દરેક માતા પિતાએ પ્લીઝ વાંચો સ્કુલ કંઈ રીતે તમને અને તમારા બાળકને બરબાદ કરી રહી છે …આંખો ઉઘડી જશે.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

દરેક માતા પિતાએ ખાસ વાંચવુ જોઈએ સ્કુલ કંઈ રીતે બરબાદ કરી રહી છે … વાંચ્યા બાદ તમારી આંખો ઉઘડી જશે.

“Everyone is a genius but if you judge a fish by its ability to climb a tree , it  will live its whole life believing that it is stupid” – Albert Einstein

img source
ખુબ જ સરસ કીધું છે Albert Einstein એ  કે દરેક લોકો પોતાની જિંદગીમાં જીનીયસ હોય જ છે. પરંતુ તમે એક માછલીને એક વૃક્ષ પર ચડવાનું કહો તો તે આખી જિંદગી પોતાને મૂર્ખ સમજશે. જ્યારે એવું છે જ નહિ કારણ કે માછલીનું ટેલેન્ટ છે તરવું. તો તેની પાસેથી તરવાની અપેક્ષા રાખી શકાય ચડવાની નહિ. એ વૃક્ષ પર નથી ચડી શકતી તેનો અફસોસ કરવાને બદલે એ પાણીમાં તરી શકે છે તેના માટે તેને બીરદાવાની જરૂર છે.

img source
આ માછલી જેવી જ હાલત છે આજના સમયમાં અમુક વિદ્યાર્થીઓની પણ. મિત્રો આજે અમુક શૈક્ષણિક સંસ્થાને બાદ કરતા બધી જ શૈક્ષણિક સંસ્થાઓ માટે બાળકોના ભવિષ્ય કરતા તેની સંસ્થાને થતો નફો વધારે મહત્વ ધરાવે છે. તો ક્યાંકને ક્યાંક બાળકો સાથે અન્યાય થઇ રહ્યો છે.

શિક્ષણનું ખુબ જ મહત્વ છે આપણા જીવનમાં. તે આપણા જીવનને વધારે સારું બનવામાં મદદરૂપ છે પરંતુ આજે જે સીસ્ટમ છે અભ્યાસ ક્રમની તેમાં બદલાવની જરૂર છે. આ જ સીસ્ટમના કારણે બાળકોમાં રહેલી સર્જનાત્મકતા નષ્ટ થતી જાય છે અને બાળક પણ માનસિક તણાવનો ભોગ બનતો જાય છે.

img source
આજે આટલો ડીજીટલ યુગ હોવા છતાં આપણી એજ્યુકેશન સીસ્ટમમાં ક્યાંકને ક્યાંક ત્રુટીઓ જોવા મળે છે. આપણી સિસ્ટમમાં કોઈ વસ્તુ શીખવવામાં આવે છે પછી તેની પરીક્ષા લેવામાં આવે છે. ત્યાર બાદ વિદ્યાર્થી પરીક્ષામાં સારા માર્કસ મેળવવા માટે તૈયાર કરાવેલું વાંચે છે અને આમ સામાન્ય રીતે કહીએ તો તેનું રટણ કરે છે. પરંતુ અહીં આપણો મેમરી પાવર ચેક થાય છે આપણી બુદ્ધિમતા નહિ. ઘણા વાલીઓનો પણ એવો આગ્રહ હોય કે તેના બાળકને વધારે માર્કસ આવે. પરંતુ રટણ કરેલું ખાલી માર્કશીટમાં જ દેખાય જિંદગીમાં નહિ કારણ કે  રટણ કરેલું તે આગળ જતા ભૂલી જશે.

img source
તો જણાવી દઈએ કોઈ પણ વ્યક્તિની શીખવાની ક્ષમતા ખુબ જ વધારે હોય છે. વ્યક્તિ થોડા સમયમાં ઘણું બધું શીખી શકે છે. પરંતુ વાત અહીં ઈન્ટરેસ્ટની છે. જ્યારે બાળકનું આવી સીસ્ટમમાં ભણવાનું મન જ નથી લાગતું તો એ શું કરે ? તેને કોઈ બીજી જગ્યાએ ઈન્ટરેસ્ટ છે ડાન્સ, મ્યુસિક, સ્પોર્ટ વગેરેમાં તેનો તે ઈન્ટરેસ્ટ નજર અંદાજ કરવામાં આવે છે. જ્યારે તેમાં પણ એક સારું કરિયર બનાવી શકાય છે અને તેમના વાલીઓ અભ્યાસમાં ફોકસ કરવાનું કહે છે પરંતુ તેના ઈન્ટરેસ્ટથી અલગ રાખીને કદાચ તેના માટે અભ્યાસમાં ફોકસ કરવો અઘરો હોય.

