જીવનમાં ક્યારેય પણ માતા સાથે આવું ન કરવું જોઈએ….. દરેક વ્યક્તિએ જીવનમાં આ વાતને અવશ્ય જાણવી જોઈએ…
મિત્રો આજનો આ લેખ દરેક વ્યક્તિની માતા માટે લખાયેલો છે. જે દરેલ લોકોએ દિલથી વાંચવો જોઈએ. આજે આ લેખમાં જે અમે જણાવવા જઈ રહ્યા છીએ તે જાણીને તમને આશ્વર્ય તો થશે જ પરંતુ આંખમાંથી આંસુ પણ સરી પડશે. આ લેખમાં જે વાત કહેવામાં આવી છે તે દરેક વ્યક્તિએ જાણવી જોઈએ અને પોતાના જીવનમાં ઉતારવી જોઈએ. તો મિત્રો આ લેખ પોતાની માટે એક વાર જરૂર વાંચો.
રાહુલ એક સારી અને સફળ કંપનીમાં મેનેજર તરીકે કામ કરી રહ્યો હતો. ત્યાં તેને પોતાની સાથે સહ કર્મચારી નીના નામની છોકરી સાથે પ્રેમ થઇ જાય છે. બંને ત્રણ વર્ષ સુધી પ્રેમ સંબંધમાં રહે છે અને પછી તેઓ લગ્ન કરવાનો નિર્ણય કરે છે. રાહુલ નીના સાથે લગ્ન કરીને એક દિવસ પોતાના ઘરે આવ્યો અને પોતાની માતાને જોરથી બુમ પાડીને જણાવ્યું માં, “હું લગ્ન કરીને આવ્યો છું અને તારી વહુ લાવ્યો છું, તું તેનું સ્વાગત કર.”
માતા રસોડામાં સાંભળે છે અને કંકુ ચોખાની થાળી લઈને આવે છે. માતા ખુશ તો ન હતી, છતાં પણ ચહેરા પર એક હળવું સ્મિત આપીને પોતાના દીકરા અને વહુનું સ્વાગત કરે છે અને વહુના કંકુ પગલા કરાવી તેને આખું ઘર બતાવે છે. લગ્ન બાદ દીકરો અને વહુ બંને સવારમાં નોકરીએ જતા રહેતા. રાહુલ અને નીના હોંશિયાર હતા તેથી તેના કામથી કંપની ખુશ થઇ અને બંનેને દુબઈનો પ્રોજેક્ટ આપ્યો. તેથી તેઓ બંને માતાને મુકીને દુબઈ જતા રહ્યા.
એક દિવસ કંપનીના કામથી રાહુલ ભારત આવે છે. ત્યારે તેને તેની માતાની હાલત ખબર પડી કે તેની હાલત ખરાબ થઇ ગઈ હતી. ત્યારે રાહુલ ઘરે આવે છે. ત્યારે માતાએ દીકરાને જણાવ્યું કે, “દીકરા હવે તમે બંને ઘરે પાછા આવી જાવ, મારાથી કામ નથી થતું અને આ એકલાપણું મારો જીવ લઇ બેઠું છે.”
ત્યારે દીકરો માતાને જણાવે છે કે માં તું ચિંતા ન કર તેનો ઉપાય છે મારી પાસે. તને ત્યાં એકલું પણ નહિ લાગે અને ત્યાં તારે કામ પણ નહિ કરવું પડે અને ત્યાં રહેવાથી તને શાંતિ મળશે. ત્યારે ભોળી માં કંઈ સમજી નહિ અને દીકરાને વિસ્મય થઈને પૂછે છે કે શું તું મને દુબઈ તારી સાથે લઇ જઈશ ?
ત્યારે દીકરો જણાવે છે, “ના.” ત્યાં તમને નઈ ફાવે અને આમ પણ ત્યાં તમારું શું કામ છે. અમારી કંપનીએ એક ઘરડા ઘર બનાવ્યું છે. તેમાં તારું ફોર્મ પણ ભરીને તને ત્યાં મૂકી જઈશ. આ રીતે દીકરો માતાને ઘરડા ઘરમાં મુકીને દુબઈ જતો રહે છે. માતા બિચારી દીકરાને કહી પણ ન શકી અને દીકરા સામે રડી પણ ન શકી.
