ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે આ કર્મોને ક્યારેય ભૂલથી પણ ન કરવા….. જીવતા જ ભોગવવા પડે શે કષ્ટો….

ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે આ કર્મોને ક્યારેય ભૂલથી પણ ન કરવા….. જીવતા જ ભોગવવા પડે છે કષ્ટો….

મિત્રો જ્યારે કોઈ બાળક ભૂલ કરે છે ત્યારે તેના માતાપિતા અને ગુરુ તેમને સાચો રસ્તો જણાવે છે. જેનાથી બાળક એ ભૂલને બીજી વાર ન કરે અને બાળકનું ભવિષ્ય સુધરે. તેવી જ રીતે આપણા શાસ્ત્રો પણ હંમેશાથી આપણને જ્ઞાનનો પ્રકાશ આપતા રહ્યા છે. જેથી આપણા આત્મામાં જે સંસ્કાર બને છે તે આપણને સત્યના માર્ગે દોરે છે.

આજે અમે આ વાતને ધ્યાનમાં રાખતા અમુક એવા કર્મો વિશે જણાવશું કે જે આપણા માટે નર્કનો સીધો દ્વાર ખોલે છે અને તે આપણને જીવનમાં કષ્ટોનો સામનો કરાવે છે. આ કર્મોથી આપણે બધા જ અવગત છીએ પરંતુ છતાં જાણતા અજાણતા આપણે તે કર્મો કરતા હોઈએ છીએ.જેને આપણે ભવિષ્યમાં કર્મ રૂપે ભોગવવું પડે છે.

ધર્મરાજા યુધિષ્ઠર ભગવાન શ્રી કૃષ્ણને એક વાર પ્રશ્ન પૂછે છે કે આ જીવ ક્યાં કર્મોના આધારે દેવતા, મનુષ્ય કે પશુ યોનીને પ્રાપ્ત કરે છે. તેનો જવાબ આપતા ભગવાન કહે છે કે, “ઉત્તમ કર્મોથી દેવ યોની, મિશ્રિત કર્મોથી મનુષ્ય યોની અને પાપ કર્મોથી પશુ વગેરેની યોની પ્રાપ્ત થાય છે.” આ રીતે પાપથી પાપ યોની અને પુણ્યથી પુણ્ય યોની પ્રાપ્ત થાય છે.

સામાન્ય રીતે સંસારમાં કોઈ સુખી નથી દરેક પ્રાણીને એક બીજાથી ડર લાગતો હોય છે. કર્મથી લપેટાયેલું આ શરીર વસ્તુના જન્મથી લઈને મૃત્યુ સુધી ઘણા દુઃખોને ભોગવે છે. ખરાબ કર્મો વિશે ભગવાન શ્રી કૃષ્ણ જણાવે છે કે પર સ્ત્રીનું ચિંતન કે અન્ય વ્યક્તિ વિશેનું અનિષ્ટ ચિંતન અને કુકર્મોમાં લુપ્ત રહેવું તે ત્રણ પ્રકારના માનસ પાપ છે.

અનિયંત્રિત પ્રલાપ, અપ્રિય, અસત્ય, બીજાની નિંદા કરવી અને ચુગલી કરવી. તે પાંચ પાપ મુખ દ્વારા કરાયેલા પાપ છે. આ ઉપરાંત અભક્ષ ભક્ષણ, હિંસા, મિથ્યા કામથી મતલબ રાખવો, અસંયમીત જીવન ગાળવું આ ચાર પ્રકારના પાપ શરીર દ્વારા થતા પાપ છે. જે માણસને પહેલા નર્કના દ્વારે લઇ જાય છે.

આ રીતે ત્રણ પ્રકારના માનસ પાપ, પાંચ પ્રકારના મુખ દ્વારા થતા પાપ અને ચાર પ્રકારના શરીર દ્વારા થતા પાપ એમ કુલ મળીને આ બાર પાપ આપણા માટે નર્કનો દરવાજો ખોલે છે. પરતું તેના પહેલા આપણા જીવનને પણ નર્ક બનાવી નાખે છે.

આ ઉપરાંત જે વ્યક્તિ સંસાર રૂપી સાગરમાંથી ઉગારનાર ભગવાન વિષ્ણુ કે ભગવાન વિષ્ણુ પ્રત્યે નફરત રાખે છે તેમને ઘોર નર્કની પ્રાપ્તિ થાય છે. માટે બુદ્ધિમાન મનુષ્યએ શરીરને નાશવંત માનીને કોઈ પાપ કર્મ ન કરવા જોઈએ. મિત્રો પાપની વાત કરીએ તો પાપ કરનાર વ્યક્તિને ખુબ જ દુઃખ ભોગવવું પડે છે તેમજ તેને એવા નર્કની પ્રાપ્તિ થાય છે કે જેના દુઃખથી વધુ દુઃખ બીજે ક્યાંય નથી હોતું. ત્યાર બાદ તેને અન્ય યોનીઓ પ્રાપ્ત થાય છે અને તે જીવનમાં પણ તેને કષ્ટો અને દુઃખો ભોગવવા પડે છે. જે તેની જિંદગીને જીવતા જ નર્ક બનાવી નાખે છે.

મિત્રો મનુષ્ય યોની સર્વોત્તમ યોની માનવામાં આવે છે. ધર્મ અને સેવા કાર્ય કરીને જ મનુષ્ય યોની પ્રાપ્ત થાય છે. માટે આપણે હંમેશા આપણા ધર્મ અને સેવા કાર્યમાં વૃદ્ધિ કરવી જોઈએ. જે મનુષ્ય ધર્મ અને કોઈ પણ સારા કાર્ય નથી કરતો તેનાથી મુર્ખ આ દુનિયામાં બીજુ કોઈ વ્યક્તિ નથી.

મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ આગળ એક મહત્વની વાત જણાવે છે કે, “આ દેશ એટલે કે ભારત વર્ષ બધા દેશો કરતા ઉત્તમ દેશ છે, પોતાના પાછળના જન્મમાં વ્યક્તિ કોઈ પુણ્યના કાર્ય કર્યા હોય ત્યારે તે ભારત દેશમાં જન્મ લે છે અને આ પવિત્ર ભારત વર્ષની ભૂમિ પર જન્મ પ્રાપ્ત કરીને જે મનુષ્ય પોતાના કલ્યાણ માટે સત્કર્મો કરે છે. તે જ બુદ્ધિમાન છે.”

તો મિત્રો ભગવાન શ્રી કૃષ્ણએ પણ કહ્યું છે કે ભારત દેશમાં જન્મ લઈને આવવું એ દરેક મનુષ્યનું સૌભાગ્ય છે. શું તમે પણ ભારતમાં રહો છો અને તમને પણ ગર્વ થાય છે તો કોમેન્ટ કરીને અવશ્ય જણાવો અને લખો જય ભારત…

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment