એક સમયે પિતા વહેંચતા હતા સ્કુલની બહાર સમોસા તેની છોકરી આજે છે બોલીવુડની મોટી સ્ટાર…

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી.

એક સમયે પિતા વહેંચતા હતા સ્કુલની બહાર સમોસા તેની છોકરી આજે છે બોલીવુડની મોટી સ્ટાર…

મિત્રો એવું કહેવાય છે કે “સિદ્ધિ તેને જઇ વરે જે પરસેવે ન્હાય” મતલબ કે કોઈ પણ વ્યક્તિ પોતાની મહેનત, લગન અને પોતાના દ્રઢ નિશ્ચયથી સફળતા મેળવી શકે છે. એવું જ એક બોલીવુડની ખુબ જ પ્રખ્યાત મહિલા સિંગર સાથે થયું છે કે એક સમયે જેના પિતા સ્કુલની બહાર સમોસા વહેંચતા હતા અને તે આજે છે બોલીવુડની સુપર સ્ટાર.

મિત્રો અમે જે બોલીવુડ સિંગરની વાત કરી રહ્યા છીએ તે બીજું કોઈ નહિ પરંતુ લાખો દિલોની ધડકન અને લોકોની ચહિતી સિંગર નેહા કક્કર છે. 6 જુન 1988 માં ઋષિકેશ, ઉત્તરાખંડમાં જન્મ લેનાર નેહા કક્કર આજે બોલીવુડની ખુબ જ પ્રખ્યાત સિંગર છે જેના જાદુઈ અવાજની આજે આખી દુનિયા દીવાની છે.

પરંતુ આજે નેહા જે સફળતાની સીડી પર પહોંચી છે ત્યાં સુધી પહોંચવા માટે તેમને ઘણા મુશ્કેલી ભર્યા રસ્તાઓ પરથી પસાર થવું પડ્યું હતું. નેહાનો શરૂઆતનો અભ્યાસ ઋષિકેશમાં જ થયો હતો. પરંતુ નવાઈની વાત તો તમને એ લાગશે કે નેહા જે સ્કુલમાં ભણતી હતી તે જ સ્કુલની બહાર તેના પિતા સમોસા વહેંચતા હતા અને આ વાત નેહા કક્કરે પોતે એક ઈન્ટરવ્યુમાં સ્વીકારી હતી.

પરંતુ મિત્રો તેણે આટલી સફળતાને પ્રાપ્ત કરી છે તેની પાછળ છે તેની સંગીત પ્રત્યેની રૂચી. તેમનું સંગીત પ્રત્યેનું ડેડીકેશન જેના કારણે તેને આટલી નામના મળી છે. તમને જાણીને નવાઈ લાગશે કે નેહા કક્કર જ્યારે માત્ર ચાર વર્ષની હતી ત્યારથી જ તેણે રીયાઝ કરવાનું શરૂ કરી દીધું હતું. તો મિત્રો તમે જ વિચારો કે જે વ્યક્તિ ચાર વર્ષની ઉમરથી મહેનત કરતી હોય તે તેની જિંદગીમાં કેટલી આગળ વધી શકે.

તમને જણાવી દઈએ કે નેહા કક્કર જે આજે બોલીવુડની પ્રખ્યાત સિંગર છે તે જ સિંગર એક દિવસ માતાજીના જાગરણમાં ગીતો ગાતી હતી. પરંતુ કહેવાય છે ને કે જ્યારે કિસ્મતના દરવાજા ખુલે છે ત્યારે વ્યક્તિ આપો આપ એક તકને શોધી લે છે કંઈક આવું જ નેહા કક્કર સાથે પણ થયું. તેમને પોતાની કિસ્મત એક રીયાલીટી સિંગિંગ શો માં અજમાવી. તેમણે વર્ષ 2006 માં ઇન્ડિયન આઈડલમાં ભાગ લીધો હતો અને પછી તેમને ત્યાંથી એક ઓળખ મળી. ઇન્ડિયન આઈડલ સિંગિંગ શોમાં નેહાએ પોતાની ગાયકીનો શાનદાર નમુનો પેશ કર્યો હતો.

ત્યાર બાદ તેના બોલીવુડના સફરની શરૂઆત થઇ અને ધીમે ધીમે તે એક મોટી સિંગર બનતી ગઈ. આજે તે ખુબ જ નામી સિંગર બની ગઈ છે. 2008 માં નેહાએ મિત બ્રધર્સ દ્વારા કમ્પોઝડ આલબમ નેહા ધ રોક સ્ટારથી બોલીવુડમાં પોતાના સંગીત સફરની શરૂઆત કરી.

તેમણે બોલીવુડમાં ઘણા હીટ ગીતો પણ આપ્યા છે. અને એક બાજુ તેમનો ડાન્સ અને મોડલિંગ તરફનો જુકાવ હતો જેના કારણે તે વધારે ફેમસ બનવા લાગી. નેહા ઘણા લાઈવ શો કરી ચુકી છે તેમણે લગભગ 1000 થી પણ વધારે લાઈવ શો કરેલા છે જેના કારણે તેમના ચાહકો તેમને ભારતીય શકીરાના નામે બોલાવે છે.

તો આ રીતે નેહાએ અહીં સુધી પહોંચવા માટે ઘણી મહેનત કરી છે જેના પરિણામે જ તે આજે આટલી પ્રખ્યાત સિંગર બની છે. મિત્રો નેહા કક્કરની કહાની તમને કેવી લાગી તેમજ તેમના ગીતો તમને કેવા લાગે છે તે કમેન્ટ દ્વારા જરૂર જણાવજો.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

Leave a Comment