એક દિવસ રાહુલને ઘરડા ઘરેથી ફોન આવે છે કે તમારી માતાનું મૃત્યુ થયું છે તો જલ્દી આવીને તેમના અંતિમ સંસ્કાર કરી જાવ. દીકરાને આ વાત સાંભળી થોડો આઘાત લાગે છે અને પછી તે જણાવે છે કે અત્યારે હું મહત્વની મીટીંગમાં છું માટે મારે મોડું થઇ જશે તો તમે જ મારી માતાના અગ્નિ સંસ્કાર કરી દો.
ત્યાર બાદ 2 દિવસ પછી દીકરો અને વહુ બંને માતાની અસ્થી લેવા ઘરડા ઘર પહોંચે છે. ત્યારે ત્યાં તેને અસ્થિની સાથે એક પત્ર પણ આપવામાં આવે છે. અને કહે છે કે તમારી માતાની એવી ઈચ્છા હતી કે આ પત્ર તમે વાંચો પછી જ માતાના અગ્નિ સંસ્કાર કરો. પરંતુ અગ્નિ સંસ્કાર તો તમારા નસીબમાં ન હતું. માટે હવે અસ્થિ વિસર્જન પહેલા આ પત્ર જરૂર વાંચી લેજો.
મિત્રો રાહુલ જ્યારે તેની માતાનો પત્ર વાંચે છે તો પત્રમાં લખ્યું હોય છે કંઈક એવું કે, તે સાંભળીને તમારી આંખમાં પણ આંસુ આવી જશે.
પત્રમાં સૌથી પહેલા લખ્યું હતું કે બેટા, “હું પણ તારી માતા જ હતી, મારી પણ એવી ઈચ્છા હતી કે હું મારા દીકરાના લગ્ન સમાજના રીતી રીવાજો પ્રમાણે કરવા માંગતી હતી, માટે દીકરા સૌથી પહેલા તારી માતા તે દિવસે જ મૃત્યુ પામી હતી જ્યારે તું મને જણાવ્યા વગર જ લગ્ન કરીને તારી પત્નીને લઈને સીધો ઘરે આવી ગયો. મેં તને ક્યારેય કોઈ કામની ના નથી પાડી, તેમ છતાં પણ તે મને એક પણ વાર લગ્ન કરતા પહેલા પૂછ્યું પણ નહિ, તારી ઈચ્છા જો તે છોકરી સાથે લગ્ન કરવાની હતી તો હું તે જ છોકરી સાથે તારા ધામધુમથી લગ્ન કરાવી આપેત. પરંતુ હવે તે વાતનો કોઈ મતલબ નથી.”
“એટલું તો ઠીક છે, પરંતુ તે ક્યારેય એક પણ વાર વિચાર્યું નહિ કે તારી વૃદ્ધ માતા ઘરના કામો કંઈ રીતે કરી શકશે, તું અને તારી પત્ની સવાર સવારમાં નોકરી પર જતા રહેતા અને ઘરના બધા કામ હું જ કરતી હતી, તારી પત્ની ક્યારેય ઘર કામમાં મદદ કરતી ન હતી. એ તું પણ જાણે છે. એ તો ઠીક છે મને કામથી કોઈ વાંધો નથી, કારણ કે મેં મારી આખી જિંદગી કામ કર્યું જ છે. મેં તને ખુબ મહેનત કરીને ભણાવ્યો હતો, હું કારખાનામાં કામ કરતી અને બાકીના સમયે પારકા ઘરના કામ કરીને આપણા બંનેનું ભરણ પોષણ કરતી હતી, અને યાદ છે તને એક દિવસ તું નાનો હતો ત્યારે કહ્યું હતું કે હું એવી છોકરી સાથે લગ્ન કરીશ જે તારી ખુબ સેવા કરશે.”
“તો દીકરા મારી સેવા તો દૂરની વાત છે, પરંતુ તારી પત્ની તો મારી સાથે ઘરમાં નોકરની જેમ હુક્મ કરતી કે બે કપ ચા લાવો, આદુ વધારે નાખજો વગેરે. ત્યારે મને કામ કરવાથી દુઃખ ન લાગતું, પરંતુ સૌથી વધારે દુઃખ તો ત્યારે થતું જ્યારે તારી પત્ની તારી હાજરીમાં મારી સાથે આવો વ્યવહાર કરતી અને તું તેને ચુપ કરાવવા અને ઠપકો આપવાના બદલે તેને પ્રેમ જ કરતો, ત્યારે મને ખુબ જ દુઃખ થતું હતું. એટલું જ નહિ દીકરા, તું પૈસા માટે મને છોડીને દુબઈ જતો રહ્યો ત્યાર બાદ હું દિવસે દિવસે મરતી હતી અને ભગવાનને એક જ ફરિયાદ કરતી હતી કે મેં એવા તો કેવા પાપ કર્યા છે કે મારે આ ઉંમરે આવા દિવસો જોવા પડે છે.”
