અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
💁 તમારા શરીરના આ અંગ પર તલ છે… તો જાણો તમે પણ છો ભાગ્યવાન… 💁
👩 લગભગ મોટા ભાગના લોકોના શરીરના અલગ અલગ અંગો પર તલ હોય છે. જેમ કે હાથમાં, પગમાં, મોઢા પર, ગળા પર વગેરે જગ્યા પર હોય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર શરીરના અમુક અંગો એવા છે જ્યાં તલ હોય તો તે વ્યક્તિ ખુબ ભાગ્યશાળી માનવામાં આવે છે. શરીરની આ ચાર જગ્યા પર તલ હોય તે વ્યક્તિ તેના જીવનમાં દરેક સફળતા મેળવે છે. આ જગ્યા પર તલ હોય તે લોકોના જીવનમાં ખુબ સુખ શાંતિ અને સમૃદ્ધિ હોય છે અને તે વ્યક્તિ ખુબ જ ભાગ્યવાન પણ હોય છે. શરીરના તે સ્થાન જાણવા માટે આ આર્ટીકલ છેલ્લે સુધી વાંચો. તમને યોગ્ય જાણકારી મળી રહેશે.
👩 તો ચાલો જાણીએ શરીરના તે સ્થાન વશે જ્યાં તલ હોય તો ખુબ જ માનવામાં આવે શુભ.
👩 હોઠનો નીચેનો ભાગ એટલે કે દાઢી. મિત્રો દાઢી ઉપર તલ હોવું તે શુભ માનવામાં આવે છે કેમ કે સ્થાનને પણ ખુબ જ શુભ કહેવાય છે. શાસ્ત્રો અનુસાર જેને દાઢી પર તલ હોય છે તેના બગડેલા કામ જલ્દીથી થાય છે અને તેવા લોકોની નાણાકીય સ્થિતિ ખુબ જ સારી હોય છે.
👩 જે પુરુષની દાઢી પર તલ હોય તે પૈસાની બાબતમાં જુનુંની હોય છે.
👩 જે મહિલાઓની દાઢીએ તલ હોય છે તેને તૈયાર થવાનો શોખ ખુબ જ હોય છે અને તે સ્ત્રી તૈયાર થવામાં વધારે પૈસા ખર્ચ કરે છે. એવા લોકોને ઓછી મહેનતમાં વધારે પૈસા મળે છે અને ઓછા પ્રયાસોમાં મંજિલને હાંસિલ કરે છે. જે વ્યક્તિની દાઢી ઉપર તલ હોય તેની અંદર કોઈને કોઈ કળા અવશ્ય હોય છે. પણ એ કળા પર બરાબર ધ્યાન નથી આપતા અને બીજા કામ તરફ દોડતા હોય છે.
👩 બીજું સ્થાન છે આપણા નાકની બરાબર વચ્ચેનો ભાગ. ત્યાં તલ હોય તો તે લોકો મનના સાફ હોય છે. થોડી થોડી નખરાળી પ્રવૃત્તિ પણ આ વ્યક્તિઓમાં જોવા મળે છે. આ લોકોને હસી મજાક કરવાનું વધારે પસંદ હોય છે અને સ્વાભિમાની પણ ખુબ જ હોય છે. આ લોકો સ્વયંની મહેનત ઉપર જ આગળ વધે છે અને તેના જીવનમાં વિકાસ જલ્દીથી મળતો હોય છે.
👩 શાસ્ત્રો અનુસાર જેના નાક પર તલ હોય છે તે 32 વર્ષ પછી મંજિલ તરફ જલ્દીથી આગળ વધે છે. એ લોકો જોબ કરે કે વ્યવસાય તેમને પ્રોફિટ જરૂર મળે છે. વાત કરીએ મહિલાઓની. જે મહિલાને નાક ઉપર તલ હોય તે લોકો કારકિર્દીમાં સારા મુકામે પહોંચે છે તેની વાણી પણ ખુબ જ મધુર હોય છે.
👩 હવે વાત કરીએ ત્રીજા સ્થાન વિશે. હથેળીમાં લગભગ ઓછા લોકોને તલ હોય છે. તે લોકો હથેળી બંધ કરે અને તલ બંધ થઇ જતો તો તે વધારે ભાગ્યશાળી હોય છે. તે લોકોના કાર્ય ખુબ જ સરળતાથી પુરા થઇ જાય છે.
👩 ચોથું સ્થાન છે પીઠ જે લોકોને પીઠ ઉપર તલ હોય તે લોકો શાસ્ત્રો અનુસાર ભાગ્યશાળી અને તેજસ્વી માનવામાં આવ્યા છે. એવા વ્યક્તિઓ હરવા ફરવામાં વધારે શોખ ધરાવતા હોય છે. આ લોકો ખુશમિજાજના હોય છે અને બીજા લોકોને પણ ખુશ રાખે છે. આ લોકો પરિવારની ચિંતા કરતા હોય છે અને નાની ઉમરમાં જ સફળતા પામી લે છે. કુટુંબ પરિવાર અને પરિવારજનોનું સુખ પહેલા મળે છે. અત્યારે આપણે જોઈએ તો પરિવારના સુખ જેવું કોઈ સુખ નથી.
👩 તો આ હતા એ ચાર અંગો જ્યાં તલ હોય તો માનવામાં આવે છે ખુબ જ શુભ અને ભાગ્યવાન. તેના જીવન ખુબ જ ખુશીથી ભરપુર હોય છે.
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજઅવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી