આજના આ ભાગદોડ ભર્યા જમાના માં સૌ કોઈ પૈસા પાછળ જ પડ્યા હોય છે. અને એ સાચું પણ છે કે આજના સમયમાં પૈસાનું કેટલું મહત્વ છે એ બધા ને ખબર જ છે. આ જમાનામાં પૈસો મારો પરમેશ્વર એ યુક્તિ જ સાચી ઠરે એમ છે. આજ લોકો પૈસા કમાવવા માટે કેટલા બધા નવા નવા રસ્તાઓ અપનાવે છે કે ક્યારેક અધર્મના રસ્તે પણ ચડી જતા હોય છે….
અહીં ભગવાન શ્રીકૃષ્ણ પૈસા કમાવવાના ચાર રહસ્યો તમને બતાવશે. જો તે જીવનમાં ઉતારશો તો ક્યારેય પૈસાની તંગી નહિ આવે. પૈસા કમાવવાના રસ્તાઓ વિશે ભગવાન શ્રી કૃષ્ણની દ્રષ્ટીએ જોવામાં આવે તો મખ્ય બે જ રસ્તા છે ૧. ધર્મથી પૈસા કમાવવા અને ૨. અધર્મથી પૈસા કમાવવા.
આજના સમયમાં લોકો પૈસા કમાવવા માટે અધર્મનો સહારો પણ લેતા થયા છે, પણ જો તમે ભગવાન શ્રીકૃષ્ણની વાત માનો તો તમે ધર્મથી પણ અઢળક પૈસા કમાઈ શકો છો. જો આ વાત તમને ભગવાન શ્રીકૃષ્ણે શ્રીમદ ભાગવત ગીતામાં આજથી ૫૦૦૦ વર્ષ પૂર્વે કરી જ છે પણ આપણે તે વાતને ક્યારેય વાંચી જ નથી અને તે વાતને જીવનમાં ક્યારેય ઉતારી જ નથી.
એક ખાસ વાત કરીએ તો એ કે જે ભાગવત ગીતાને આખા વિશ્વએ અપનાવી છે અને તે બધા ભાગવત ગીતાને અનુસરીને પોતાના કાર્ય કરે છે પણ આપણે જ એક એવા છીએ કે, ભાગવત ગીતા આપણા ઘર આંગણે છે છતાં પણ આપણે તેનું મહત્વ નથી સમજી શક્યા. શ્રીકૃષ્ણે કહ્યું છે કે તમને સૂર્ય ત્યારે જ દેખાશે જયારે તમે તમારી આંખો ખોલશો, જો આંખ બંધ કરીને તમે સૂર્યને શોધશો તો તમને અંધારા સિવાય કંઈ નહિ દેખાય. તેવી જ રીતે તમે જો ભાગવત ગીતાને ખાલી ઉપરથી જ પગે લાગશો પણ જો તેની અંદરનું જ્ઞાન નહિ વાંચો તો તમને ભાગવત ગીતામાં રહેલું જ્ઞાન ખાલી તેને પગે લાગવાથી નહિ મળી જાય.
ચાલો હવે જોઈએ કે , પૈસા કઈ રીતે કમાઈ શકાય અને એ પણ એટલા કે તમે ખુદ તેને સાંભળી ના શકો. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે, પૈસા અથવા લક્ષ્મી મેળવવાના 4 રસ્તા છે. જો આ રસ્તાની આપને યોગ્ય રીતે પહેચાન કરી લઈએ તો અપના માટે પૈસા કમાવવા ખુબ જ આસન થઇ જશે.
પહેલા તમને ભગવાન શ્રીકૃષ્ણએ બતાવેલા ચાર રસ્તાઓ વિષે વાત કરીશું પછી અંતમાં ભગવાન શ્રીકૃષ્ણે સમજાવેલા રહસ્યની સમજુતી આપીશું.
(1) પૈસા કમાવવાનો પહેલો રસ્તો.