“બેટા, અંતે તને એક વાત કહું છું, જેનાથી તું આજ સુધી અજાણ છે. કારણ કે હું તારી માતા છું એટલે જીવતા તને કહી ન શકી. પરંતુ આ પત્ર દ્વારા જણાવું છું કે હું અને તારા પિતા જ્યારે શહેરમાં જતા હતા ત્યારે અકસ્માત થયો હતો. એ એટલો ગંભીર અકસ્માત હતો કે તેમાંથી બચ્યા બાદ જાણે ભગવાને નવું જીવન આપ્યું હોય તેવું લાગતું. ત્યારે ડોક્ટરે મને એવી વાત કહી કે મારા પગ નીચેથી જમીન પણ ખસવા લાગી. ડોક્ટરે મને અને તારા પિતા બંનેને બોલાવીને કહ્યું કે તમે હવે તમારા જીવનકાળમાં તમે ક્યારેય માતાપિતા નહિ બની શકો. આ સાંભળી મને ખુબ જ આઘાત લાગ્યો કે શું મને ક્યારેય માતાનું સુખ નહિ મળે !”
“ત્યારે તારા પિતાએ કહ્યું કે ભલે આપણા નસીબમાં કોઈ સંતાનને જન્મ આપવાનું ન લખ્યું હોય, પરંતુ આપણે કોઈ દીકરાને દત્તક લઈને તો માતાપિતા બની જ શકીએ. તે જ દિવસે અમે અનાથ આશ્રમમાં ગયા અને તને દત્તક લઈને તને અમારા દીકરા તરીકે સ્વીકાર કર્યો. તે દિવસથી લઈને જિંદગીમાં ક્યારેય પણ તને ઓછું નથી આવવા દીધું. તને પેટના જણ્યા કરતા પણ સવાયો રાખ્યો અને મોટો કર્યો અને તે બદલામાં શું કર્યું ? અમે જ્યાંથી તને લાવીને મોટો કર્યો હતો ત્યાં જ તું મને મુકીને પરદેશ જતો રહ્યો. હવે હું મારા શબ્દોને વિરામ આપું છું અને મારા અંતર મનથી તને આશીર્વાદ આપું છું કે તું સુખેથી રહે અને ભગવાનને પ્રાર્થના કરું છું કે તારા દીકરા તને ક્યારેય આવો દિવસ ન દેખાડે….”
દીકરો આ પત્ર વાંચીને રડવા લાગ્યો અને તેને અહેસાસ થાય છે કે હું પૈસા, પ્રેમ અને પત્ની પાછળ એવો તે કેવો પાગલ બની ગયો કે મારી માતાને જ હું દરેક વાતમાં ભૂલી ગયો અને મારી માતાના દુઃખને ક્યારેય સમજી ન શક્યો. પરંતુ હવે દીકરા પાસે પસ્તાવા સિવાય બીજો કોઈ જ રસ્તો ન હતો. હવે તેને જિંદગીભર પોતાની આ ભૂલ ખટકશે.
મિત્રો જીવનમાં માતા-પિતાથી મોટું કંઈ જ નથી. દિકરાઓ માતાપિતા સાથે ગમે તેવો વ્યવહાર કરે છતાં પણ તેઓ પોતાના દીકરાને હંમેશા આશીર્વાદ જ આપે છે અને હંમેશા તેની સુખ સમૃદ્ધિ અને સલામતીની પ્રાર્થના કરતા હોય છે. માટે દરેક દિકરા અને વહુએ એક વાત સમજવી જોઈએ કે આજે તમે દીકરા અને વહુના રૂપે છો તો ભવિષ્યમાં તમે પણ માતાપિતા બનશો. માટે જેવું તમે તમારા માતાપિતા સાથે વર્તન કરશો તેનાથી પણ ખરાબ વર્તન તમારા દીકરાઓ તમારી સાથે કરશે. આ એક સત્ય વાત છે અને તેના ઉદાહરણ તમે બધા જ લોકોએ જોયા હશે.
તો મિત્રો આ લેખ દરેક લોકોની માતા માટે અમારા તરફથી ભેટ સ્વરૂપે છે, અને કોમેન્ટ કરીને લખો… “માં”…
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ Image Source: Google
Very Helpful.