એક પાખંડીએ સંત બનીને કેવી રીતે પોતાનું સામ્રાજ્ય જમાવી કરોડો રૂપિયા બનાવ્યા તે વાંચો આ કથામાં.. જો યોગ્ય લાગે તો શેર કરજો.

🐴 મરેલા ગધેડાની જગ્યાને સમાધિ કહીને મજુર માણસે બનાવી લીધા કરોડો રૂપિયા… આ વાતમાંથી કઈ શીખવા મળે તો શેર કરી દેજો.🐴

આ કથા પૂર્ણ વાંચો પછી વિચારો, તમને સમજાઈ જશે કે, વાંક કોનો છે, અને પાખંડ પાછળ કોણ જવાબદાર છે… તમામ ભાઈ બહેનોને વિનંતી છે કે, ફક્ત ૫ મિનીટ કાઢી જરૂર વાંચો.

Image Source :

ઘણા સમય પહેલાની એક વાત છે. એક નગરમાં એક નાનકડી સમાધિ જેવું એક સ્થાન હતું. ત્યાં એક બાબા કે ગુરુ જેવા એક વ્યક્તિ હતા. જે તે સ્થાનની સંભાળ રાખતા હતા. અને જે મળે તેમાંથી પોતાનું ગુજરાન ચલાવતા. અને ઉંમર પણ ઘણીમોટી હતી એટલે લોકો તેને ખાવા પીવાનું પણ આપી દેતા હતા. આવી રીતે તે બાબાનું ગુજરાન ચાલતું હતું.
તે સમાધિ જ્યાં હતી ત્યાં એક માર્કેટ હતી. તેથી સમાધીએ લોકો આવતા જતા માથું ટેકવતા જતા હતા.

હવે તે માર્કેટમાં એક મજુર પોતાની મજુરી કરવા માટે બેસતો હતો, તેની રોજીંદી જગ્યા તે સમાધિની બાજુમાં જ હતી. રોજ સવારે તે મજુર માર્કેટમાં આવતો અને તે સમાધિ હતી તેની સાફસફાઈ પણ કરતો. અને તેની બાજુમાં જ બેસતો પછી તેને કોઈ મજુરી મળે તો મજુરી કરવા જતો હતો.

Image Source :

આવી રીતે તે મજૂરનો રોજનો ક્રમ બની ગયો હતો કે, આવી રીતે તે સમાધિની સાફસફાઈ કરીને મજૂરીએ જતો. તેની સમાધિ પ્રત્યેની શ્રધ્ધા પેલા બાબા રોજ જોતા હતા. એક દિવસ તે બાબાએ કહ્યું કે, ભાઈ તું રોજ આવી રીતે નિઃસ્વાર્થ ભાવથી સેવા કરે છો, તે જોઈ હું ખુબ ખુશ થયો છું. તેથી હું તને કંઇક આપવા માંગું છું. આમ, કહી બાબાએ તે મજુરને એક ગધેડો આપ્યો. બાબાએ કહ્યું કે, તારો મજૂરીનો વધારાનો સામાન આ ગધેડા પર મૂકી દેજે એટલે તને પણ વધુ મજુરી મળશે અને તને પણ કષ્ટ ઓછું પડશે.
મજુર પણ ખુશ થઇ ગયો, કેમ કે તે પણ હવે વધુ સામાન હેરફેર કરવા લાગ્યો અને વધુ મજુરી કમાવા લાગ્યો. હવે તે વધુ સારું જીવન જીવવા લાગ્યો અને આમ જ મસ્ત રીતે ગધેડાની સાથે જીવન પસાર કરવા લાગ્યો. અને પોતાના પૈસા પણ મોજશોખ પાછળ વાપરવા લાગ્યો કેમ કે, તેની આવક હવે થોડી વધીને બમણી ગઈ હતી. આવી જ રીતે થોડા વર્ષો પસાર થયા.