મિત્રો દરેક વ્યક્તિ પાસે કોઈ એક એવો ટેલેન્ટ તો હોય જ છે કે જે અન્ય વ્યક્તિ પાસે ન હોય. પરંતુ વાત છે તેને પ્રોત્સાહન આપવાની. img source
આપણી એજ્યુકેશન સિસ્ટમમાં આ જ વસ્તુની કમી છે અહીં પૂસ્તકીયું જ્ઞાન તો અપાય જાય છે પણ તેની પાછળ વ્યક્તિના શોખ અને ટેલેન્ટની ક્યાંક બલી ચડી જાય છે. માટે આ બદલાવની જરૂર છે. સ્કુલમાં દરેક વિદ્યાર્થીને એક જ નજરથી જોવામાં આવે છે પરંતુ તે લોકો નથી સમજતા કે બધાની ક્ષમતા અલગ અલગ હોય છે.

અને બીજી વાત એ કે શિક્ષણમાં જીજ્ઞાશા વૃતિનો અંત આવતો જાય છે. દરેક બાળકમાં એક જીજ્ઞાશા વૃતિ હોય છે કોઈ પણ વસ્તુને જાણવાની. પરંતુ તેની જીજ્ઞાશા વૃતિને બાજુએ મુકીને ક્યારેક વાલીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ બધા માર્કસ અને રીઝલ્ટના ચક્કરમાં પડ્યા હોય છે. અને એટલે જ કદાચ દુનિયાના મહાન લોકો સ્કુલ અને કોલેજ ડ્રોપ આઉટ હતા. જેમ કે માર્ક ઝુકરબર્ગ, આઇન્સ્ટાઇન, બીલ ગેટ્સ, સ્ટીવ જોબ, બેન્જામીન ફ્રેન્કલીન વગેરે. આ લીસ્ટ તો બહુ લાંબુ છે જો બધા લખવા બેસીએ તો આખો આર્ટીકલ લખાય જાય.

img source
અહીં એવો મતલબ નથી કે તમે પણ સ્કુલ કે કોલેજ કરવાનું છોડી દો પરંતુ તેનો અર્થ છે કે અભ્યાસની સાથે સાથે તમારામાં રહેલી બુદ્ધિમતા છે તેને પણ સતત વિકસાવતા રહો અને તમને જે વસ્તુ કરવામાં ઈન્ટરેસ્ટ છે તેને પણ કરતા રહો અને તેમાં આગળ વધો.

મિત્રો આજે અમે તમારી સાથે એક વેબસાઈટ પણ શેયર કરી રહ્યા છીએ જેમાં તમને તમારા ઈન્ટરેસ્ટ મુજબના લર્નિંગ વિડીયો મળશે. જેમ કે બીઝનેસ, ફોટોગ્રાફી, વિડીયો એડીટીંગ, ટેકનોલોજી, ચિત્રકળા, સંગીત વગેરે. અહીં તમે સાઈન ઇન કરીને વિડીઓ પરથી શીખી શકો છો. તે વેબસાઈટ છે www.skillshare.com .તો તમેં અભ્યાસ કરતા કરતા પણ અહીંથી તમારા ઈન્ટરેસ્ટ અને ટેલેન્ટને લગતી વસ્તુઓ શીખી શકો છો.img source

આ લેખ દ્વારા અમે શિક્ષણ પદ્ધતિનિ કે કોઈ સ્કુલની પ્રોબ્લેમ નથી જણાવી રહ્યા પણ બાળક માટે બીજો એક શ્રેષ્ઠ રસ્તો જણાવી રહ્યા છીએ, તો તેની વાચક મિત્રોએ નોંઘ લેવી.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

Leave a Comment