ વધારે છે.
🍵 7. ગ્રીન ટી, હા મિત્રો ગ્રીન ટી પણ આપણા મગજ માટે ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. 2014 ના એક રીચર્સ પ્રમાણે ગ્રીન ટી આપણા મગજના ફંક્શન સ્પીડ આપવામાં ખુબ જ મદદગાર સાબિત થાય છે. રીચર્સમાં એવું પણ બતાવવામાં આવ્યું છે કે જે લોકોને ગ્રીન ટી પીવાની આદત હોય છે તેના દિમાગની વચ્ચેના ભાગમાં કોન્ટેક વધી જાય છે તેનાથી મેમરી રીલેટેડ કામમાં વધારો થાય છે.
😴 8. સારી ઊંઘ : સારી માત્રામાં ઊંઘ આપણા શરીર માટે જરૂરી છે જ સાથે સાથે તે આપણા મગજ માટે ખુબ જ જરુરી છે. અલગ અલગ રીપોર્ટમાં એ વાત સામે આવી છે કે ઓછી ઊંઘની માત્ર આપણી મેમરી, ઇન્ફર્મેશનના એનાલિસિસ, કોન્સન્ટ્રેશન કરવા માટે અને ટ્રેસથી લડવા માટે આપણી તાકાત પર નેગેટીવ અસર કરે છે. આપણું મગજ ઊંઘ દરમિયાન મેમરીમાં પડેલા વિચારોનું એનાલિસિસ કરે છે. એટલા માટે આપણે જો આપણું મગજ તેજ કરવું હોય તો ખુબ જ જરૂરી છે કે આપણે એક ખુબ સારી ઊંઘ કરવી જોઈએ.
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ (૪) એવરેજ