Image Source :

એકદિવસ એવું બન્યું કે, મજૂરનો ગધેડો મરી ગયો. તેથી તે મજુરની હલાતતો એવી થઇ કે, જાણે તેના માથે આભ તૂટી પડતું. હવે તેને એ ચિંતા થવા લાગી કે, ગધેડા વગર હું કઈ રીતે મજુરી કરી શકીશ. કેમ કે, ગધેડાના કારણે તેને વધુ મજુરી મળતી હતી. પણ હવે તે નહિ મળી શકે. અને બીજી તરફ હવે તે મજુરની ઉંમર પણ વધી ગઈ હતી એટલે તેના શરીરમાં પણ પેલા જેવી તાકાત રહી ન હતી અને રોજની કમાણી તો તેણે પોતાના મોજશોખમાં ઉડાવી દીધી હતી. હવે તેને પસ્તાવો થવા લાગ્યો પણ તે શું કામનો હતો.Image Source :

તેથી તે ખુબ નિરાશ થયો પણ તેને પોતાની ગધેડાની અંતિમક્રિયા સારી રીતે કરવાનું વિચાર્યું. અને તે પગલે તેને ગધેડાને એક જગ્યાએ દફ્નાવ્યો અને તેની પર થોડું ચણતર પણ કરાવ્યું એટલે તે એક સમાધિ જેવું લાગે. અને પછી તે મજુરે ત્યાં શ્રદ્ધાંજલિ રૂપી થોડા ફૂલ ચડાવ્યા અને તે સમાધિ પર બેઠો બેઠો પોતાનો ભૂતકાળ યાદ કરીને રડવા લાગ્યો હતો. અને આમ પણ ગધેડાની સમાધિ હતી એટલે ત્યાં બીજી કોઈ તો હોઈ નહિ એટલે તે એકલો જ રડતો હતો.

Image Source :

આખી વાતનો વળાંક હવે આવે છે કે, બરોબર આ મજુર ત્યાં બેસીને રડતો હતો તે જ સમયે ત્યાંથી એક ભણેલો ગણેલો એક યુવાન ત્યાંથી પસાર થઇ રહ્યો હતો. તે એક નોકરીની તલાશમાં ઉતાવળે ઉતાવળે એક ઈન્ટરવ્યુંમાં જતો હતો. અને અહીં પહોચતા જ તેણે આ મજુરનું દ્રશ્ય જોયું. તો મનોમન તેણે વિચાર્યું કે, આ વ્યક્તિ અહીં પોતાના દુઃખ રોઈ રહ્યો છે તો જરૂર અહીં કોઈ ચમત્કારિક કે સારા સંત, બાબા કે ફકીરની કબર લાગે છે અને આ વ્યક્તિ કદાચ બાબા હશે. તેથી તે પણ બે ઘડી ઉભો રહ્યો અને જેમ ડૂબતાને તણખલું પણ મળે તો પણ પકડી લે, એવી રીતે આ યુવાન પણ ઉભો રહી પ્રાથના કરવા લાગ્યો કે, મને જો આજ આ ઈન્ટરવ્યું પાસ કરીને નોકરી મળશે તો પહેલો પગાર હું આપના ચરણે ધરી દઈશ. આમ પ્રાથના કરીને તે ઈન્ટરવ્યું આપવા ચાલ્યો ગયો.

Image Source :

આ યુવાનની વાતની પેલા રોઈ રહેલા મજુરને કશી ખબર ના હતી. પણ તે મજુર પણ હવે પહેલા જેવું કામ કરી શકતો ના હતો એટલે તે થાકી જાય ત્યારે આ સમાંધીએ આવીને થોડું પોતાની પરીસ્થિતિ પર રડી લેતો હતો. એક દિવસ જયારે મજુર ત્યાં બેઠો હતો ત્યારે પેલો ભણેલો ગણેલો યુવાન ત્યાં ઉત્સાહ સાથે આવી પહોચ્યો. ત્યાં આવી પેલા યુવાને મજુરને કહ્યું કે, બાબા મને આપના કારણે મોટી જોબ પણ મળી અને આજે તેનો પહેલો પગાર પણ આવી ગયો. એટલે હું સીધો અહીં જ આવી ગયો. એમ કહીને યુવાને અમુક હજાર રૂપિયા પેલા મજુરના હાથમાં આપ્યા.

અને કહ્યું બાબા આ પૈસાથી આ સમાધિને મોટી કરીશું.
પેલો મજુરતો ચકિત થઇ ગયો, શું બન્યું તે તેને કઈ સમજાયું નહિ પણ પેલી રૂપિયાની થપ્પી જોઈ આગળ કઈ બોલવાનું પણ તેને ટાળ્યું. અને તે રૂપિયામાંથી થોડાની સમાધિ મોટી કરી અને બીજા બધા રૂપિયા પોતાની પાસે રાખી લીધા, અને આમ પણ હવે તે કામ કરી શકતો ના હતો એટલે તે આ પૈસા જોઈ ખુશ થઇ ગયો.

Image Source :

હવે તે પેલો ભણેલો ગણેલો (જોકે, હવે તે ભણેલો ગણેલો ના કહેવાય, કેમ કે ગધેડાની સમાંધીએ રૂપિયા ચડાવે તેને તો ગધેડો જ કહેવાય, પણ આપણે યુવાન જ કહીએ ) યુવાન પોતાની સફળતા માટે આ ગધેડાની કબરને જ શુકનવંતી માનવા લાગ્યો હતો, અને તેને બીજા લોકોને પણ પોતાની સફળતા માટે આ કોઈ ચમત્કારિક બાબાની કબર જવાબદાર છે. એવી વાત જ્યાં ત્યાં કરી રહ્યો હતો. આવી રીતે બીજા લોકો પણ સફળ થવા કે, માનતા, ઈચ્છા પૂરી કરવા માટે આ સમાંધીએ આવવા લાગ્યા.

જો કે, તેમાંથી કોઈ પણ લોકો આ સમાધિ વિશે કંઈ જાણતા તો ન હતા. પણ તે માનતા જરૂર રાખી દેતા હતા. અને તેમાંથી પણ જો કોઈની માનતા પૂરી થાય તો તે વ્યક્તિ આ સમાધિ વિશે બીજા અનેક લોકોને પણ વાત કરતા. આવી રીતે તે ગધેડાની સમાધિને લોકો મોટા સંતની સમાધિ માનીને પાતાની માનતા કે, ઈચ્છા પૂરી માટે વિનંતી કર્યે જતા હતા. અને તે સમાંધીએ પણ હવે લોકોનો ઘસારો પણ એક યાત્રાધામની જેમ વધી ગયો હતો.

Image Source :

પેલો જે મજુર હતો કે, જેનો ગધેડો હતો તે હવે આ સમાધિનો ગુરુ કે, બાબા બની ગયો હતો અને હવે તે ઝુપડીમાં નહિ પણ સમાધિની બાજુમાં જ આલીશાન ઘર બનાવીને રહેતો હતો. અને તેને હવે તે સમાધિનિ સંભાળ માટે માણસો પણ રાખ્યા હતા જે દિન-રાત આ સમાધિનો પ્રચાર કરતા રહેતા હતા (અત્યારના સમયમાં કહીએ તો માર્કેટિંગ કરતા હતા). અને આ રીતે સમાધિની ખ્યાતી દુર દુર સુધી પહોચી ગઈ હતી. પણ આ સમાધિનું સાચું રહસ્ય પેલા બાબા બની બેઠેલા મજુર સિવાય કોઈ જાણતું ના હતું….. પણ હવે આ વાતમાં પણ છેલ્લો વળાંક આવે છે કે,

Image Source :

આ મજુરને જે બાબાએ આ ગધેડો મફત આપ્યો હતો તે બાબા એક દિવસ અહીં આવી પહોચ્યા. તેમણે પણ આ સમાધિ વિશે ઘણું સાંભળ્યું હતું. તો વિચાર્યું કે, ચાલો અહીં પણ એક વાર જોઈ લઈએ કે, શું થઇ રહ્યું છે અહીં. આમ વિચારી તે બાબા આવેલા. તે બાબા પણ હવે ઘણા મોટી હસ્તી બની ગયેલા. એટલે તેમની સાથે પણ તેના ઘણા ચેલા પણ આવેલા. આ બાબાને આવેલા જોઇને પેલો બાબા બનેલો મજુર ગભરાઈ ગયો. કેમ કે, તે બાબા તો તેને જાણતા હતા તેમણે જ આ ગધેડો આપેલો હતો. છતા પણ તે બાબાને મળ્યો. પેલા બાબા તો તેને એક નઝરમાં જ આ મજુર બનેલા બાબાને ઓળખી ગયા પણ કશું બોલ્યા નહિ. અને અંતે બંને બાબા એક એકાંત પ્રાથના ખંડમાં માં જઈને બેઠા. (હવે તમે પણ વિચારો કે, ગધેડાની સમાધિમાં પણ પ્રાથના ખંડ બની ગયા હતા. તો હવે તમે જ વિચારો કે, પ્રાથના કોણ સાંભળતું હશે? ગધેડો…. આ વાત હસ્યાસ્પ્રદ છે. પણ થોડી કડવી વાસ્તવિક પણ છે.)