આ રસ્તો સમજાવતા ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે, તમે એક મહેનતુ માણસ જોઈ લો, કે જે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે મજુરી કરે છે અને તે આ મજુરી કરી જે પૈસા કમાય છે તેનાથી પોતાના પરિવાર તેમજ પોતાની શરીરની જરૂરિયાત પણ સંતોષે છે. તેમજ તે અન્ય સામાજિક કર્યો જેવાકે, લગ્ન , દાન, ધર્મ, પુણ્ય એ પણ તેના મહેનત મજુરીના કમાયેલા પૈસા થી જ કરે છે.
આ માણસમાંથી આપને જોઈએ તો તે આખો દિવસ મહેનત મજુરી કરીને જે પૈસા કમાય છે તેનાથી તેનો ગુજારો માંડ માંડ થઇ શકે છે. આશરે ગણતરી કરો તો આ મહેનતુ માણસ આખો દિવસ કામ કરે ત્યારે પુરા દિવસના ૩૦૦- ૫૦૦ રૂપિયા કમાઈ લેતો હોય છે. અમુક મહેનતુ માણસ આનાથી વધુ અને અમુક માણસ આનાથી ઓછા પણ કમાતા હોય છે.
તેમની માસિક આવક જોઈએ તો ૧૦,૦૦૦ થી ૧૫,૦૦૦ રૂપિયા હોય છે. આ આવકને ને ધ્યાનમાં રાખીને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે, હે માનવો યાદ રાખો તમે લોકો જયારે મહેનત કરીને પૈસા કમાશો ત્યારે તમારી આવક તમારી મહેનત પ્રમાણેની જ રહેશે. મહેનતથી ઉંચો બીજો રસ્તો પૈસા કમાવવાનો પણ છે જે મહેનત કરતા પણ વધુ સારો છે. ચાલો તે જોઈએ.
(૨) પૈસા કમાવવાનો આ રસ્તો સમજાવતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે, તમે અત્યારના સમયમાં કોઈ નોકરી કરતો હોય તેવો માણસ જોઈ લો કે, જે માણસ પહેલા પોતાના જીવનની શરૂઆતમાં કોઈની પાસેથી કઈ શીખ્યા હોય અને તો શીખવા મળેલા જ્ઞાનને ઉપયોગમાં લઈને પોતે પણ તે મળેલા જ્ઞાન મુજબ કામ કરતા હોય.
ઉદાહરણ તરીકે, કોઈ બેંકમાં નોકરી કરતા ઓફિસર, કે કોલેજ માં નોકરી કરતા પ્રોફેસર,આવા એક બેન્કના ઓફીસરને જોઈએ તો આપણને ખ્યાલ આવે કે, તેણે પોતાના જીવન દરમિયાન ૨૫ વર્ષ સુધી જ્ઞાન મેળવ્યું અને પછી તે મેળવેલા જ્ઞાનથી બેંકમાં નોકરી મેળવી લીધી અને તે નોકરીના પ્રતાપે તે આજે પોતાનું વેતન મેળવે છે આ વેતન રૂપે તેને ૫૦,૦૦૦ રૂપિયા જેટલું માસિક વળતર મળતું હોય છે કે, તેનાથી પણ વધુ – ઓછુ મળતું હોય છે.
આ જોઈ આપને સમજી શકીએ કે, પૈસા કમાવવા માટે મહેનતથી વધુ આપણને જ્ઞાનમાં ફાયદો રહે છે. જો આપને જ્ઞાન વગરની મહેનત કરીએ તો આપણે સાવ ઓછા પૈસા કમાઈ શકીએ. પણ જો આપની પાસે જ્ઞાન હોય તો આપને ઘણા વધુ પૈસા કમાઈ શકીએ છીએ. એટલે હંમેશા કોઈ પણ જ્ઞાન મેળવવાનો આગ્રહ રાખો જ્ઞાન હશે તો તમે જરૂર જ્ઞાન અને મહેનત ને મિલાવીને વધુ પૈસા કમાઈ શકશો.
પૈસા કમાવવાનો ત્રીજો રસ્તો આનાથી પણ વધુ પૈસા તમને આપી શકે છે તો ચાલો જોઈએ કે તે રસ્તો કયો છે.
