યુવાનો, આ રીતે કરો બ્રહ્મચર્યની શરૂઆત અને જાણો તેના અદ્દભુત અને જીવન લક્ષ્યને ઊંચા કરતા ફાયદા.

આજના સમયમાં લોકો પોતાના ચરિત્રને લઈને ખુબ જ આગળ વધી ગયા છે. જેના કારણે બ્રહ્મચર્ય હણાય જાય છે. પરિણામે ભવિષ્યમાં આપણે નિસ્તેજ બની જઈએ છીએ. તો આજે આ લેખમાં અમે તમને બ્રહ્મચર્ય વિશે અને તેના મહત્વ વિશે જણાવશું. માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો. તો જાણો શા માટે જરૂરી છે બ્રહ્મચર્ય.

કોઈ પણ યુવક કે યુવતી સુંદર સ્વસ્થ અને બળવાન બનવા ઇચ્છતું હોય, નીરોગી બનવા ઇચ્છતા હો, ભગત સિંહ, આઝાદની જેમ જો તમે વીર બનવા ઇચ્છતા હો, જો આજથી એક નિયમ બનાવી લો કે દરેક યુવતીને તમે બહેન કહેશો, અને દરેક યુવતી બીજા યુવકને ભાઈ કહેશે. ભાઈ અને બહેન કહેવામાં આવ તો પણ અમુક રોગો ચાલ્યા  જાય છે. કેમ કે ભાઈ અને બહેન કહેવામાં આવે તો કોઈ આડ સંબંધો વિશે મનમાં વિચાર જ ન આવે. એ સંબંધમાં પવિત્રતા આવી જાય છે. એક વાર આ પ્રયોગ કરવામાં આવે તો તમે ખુદ જ એક અદ્દભુત શક્તિ તમારી અંદર જમા થતા જોઈ શકશો. જે લોકો વિવાહિત છે તેમણે પણ આ પ્રયોગ કરવો જોઈએ.

તો મિત્રો આજે આ લેખમાં અમે તમને જણાવશું કે બ્રહ્મચર્યનું ધ્યાન કેવી રીતે રાખવું. બ્રહ્મચર્ય માટે રોજ સાત્વિક ભોજન, દરરોજ વ્યાયામ, સર્વાંગાસન, ગાયનું દૂધ, શાકભાજી, દિવસભર પાણીનું સેવન કરવું, તેનાથી કફ ન થાય. જો કફ ન થાય તો બ્રહ્મચર્યની રક્ષા થઇ શકશે.

રાત્રીના સમયે જલ્દી સુઈ જવું. જે લોકો રાત્રે મોડે સુધી જાગવાથી વાયુ વધે છે, અને વાયુ મનને ચંચળ બનાવે છે. તો તે વ્યક્તિનું મન ચંચળ બને છે અને એ વ્યક્તિ કોઈ પણ કુકર્મ કરી શકે છે. તે પોતાના આપા માંથી બહાર હોય છે. ખુદનું મન જ કહ્યામાં ન હોય. તેમજ બ્રહ્મચર્ય જાળવી રાખવા માટે રાત્રીના સમયે રાત્રી મંત્રનો જાપ કરીને સુવું જોઈએ. ખરાબ વિચારો દુર થશે.

સુવાની પદ્ધતિ. રાત્રીના સમયે ક્યારેય સીધું ન સુવું જોઈએ. રાત્રે સુતા સમયે ડાબા અથવા જમણાં પડખે સુવું જોઈએ. કેમ કે સીધા સુવામાં આવે તો મૂત્રાશય પર દબાવ વધે છે. જો તમારે બ્રહ્મચર્યનું પાલન કરવું હોય, કોઈ પણ સપના વગર શાંત ચિત્તે સુવું હોય, પવિત્ર બળને પ્રાપ્ત કરવું હોય હંમેશા ડાબા પડખે સુવો. ડાબા પડખે સુવામાં આવે તો શરીરમાં અગ્નિ વધે છે ભોજન બધું જ પછી જાય છે.

