🤔 હનુમાનજી ને સિંદુર શા માટે ચડાવવામાં આવે છે. અને હનુમાનજી ને મંગળવારે જ કેમ સિંદુર ચડાવાય છે? બીજા કોઈ વારે કેમ નહિ. ચાલો જાણીએ આ બધી રહસ્યોની વાત ઉજાગર કરતી આ પૌરાણિક કથા.
હનુમાનજીની ઘણી વાર્તા ગાઢ રહસ્ય છે. અને વાત પર મનન કરવામાં આવે તો તેની પાચલ વૈજ્ઞાનિક આધાર પણ મળે છે. કે હનુમાનજી બળ, બુદ્ધિ, વિદ્યા અને પરાક્રમના દેવતા છે.
હિંદુ ધર્મના દેવતાઓમાં પ્રમુખ હનુમાનજી છે. તે જેના પર પ્રસન્ન થઇ જાય છે તેના સફળતાના દ્વાર ખુલી જાય છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર સિંદુર ચડાવવાથી મૂર્તિનો સ્પર્શ થાય છે. અને તેનાથી આપણને સકારાત્મક ઉર્જા મળે છે. અને તેની અસર મનુષ્યની તેજસ્વીતા પર પડે છે. જેનાથી શરીરને લ્લભ થાય છે.
🤔 શું છે સિંદુર લગાવવા પાછળની કથા?
એક વાર જયારે હનુમાનજી સીતાજી પાસે ગયા. સીતાજીને માંગમાં સિંદુર લગાવતા જોઈને હનુમાનજી આશ્વર્ય પામ્યા અને પૂછ્યું, ” માં તમે શું લગાવો છો? ત્યારે સીતાજીએ કહ્યું કે,આ સિંદુર છે, જે સૌભાગ્યવતી મહિલા પોતાના સ્વામીની લાંબી આયુ માટે, પ્રસન્નતા અને કુશળતા માટે લગાવે છે. પછી હનુમાનજીએ આવું વિચાર્યું કે એક ચપટી સિંદુર લગાવવાથી સ્વામીને(શ્રી રામને) પ્રસન્નતા પ્રાપ્ત થતી હોય તો પુરા શરીરે લગાવવાથી સ્વામીને(શ્રી રામને) કેટલી પ્રસન્નતા થશે. અને ચપટી સિંદુરથી સ્વામીની ઉંમર લાંબી થતી હોય તો જો આખા શરીરે સિંદુર લગાવવામાં આવે તો સ્વામી અમર થઇ જશે અને ભક્તો સાથે જ પૃથ્વી પર જ રહેશે અને પ્રસન્ન રહેશે. આવું વિચારીને પછી હનુમાનજીએ પુરા શરીર પર સિંદુર લગાવ્યું અને ભગવાન શ્રીરામની રાજસભામાં ગયા.
હનુમાનજીનું આ રૂપ જોઈ સભામાં બધા હસ્યા અને ઘણા એ તેમની મશ્કરી પણ કરી. ભગવાન શ્રી રામે હનુમાનજીને આવું કરવાનું કારણ પૂછ્યું ત્યારે હનુમાનજીએ આ સંપૂર્ણ વાત કહી. ભગવાન શ્રીરામ હનુમાનજીનો પોતાના પ્રત્યે આટલો બધો પ્રેમ જોઈ અત્યંત પ્રસન્ન થઇ ગયા. તેમણે હનુમાનજીને વરદાન આપ્યું કે કોઈ આજે ભક્ત હનુમાને મંગલવારે મારા પ્રત્યે આવી શ્રદ્ધા અને પ્રેમ દર્શાવ્યો છે તો આજથી કોઈ પણ મનુષ્ય મંગળવારે તેમને ઘી અને સાથે સિંદુર અર્પિત કરશે. તો તેના પર સ્વયં શ્રી રામ પણ કૃપા કરશે અને તેના દુખ દુર કરશે. તેથીં આજે વર્તમાન સમયમાં પણ હનુમાનજીના ભક્તો હનુમાનજીના મંદિરે સિંદુર લગાવવા જાય છે. આ હતી હનુમાનજીને સિંદુર લગાવવા પાછળની પૌરાણિક કથા.
તેની પાછળ રહેલ વૈજ્ઞાનિક કારણ પણ જાણી લઈએ.
અનંત ઉર્જાનું પ્રતિક છે સિંદુર….
✏ વિજ્ઞાનના અનુસંધાને દરેક રંગમાં એક વિશેષ પ્રકાર્નીઉર્જા રહેલી હોય છે. તેવી જ રીતે સિંદુર પણ ઉર્જાનું પ્રતિક છે. આજે જયારે સિંદુર હનુમાનજીને અર્પિત કરીને ત્યાર બાદ ભક્તજનો તેમાંથી તિલક કરે છે.
આમ કરવાથી બંને આંખો વચ્ચે સ્થિત ઉર્જા કેન્દ્રિત થાય છે.આવું કરવાથી મનમાં સારા વિચારો પણ આવે છે. તે સાથે પરમાત્માની ઉર્જા પણ પ્રાપ્ત થાય છે. હનુમાનજીને ઘી મિશ્રિત સિંદુર ચડાવવાથી બાધાઓ દુર થાય છે.
✏સિંદુર ચડાવાવનું હજુ એક દિલચસ્પ કારણ છે. સીન્દુરને ધાતુ પર તેમજ હળદર અને ચુના સાથે મિશ્રણથી તેયાર કરવામાં આવે છે. પારો આપણા બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે. તેને કારણે તેમાંથી શારીરિક મહત્વ પણ શામેલ છે.માટે સિંદુરનું તિલક લગાવવા થી ફાયદો થાય છે.
✏આ ઉપરાંત ભગવાન હનુમાનજી વિષે એવું માનવું છે કે ભગવાન રામે આપેલા વરદાન પ્રમાણે તેમને સિંદુર ચડાવાય છે. અને તે આજે પણ અજર અને અમર છે. આવે કહેવાય છે કે હનુમાનજી લોકોને દરેક પ્રકારની મુશ્કેલીઓથી બચાવી શકે છે. તેમજ માણસમાં આત્મવિશ્વાસ, ઉર્જા અને નીડરતાના ભાવો લાવી શકે છે.
✏પૌરાણિક કથાઓ દ્વારા તેવું માનવામાં આવ્યું છે કે હનુમાનજી ભગવાન શિવનો જ અવતાર છે. ભગવાન શિવજી તેના ભક્તોની તપસ્યા અને પૂજા અર્ચનાથી જલ્દી પ્રસન્ન થઇ જાય છે. માટે હનુમાનજી પણ તેનો અવતાર હોવાથી તેને સિંદુર ચડાવી તેની પૂજા અર્ચના કરવાથી કળીયુગમાં પણ હનુમાનજીની કૃપા મેળવી શકો.
✏માટે જ આપણે જોઈએ છીએ કે મંગળવાર તેમજ શનિવાર ના હનુમાનજી ના ભક્તો મંદિરે હનુમાનજીને સિંદુર ચડાવે છે તેમજ તેમની પ્રિય વસ્તુ અર્પણ કરે છે.
✏ જો તમને પણ હનુમાનજી પર શ્રદ્ધા હોય અને તમે પણ હનુમાન ભક્ત હોવ તો કોમેન્ટમાં લખો… ” જય બજરંગ બલી”
Hey There. I discovered your weblog the use of msn. That is an extremely neatly written article.
I will be sure to bookmark it and come back to read extra of your
helpful info. Thanks for the post. I will certainly return.