Image Source :

પેલા પ્રાથના ખંડમાં બંને બાબા મળ્યા અને તે સાથે જ પેલો મજુર બનેલો બાબા પેલા બાબાના પગમાં પડી ગયો અને કહેવા લાગ્યો કે, બાબા આ રહસ્ય કોઈને કેતા નહિ કે, મારો ભૂતકાળ એક મજુર તરીકેનો હતો. આમ બોલી તે પેલા બાબાને રીઝવવા લાગ્યો અને જે હતી તે બધી સાચી વાત આ બાબાને કહી દીધી.
આ વાત સાંભળી પેલા બાબા પણ વિચારમાં પડી ગયા, અને પછી થોડું મુસ્કુરાયા અને બોલ્યા કે, ભાઈ ગભરાઇશ નહિ. હું આ વાત કોઈને નહિ કહું. પેલો મજુર પણ હવે થોડો શાંત બન્યો અને આભાર માન્યો. ત્યારે મજુરને પણ નવી લાગી કે આ સાચુકલા બાબા તેના આ ખોટા ષડ્યંત્ર માટે કેમ માની ગયા હશે?

ત્યાંજ પેલા બાબા બોલ્યા કે, ભાઈ તને ખબર છે કે, મેં તારું રહસ્ય કોઈને ન કહેવા માટે હા કેમ પાડી.? આ પાછળ કોઈ ભક્તિ ભાવ, કે લોકોની શ્રદ્ધાનું કોઈ કારણ નથી. ખેર છોડ એ વાત ચાલ હું પણ તને આજ એક રહસ્ય કહું….એમ કહી બાબા પોતાનો ભૂતકાળ ખોલવા લાગ્યા.

Image Source :

તેમણે કહ્યું કે, ભાઈ મેં તારી સમાધિ પ્રત્યેની ભક્તિ જોઈ તને ગધેડો આપ્યો ન હતો. પણ હું તેને પાલવવા માંગતો નહોતો એટલે જ તને આ ગધેડો આપેલો. જેણે તારી જિંદગી બદલી નાખી. પણ એ ગધેડાએ તારી જીંદગી બદલી નાખી એવી જ રીતે તેની માં એ મારી જીંદગી બદલી નાખી છે.

પેલો મજુર વિચારવા લાગ્યો કે આ શું ચાલે છે… ત્યારે બાબાએ કહ્યું કે, ભાઈ તું પણ જયારે મજુરી કરતો હતો ત્યારે જે સમાધિની તું સાફસફાઈ કરતો એ સમાધિ બીજા કોઈની નહિ પણ આ ગધેડાની માં ની જ સમાધિ હતી… અને તે ગધેડીએ જયારે આ ગધેડાને જન્મ આપ્યો ત્યારે તે મરી ગઈ હતી અને મારી પ્રિય  ગધેડી હોવાથી મેં પણ તેની કબર કે સમાધિ બનાવી હતી. અને જેમ તું જે રીતે આગળ વધ્યો છો એવી જ રીતે હું આગળ વધ્યો હતો. તેથી તું ચિતા ના કર આપણે બંને એક જ નાવના મુસાફર છીએ.. આમ કહી બંને બાબા ગળે લાગ્યા અને પ્રાથના ખંડની બહાર આવ્યા.

Image Source :

અને બસ ત્યાં જ લોકોની મોટી ભીડ આ બંને બાબાઓની મહા-પ્રાથના ના દર્શનની વાટે જ ઉભા હતા. ત્યાર બાદ બંને બાબાઓએ પોત પોતાના સંપ્રદાયો વિશે અત્યંત લોકોની આંખમાં આંસુ આવી જાય એવું વ્યાખ્યાન આપ્યું, અને તે વ્યાખ્યાન લોકોના દિલમાં ઉતરી ગયું અને કેટલાક લોકો તો ત્યાજ સંભાળતા સંભાળતા રડવા લાગણીથી ભીના થઇ લાગ્યા. અને ઘણા લોકોએ દિલ ખોલીને આ લાગણીશીલ બાબાઓને લાખો રૂપિયાથી નવરાવી નાખ્યા….

બસ હવે તમને સંજય ગયુંને કે, મહાન મોટા પાખંડી બાબાઓ કઈ  રીતે આગળ વધે છે અને પોતાનું સામ્રાજ્ય બનાવે છે… તેના પાયામાં તો આપણી જેવા લાગણીશીલ લોકો જ રહેલા હોય છે કે, તેને તેની બે ટકાની વાત પર લાખો રૂપિયા આપી દેતા હોઈએ છીએ..

Image Source :

મહેરબાની કરીને નીચેનો ભાગ પણ વાંચીલો હજી ભાઈ વાત થોડી અધુરી છે.

જુઓ, ભાઈ અમે ખુદ ઈશ્વરમાં અનંત શ્રદ્ધા ધરાવતા માણસો જ છીએ. પણ વાત જયારે ઈશ્વરની આડમાં પાખંડની આવે છે ત્યારે આવા લેખ આપની સમક્ષ લાવવા પડે છે..

