અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
💁આ શબ્દ ન વાપરો ક્યારેય જીવનમાં…… તે લઇ જશે જીવનને બરબાદી તરફ…… 💁
👨💼 આ દુનિયામાં જેટલા પણ શબ્દો છે તે બધા જ શબ્દોની અંદર અલગ અલગ શક્તિ હોય છે. અમુક શબ્દમાં સકારાત્મક શક્તિ હોય છે તો અમુક શબ્દમાં નકારાત્મક શક્તિ હોય છે. આજે અમે તમને જણાવશું એક એવા શબ્દ વિશે જે તમારી જિંદગીને કરી નાખે છે બરબાદ.તો એ શબ્દ ક્યારેય ના બોલવો અને છેલ્લે એક એવો શબ્દ પણ બતાવીશું જે તમને સકારાત્મક શક્તિ પ્રદાન કરશે.
👨💼 વિજ્ઞાન આજ સુધી મગજને નથી સમજી શક્યું અને આજ સુધી કોઈ પણ વ્યક્તિ એવું નથી સમજાવી શક્યો કે અવચેતન મન કેમ કામ કરે છે. જેમકે શરીરના તમારા ૯૦% કામો તમારું અવચેતન મન કરે છે. જો આ વાત ખોટી લગતી હોય તો તમારી આંખની પાપણ પર ધ્યાન આપો. શું સવારે જગ્યા ત્યારથી અત્યાર સુધી તમે પાપણ ને પલકાવત હતા? તમારે ધ્યાન રાખવું પડ્યું કે તે સતત પલક્તી રહે? નહિ ને ? તે જાતેજ પલકે છે આવી બીજી ઘણી પ્રક્રિયા છે જે અવચેતન મન દ્વારા થાય છે. જો તમે રોજે આ નેગેટીવ શબ્દ બોલતા રહો તો અવચેતન મન તેને સાચું માની લે છે અને તમારી ગેરહાજરી માં પણ એ શબ્દ બોલ્યા રાખે છે જે તમને આગળ જતા નુકશાન પોહ્ચાડે છે.
જોવામાં આવ્યું છે કે જે લોકો આ બે શબ્દને પોતાની જિંદગીમાં વધારે ઉપયોગમાં લે છે તે ક્યારેય પણ કંઈ મોટું નથી કરી શકતા. કેમ કે આ શબ્દ તેના અવચેતન મનને ઈફેક્ટ કરે છે. તે શબ્દો વ્યક્તિના મગજમાં નકારાત્મક પ્રભાવ પાડે છે. તો ચાલો જાણીએ તે શબ્દ વિશે જે તમારી જિંદગી બરબાદ કરે છે.
👨💼 તે શબ્દ છે “કાશ, I HOPE. સૌથી પહેલા કાશ શબ્દને બોલવાનું બંધ કરો. કાશનો મતલબ શું થાય છે ? કાશનો મતલબ એવો થાય કે “તે વસ્તુ મારી પાસે હોય તો, કાશ મારી પાસે પૈસા હોત ,કાશ મારા માર્ક્સ વધારે આવત, કાશ હું તેને ખુશ કરી શકતો હોત, કાશ મારી પાસે તે વસ્તુ હોત. ” આ શબ્દ બોલવાનો બંધ કરો. આ એક સામાન્ય વાત છે I HOPE, કાશ, વિચારવાથી આપણું દિમાગ એવું વિચારે છે કે તમને તમારા પર ભરોસો નથી. જો તમને ભરોસો હોત તો તમારે તમારી જીંદગીમાં જે જોઈએ છે તે તમને મળી ગયું હોત.
👨💼 જ્યારે પણ આપણે કોઈને એવું કહેતા સંભાળીએ કે “કાશ હું તે કરી શકતો હોય.” ત્યારે આપણને તરત જ ખબર પડી જાય કે આ વ્યક્તિને પોતાના પર ભરોસો નથી. અને તે જીવનમાં ક્યારેય પણ તે વસ્તુ નહિ મેળવી શકે જેને તે ઈચ્છતો હોય. કેમ કે જીવનમાં તેજ વસ્તુ મળે છે જેના પર તમે યકીન કરતા હોવ. તમે જે દુનિયા જોઈએ રહ્યા છો તે તમારા ભરોસાની દુનિયા છે. તેનો મતલબ એવો કે આજ સુધી તમે જે વસ્તુ પર ભરોસો કર્યો છે તે વસ્તુ જ તમને મળી હોય છે. પરંતુ તે વસ્તુ ક્યારેય નથી મળતી જ્યારે આપણે કહીએ કે કાશ આ વસ્તુ મારી હોત તો ?
👨💼 કાશ શબ્દનો સાફ એવો મતલબ થાય કે હું નથી માનતો કે આ વસ્તુ મને મળી શકે. તો તમારા મનમાં એવો સવાલ થાય છે કે ઠીક છે તો પછી કાશ શબ્દની જગ્યા પર કયો શબ્દ વાપરવો જોઈએ. તો તમારે કાશ શબ્દની જગ્યાએ યકીન અથવા ભરોસો અને અંગ્રેજીમાંમાં કહીએ તો I KNOW. એક ઉદાહરણ જોઈએ કે “કાશ મારી જિંદગી ખુશાલ થઇ જાત .” તો ત્યારે તમારે એવું બોલવાનું કે “મને ભરોસો છે કે મારી જિંદગી ખુશાલ થશે. જેમ જેમ તમે આ શબ્દ વધારે વાર બોલતા જશો એમ તમારું અવચેતન મન તે શબ્દને પકડી લેશે અને પછી તે તમારા માં આત્મવિશ્વાસ ભરતું રહેશે.
👨💼 સ્કુલના બાળકોએ સવારે 6 વાગ્યે ઉઠીને ધ્યાનમાં બેસીને માત્ર બે જ મિનિટ મનમાં કહો કે મને ભરોસો છે કે આવતી વખતે હું ટોપર થઈશ. એટલા માટે ક્યારેય પણ કાશ શબ્દને ક્યાંય પણ રીલીઝ ન કરવો જોઈએ.
👨💼 જો બે વાક્ય બોલવામાં આવ્યા હોય કે કાશ હું આ કરી શકતો હોત તો ?” તો ત્યારે આપણે તેની જગ્યા પર બીજું વાક્ય બોલી શકીએ કે “મને ભરોસો છે કે આ હું કરી લઈશ.” તો આ વાક્યમાં એક પ્રકારની એનર્જી જોવા મળે અને આત્મવિશ્વાસ પણ ખુબ જ ભરપુર જોવા મળે છે. એટલા માટે ક્યારેય પણ કાશ શબ્દનો ઉપયોગ ન કરવો જોઈએ. અને પછી જોવો તમારી જિંદગી કેવી રીતે બદલે છે અને વિકાસ કરે છે.
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
2 help full