(૩) ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે, જેમ ખાલી મહેનત કરવાથી થોડા પૈસા કમાઈ શકાય છે અને તેમજ મહેનત અને જ્ઞાન બંને ભેગા કરીએ તો હજુ વધુ પૈસા કમાઈ શકીએ એવી જ રીતે આપણે હજુ એક તત્વ તેમાં ઉમેરીએ તો હજુ આનાથી પણ વધુ પૈસા કમાઈ શકીએ.
આ તત્વ છે “કળા” કે “કૌશલ્ય”
ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે, જો તમારી પાસે કોઈ કળા હોય તો તમે આનાથી પણ વધુ પૈસા મેળવી શકો છો…. ઉદાહરણ તરીકે કોઈ એવા માણસને તમે શોધી લો કે, જે કોઈ કળા ધરાવતો હોય કોઈ પ્રખ્યાત સંગીતકાર, કોઈ પ્રખ્યાત ચિત્રકાર, મહાન વેપારી કે જે વેપાર કરવાની કળા ધરાવતો હોય.
ઉદાહરણ તરીકે ધીરુભાઈ અંબાણીને લઈલો, તે એક ગરીબ માણસ જ હતા પણ તે તેની વેપાર કરવાની કળાને લઈને એટલા બધા પ્રખ્યાત થઇ ગયા કે આજે તેમના પુત્ર મુકેશ અંબાની દેશના સૌથી ધનવાન માણસ છે. બીજું ઉદાહરણ અભિનેતા અમિતાભ બચ્ચનનું પણ જોઈ લો કે, એ પણ ગરીબ જ હતા પણ આજે તે આપણા દેશના સૌથી પ્રખ્યાત અભિનેતાઓમાં સ્થાન ધરાવે છે અને તે આજે એક ફિલ્મ કરવાના પણ કરોડો રૂપિયા લે છે.
આમ શ્રીકૃષ્ણ આપણને સમજાવે છે કે, મહેનતની સાથે જ્ઞાન હોય અને તે જ્ઞાનમાં પણ જો તમારી કળા ભળી જાય તો તમે એક પ્રખ્યાત તેમજ અમીર વ્યક્તિ પણ બની શકો છો. માટે તમે જીવન દરમિયાન કોઈ કળા માં પણ પારંગત બનવાનું રાખો.
પૈસા કમાવવાનો ચોથો રસ્તો તો એનાથી પણ વધુ અમીર બનાવી આપનાર છે…. જાણો ભગવાન શ્રીકૃષ્ણ શું કહે છે આ ચોથા રસ્તા વિશે….
(4) ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે, આ ચોથા રસ્તામાં એટલા બધા પૈસા તમને મળી શકે છે કે, તમે ખુદ પણ માની નહિ શકો.
આ રસ્તો છે “વિચારનો” શું ના સમજાયું….. કંઈ વાંધો નહિ આગળ વાંચો સમજાઈ જશે…ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે જગતમાં સૌથી વધુ ઝડપી મનના વિચારો છે. આ ઉપરથી ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે, જો તમારી પાસે કોઈ એવો વિચાર હોય તો તમે મહેનત, જ્ઞાન, કૌશલ્ય કરતા પણ વધુ પૈસા કમાઈ શકો છો.
ઉદાહરણ… તરીકે, આ અત્યારે તમારા હાથમાં છે એ ફેસબુક જ જોઈ લો. આ ફેસબુક વર્ષો પહેલા એક કોલેજ કરતા એક વિદ્યાર્થીના મગજ નો વિચાર જ હતી. અને અત્યારે અબજો રૂપિયાની કંપની બની ગઈ છે. આજે લોકોને કદાચ એક દીવસ ખાવાનું ના મળે તો ચાલે પણ ફોન વગર જરા પણ ચાલતું નથી.
આ ફેસબુક શું છે….. એક વિચાર જ છે. આવા અત્યારે અસંખ્ય એવી કંપનીઓ જોવા મળશે તમને કે જે જયારે શરુ થઇ ત્યારે ખાલી એક વિચાર જ હતી પણ અત્યારે કરોડો કે અબજો રૂપિયાની મિલકત ધરાવે છે.
બીજું ઉદાહરણ એવું જ એક લઇ લો વોટ્સઅપનું જે તમે સવારે ઉઠતાની સાથે જ ચેક કરો છો એ વોટ્સઅપ ફેસબુકે આશરે ૧,૪૬,૫૬૪ કરોડ રૂપિયા ( 14,65,64,00,00,000)માં ખરીદી લીધી છે. જે મુકેશ અંબાણીની અડધી મિલકત જેટલું થાય. જો કદાચ મુકેશ અંબાની બે વોટ્સઅપ ખરીદે તો લગભગ તેની બધી મિલકત આપી દેવી પડે.
હવે તમે જ વિચારો કે, ખાલી ૨ વોટ્સઅપ જેટલી જ મુકેશ અંબાનીની સંપતિ છે..તો એ વોટ્સઅપ બનાવવાનો “વિચાર” કેટલા રૂપિયાનો થયો….?
અને હા, બીજી વાત એ કે તમે આ ફેસબુક વાપરો છો ને તેની કિંમત મુકેશ અંબાનીની મિલકત કરતા દોઢ ગણી છે…. હો…. એટલે મુકેશ અંબાની કરતા પણ વધુ પૈસાદાર છે ફેસબુક. હા, એક વાત યાદ રાખો કે, આવા વિચારો ત્યારે જ આવે જયારે તમારી પાસે જ્ઞાન હોય અને આવા વિચારો ત્યારે જ સિદ્ધ થાય જયારે તમારી પાસે મહેનત કરવાની દાનત હોય.
એટલે જ ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે જગતમાં સૌથી વધુ ઝડપી મનના વિચારો છે. જો એક વિચાર તમને એટલો ધનવાન બનાવી શકે છે કે, તમારૂ સ્થાન દુનિયાના તમામ ધનવાનોમાં આવી શકે.
ભગવાન શ્રીકૃષ્ણનું જ્ઞાન.
ભગવાન કહે છે, કે હે મનુષ્ય જો તું ધર્મ તેમજ નીતિથી પૈસા કમાઇશ તો હંમેશા તું આગળ વધતો જ રહીશ. પણ જો તું અધર્મનો સાથ આપીને પૈસા કમાઇશ તો ગમે ત્યારે તારો વિનાશ નિશ્વિત જ છે..
તમારા બાળકોને પણ એવી શિક્ષા આપો કે, તેના વિચારોને નવી દિશા મળે, જો તમે તેને પૈસા કમાવવા માટે દોડાવશો તો જીવન એમ જ નીકળી જશે પણ તમે તેને જ્ઞાન, કળા, મહેનત તેમજ ઉચ્ચ વિચારોનું શિક્ષણ આપો જેથી તે વિકાસ તેમજ ધર્મના માર્ગ પર આગળ વધી સમાજને નવી દિશા આપી શકે.
મિત્રો, ગુજરાતી ડાયરાની ટીમે ખુબ જ ઉત્સાહ પૂર્વક માહિતી મેળવી આ આર્ટીકલ બનાવેલો છે, જો તમને અહી આપેલી માહિતી ગમે તો જરૂરથી શેર કરજો, તેમજ નીચે કોમેન્ટ પણ કરજો.. કેમ કે તમારી કોમેન્ટ અમે ખુબ જ ધ્યાન પૂર્વક વાંચીએ છીએ…તમારી કોમેન્ટ અમને ઉત્સાહ પૂરો પડે છે તેથી નમ્રતાપૂર્વક વિનંતી કે તમને માહિતી ગમી હોય તો જરૂર શેર કરજો.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
Very interesting
Lot of people are not interested in this whom I shared really ifelt that really this is “Kalyug” . By my way this is best knowledge one want one spend life but not able to know the power of thinking thanks for making this type of good things it’s their fault who doesn’t recognise it’s important.
Veri helpful
Thanks a lot for such good articles, best wishes..