દરેક લોકો વિચારતા હોય છે કે મારો દરેક દિવસ સારો અને ઉર્જા સાથે વીતી. મારું ધારેલું બધું કામ વિચાર્યા પ્રમાણે થાય પછી એ બીઝનેસ મીટીંગ હોય કે કોઈ મોટી ડીલ હોય કે કોઈ સગાઇ/લગ્ન બાબતે નું કામ હોય.પણ ઘણા એવા સંકેતો છે જે ઘરેથી નીકળતા પહેલા જ તમને તમારા કાર્ય અંગેનું સુચન કરે છે. જો આ પાંચ વસ્તુ કોઈ પણ સારું કામ કરતા પહેલા દેખાય તો સમજજો તમારું કાર્ય સફળ થશે. અને ભગવાનના આશીર્વાદ તમારી સાથે છે, જે થશે એ તમારા સારા માટે થશે.
સારા કામ માટે ઘરેથી નીકળતી વખતી જો આ પાંચ વસ્તુ દેખાય તો થાય છે સારા શુકન. આ પાંચ વસ્તુ એવી છે કે જેના અનાયાસે દર્શન થઇ જાય તો પણ આપણા દિવસો સફળ થઇ જતો હોય છે. તો શું તમે એ વસ્તુ વિશે જાણો છો ? કે શું જોવાથી તમારો દિવસ સફળ રહે છે. તો જાણવા માટે આ લેખને અંત સુધી વાંચો. તેનાથી તમારો આખો દિવસ શુભ જશે. તો જાણો તે ચાર વસ્તુ વિશે. તમારો દરેક દિવસ સફળ અને ઉર્જા સભર થઇ જશે.
ગરુડ પુરાણમાં ઘણી બધી એવી વસ્તુ અને વાતોના એવા નિર્દેશ દર્શાવવામાં આવ્યા છે જેનો સીધો પ્રભાવ મનુષ્યના જીવન પર આધારિત હોય છે. ગરુડ પુરાણમાં વ્યક્તિને જીવન માર્ગ અને સુધારો લાવવાના ઘણા બધા ઉપાયો છે. આ ઉપરાંત આ પુરાણમાં ઘણી શુકન-અપશુકન વસ્તુઓ વિશે પણ માહિતીઓ આપવામાં આવી છે. તો તેના આધારિત આજે અમે એવી ચાર વાતો જણાવશું જેના માત્ર દર્શન કરવાથી સમય અને આપણો દિવસ શુભ થઇ જશે. જો અશુભ સમય હશે તો પણ એ સમય શુભ સમયમાં બદલાઈ જશે.
પહેલી વસ્તુ છે ગાય. આપણા હિન્દુધર્મમાં ગાયને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે અને ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે. સમુદ્રમંથન દરમિયાન ગાય તેમાંથી નીકળી હતી. કોઈ શુભ કાર્ય માટે બહાર જથી વખતે જો ગાય સામે મળે કે ગાયના જો સવાર-સવારમાં એકવાર પણ દર્શન થઈ જાય તો તમારું કાર્ય સફળ થશે અને તમારો ખરાબ સમય દૂર થવા લાગે છે. પરંતુ જ્યારે પણ ગાયના દર્શન થાય ત્યારે તેને નમન કરવાનું ભૂલવું નહીં. તેનાથી તમારા અંદર એક પ્રકારની સકારાત્મક ઉર્જા આવે છે અને નકારાત્મક દરેક વિચારો દુર થાય છે.
બીજું છે ગોમૂત્ર. આપણા હિન્દુશાસ્ત્રોમાં ગાય તેમજ ગાયથી ઉત્પન્ન કોઈપણ વસ્તુને ખુબ જ પવિત્ર ગણવામાં આવે છે. આથી ગાયના દર્શનની સાથે-સાથે જો ગોમૂત્રના દર્શન થઈ જાય એ સૌથી વધુ શુભ માનવા આવે છે. આ સિવાય શાસ્ત્રોમાં તો ગોમૂત્રના સેવનની વાત પણ કરવામાં આવી છે. ગોમૂત્ર અનેક રોગોને પણ દૂર કરે છે તેથી ગોમૂત્રનો દવાના રૂપે ઉપયોગ કરવો ખુબ જ શુભ છે. ગૌમૂત્રમાં 33 કોટી દેવતાઓનો વાસ હોય છે. એટલા માટે જો ગૌમૂત્રનું સેવના કરવામાં આવે તો તેનાથી ઘણા બધા શારીરિક અને માનસિક લાભો પણ આપણને થાય છે. શારીરિક તો ઘણા બધા લાભો છે પરંતુ તેનાથી આપણા મનને પણ સ્વસ્થ રાખી શકાય છે. ગૌમુત્રના સેવનથી આપણું મન તણાવથી દુર રહે છે. એટલા માટે ગૌમૂત્રના દર્શન અને તેના સેવનથી આપણા આપણા દિવસને શારીરિક અને માનસિક બંને રીતે શુભ કરી શકીએ છીએ.
ત્રીજું છે લીલી ખેતી. ગરુડ પુરાણ અનુસાર તમે કોઈ પણ જગ્યાએ ફરવા અથવા તો બહાર જતા હોવ તો એ દરમિયાન લીલું ખેતર અથવા લીલી વનરાઈ જુવો તો એ ખુબ જ શુભ માનવામાં આઅવે છે. લીલી ખેતીના દર્શન કરવાથી આપણા મનના વિચારો શુદ્ધ અને સાત્વિક બને છે. જેના કારણે આપનામાં આત્મવિશ્વાસ આવે છે. અને આત્મવિશ્વાસ કરવામાં આવેલું કામ હોય તે સફળ જ થાય છે. એટલા માટે જો સવારે બહાર જતા હોવ ત્યારે લીલી ખેતી જોવા મળે તો તેના દર્શન અવશ્ય કરવા જોઈએ. તમારો દિવસ શુભ અને કોઈ પણ કાર્યમાં વિઘ્ન નહિ આવે.
ચોથું છે જે ખુબ જ મહત્વનું છે. તે છે ગોધૂલિ. આપણા બધા જાણીએ છીએ કે ગાયો સવારે ચારા માટે જતી હોય છે અને સાંજે પાછી ફરતી હોય છે. એ સમયે ગાયોનું ધણ આવતું હોય અથાવા જતું હોય ત્યારે જે ધૂળ ઉડતી હોય તેને ગોધૂલિ કહેવામાં આવે છે. તેના વિશે એવું કહેવામા આવે છે કે ગાયના પગ દ્રારા જમીનમાંથી જે ધૂળ નીકળી હોય તે ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. તેથી ગોધૂલિના દર્શન કરવાથી મનુષ્યના જીવનમાં પવિત્રતા ફેલાય છે. તે ધૂળના માથા પર લગાવવાથી મનમાં એકાગ્રતા રહે છે. તેનાથી આપણા અંદર સંયમ અને શક્તિનું આદાનપ્રદાન થાય છે. તેનાથી આપણું મન હંમેશા પ્રસન્નતા રહે છે જેના કારણે આપણો દિવસ સુખી અને શાંતિ પૂર્ણ વીતે છે. જો આ ગોધૂલિને સાંજે જોવામાં આવે તો આપણો આખો દિવસ અશુભ ગયો હોય તો પણ તેનું પરિણામ શુભ આવે છે.
પાંચમું છે કુવારી છોકરી. કુવારી છોકરી ને સાક્ષાત દેવી નું સ્વરૂપ માનવામાં આવે છે. જો ઘરે થી નીકળતી વખતે કોઈ કુવારી છોકરી સામી મળે તો ખુબજ શુકન થાય છે. તે તમારા કાર્ય અંગે સારા શુકન દર્શાવે છે.
મિત્રો આપણે બધા જ અત્યારના સમયના લોકોને ઓળખીએ છીએ કેમ કે ખરાબ સમયે ભાગ્યે જ કોઈ સાથ આપે અને મોટાભાગે ખરાબ સમયે કોઈ કોઈનું નથી રહેતું. તેમજ સમય પણ કોઈ માટે નથી ઊભો રહેતો. પરંતુ દુનિયામાં એવી કોઈ શક્તિ નથી જે તમારા ખરાબ સમયને બદલી શકે. પરંતુ સમય બધા માટે સરખો જ હોય છે. તે કોઈને ઓછો કે કોઈને વધુ નથી મળતો. આમ આ સમય ક્યારેક સારો તો ક્યારેક ખરાબ આવે છે.
આમ દિવસભરમાં જો તમને આ પાંચ વસ્તુના દર્શન થઈ જાય તો સમજવું કે તમારો ખરાબ સમય દૂર થઈ જશે અને તમારું દરેક કાર્ય સફળ થશે. આથી દિવસમાં આ વસ્તુના દર્શન શુભ માનવામાં આવ્યા છે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