જે લોકોએ બ્રહ્મચર્યનું પાલન કરવું હોય તેમણે, રોજ રોજ બ્રહ્મચારીઓનું જીવન ચરિત્ર વાંચો, દેભ ભક્તોનું જીવન વાંચો, ઋષિઓના ધ્યાનને વાંચો, ચંદ્રશેખર આઝાદને વાંચો, રામપ્રસાદ બિસ્મિલને વાંચો, રાણી ઝાંસીને વાંચો, દુર્ગવાતીને વાંચો. જે લોકોએ દેશ માટે પોતાના બલિદાન આપ્યા છે તેને વાંચો. જો બ્રહ્મચર્યનું પાલન કરવામાં આવે તો એ માણસની અંદર બળ ભરે છે, સુંદરતા ભરે છે, સારા વિચારનું સિંચન કરે છે. તેમને ખુદને જ જીવવાનો આનંદ આવશે.જે લોકો ઈંડા ખાનાર વ્યક્તિ તેના 20 જન્મો સુધી પણ બ્રહ્મચર્યનું પાલન ન કરી શકે. તે જરૂર તેના જીવનને બરબાદ કરશે. કેમ કે ઈંડા શરીરમાં ઉત્તેજના ઉત્પન્ન કરે છે અને તે વ્યક્તિ વ્યસની બને છે. આલ્કોહોલ, માંસ, દુરાચાર, ખરાબ ગીતો, જીવનમાં અભદ્ર વિચાર લાવવા તે બ્રહ્મચર્યનું પતન છે. જ્યાં સુધી વ્યક્તિ 16 વર્ષ કરતા મોટો ન થઇ જાય, 25 વર્ષ કરતા મોટો ન થઇ જાય ત્યાં સુધી લગ્નની વાત ન વિચારો. અને જો વિચારો તો એ વિચાર સાથે વિચારો કે, મેં જે જીવનમાં તપ કર્યું છે, મેં જે વિદ્યા પ્રાપ્ત કરી છે, મેં જે સંયમ રાખ્યો છે, તેના દ્વારા જો હું પ્રયોગ કરું તો મારા દેશ માટે સારું બળવાન સંતાન આપીશ.

આમળા : જો તમે તમારા શરીરને તેજસ્વી અને સુંદર બનાવવા ઇચ્છતા હો, ચા ને એક ઝટકામાં બંધ કરી દો, લાલ મરચું પાવડર બંધ કરી દો, આમળાને મુકીને અન્ય ખટાશને બંધ કરી દો. આમળાનું ચૂર્ણ બનાવો અને મિસરી સાથે મિક્સ કરીને દિવસમાં બે થી ત્રણ વાર પાણી સાથે લો. જો ગરમી હોય તો હુફાળા પાણી સાથે લો, શિયાળો ચોમાસું હોય તો દૂધ સાથે લો. આમળા બ્રહ્મચર્યને ટકાવી રાખવા માટે ખુબ જ ઉપયોગી છે.

મિત્રો બ્રહ્મચર્યનું પાલન આપણા જીવનને ઉજાગર કરે છે. તે આપણા શરીરને રોગો અને સમસ્યાઓથી દુર રાખે છે અને એક તેજસ્વી દ્રષ્ટિ આપે છે. બ્રહ્મચર્ય એ જીવનમાં એક ઉદ્દેશ્ય આપશે, ઋષિ મુનિઓ જેવું જીવન મુલ્ય થશે, તમારું સંતાન પણ શ્રેષ્ઠ અને બળવાન બનશે. તમારી સુંદરતામાં પણ વધારો થશે. માટે જીવનમાં કોઈ લક્ષ્ય પર અડગ બનવું હોય તો બ્રહ્મચર્યને અપનાવો. બ્રહ્મચર્યને ટકાવી રાખવા માટે નિયમિત વ્યાયામ, યોગ અને મહાપુરુષો અને ઋષિ મુનિઓ વિશે વાંચન કરો.

Leave a Comment