હા… આપણે ખુદ જ આવા બે કોડીના પાખંડીઓને ધર્મ ગુરુઓનો દરજ્જો આપી દઈએ છીએ. આપણે જ આના ગુનેગારો છીએ અને જયારે આવા પાખંડીઓનિ હકીકત આપની સમક્ષ આવે ત્યારે ગુસ્સો આપણે જ કરીએ છીએ કે, પુરા દેશને લૂટીને તે બેઠા છે, પણ ભાઈ તેણે દેશ નથી લૂટ્યો….તમે પોતે જ લુટાવ્યો છે. 

Image Source :

તો ભાઈઓ બસ છેલ્લે એક જ વાત કહેવા માંગું છું કે, જે કોઈ લોકો તમને ઈમોશનલ કરી દે છે તેવી લોભામણી વાતોમાં આવીને તેને ધર્મગુરુ કે, સંત ના ગણી લો… કેમ કે, સાચા સંત ક્યારેય તમને લાગણીશીલ કરીને પૈસા ભેગા નથી કરતા, પણ માણસને ધર્મ, જ્ઞાન અને સમજણની વાતો કરીને સુદ્રઢ બનાવે છે.

અમે અહીં કોઈ આવા પાખંડીઓના નામ લેવા નથી માંગતા કે, જે તમને તેમની સભામાં જીવન, પરિવાર અને સમાજના નામે તમને લાગણીશીલ કરીને તમારી પાસેથી પૈસા ભેગા કરે છે. અને મજબુત મનના તમને ત્યાં જ ઈમોશનલ કરી દે છે. અને સભામાં કે પ્રવચનમાં જ રડવા મજબુર કરે એવી વાત કરે છે.

મજબુત મનના લોકો ને લાગણીશીલ કરીદે તેને સાચો સંત, બાબા કે ધર્મગુરુ ના કહેવાય, સાચો સંત તો કૃષ્ણ કહેવાય કે, જેને લાગણીશીલ અને રડતા અર્જુનને ગીતાનું જ્ઞાન મજબુત મનનો કરી દીધો અને સાચી દિશા ચીંધી આપી..પણ આ પાખંડીઓ તમે મજબુત મનના હોવ અને એમની પાસે જાવ તો તમને ઈમોશનલ કરીને રડાવી દે છે. ભાઈ આપના ધર્મગ્રંથો આટલા સુદ્રઢ છે તેને વાંચોને કોઈ આવા પાખંડીઓ પાસે જવાની જરૂર નથી.

Image Source :

ભાઈ પ્રભુ કે ઈશ્વરમાં પૂર્ણ શ્રધ્ધા રાખો, વેદો પુરાણોમાં વિશ્વાસ રાખો, ગીતામાં વિશ્વાસ રાખો પણ ભાઈ આવા પાખંડીઓથી દુર રહો…તમને જો આ લેખ ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવો તો અમે આવા જ બીજા જનજાગૃતિ અને સાચું જ્ઞાન અને દિશા આપતો બીજો લેખ પણ પ્રકાશિત કરીએ..

જો તમને આ લેખ થોડો પણ સાચો લાગે તો વધુમાં વધુ શેર કરજો…તમારા જેટલા ગ્રુપ તેમજ તમારા તમામ પોતાનાઓને આ લેખ જરૂર વંચાવો, અને પોતાનામાં અને ઈશ્વરમાં અનંત શ્રધ્ધા રાખતા શીખવાડો, કોઈને લાગણીશીલ કરી, પોતાના રોટલા શેકતા દેતા પાખંડીઓથી દુર રહેવા જણાવો.

यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत । 
अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ॥४-७॥ 
परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् । 
धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे ॥४-८॥
જયશ્રી રામ, જયશ્રી કૃષ્ણ, ઓમ નમઃ શિવાય.

👱ભાઈઓ તથા 👱‍♀️બહેનો.

આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો. અમે તમારા નામની સાથે તે આર્ટીકલ પબ્લીશ કરીશું. અને તેના ટાઈટલ ફોટોમાં તમારું નામ હશે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી ?

(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ  (૩) ગુડ  (૪) એવરેજ

 

મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “સોશિયલ ગુજરાતી ”ના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.
ફેસબુક પેજ માટે નીચે ક્લિક કરો..⬇

➡  સોશિયલ ગુજરાતી 

Image Source: Google

Leave a Comment