અમે કોઈ ફેક ન્યુઝ કે ખોટા સજેશન આપતા કે રાતોરાત પૈસાવાળા બની અને રાતો રાત તમારી હેલ્થ બેસ્ટ થઇ જાય તેવા રસ્તા નથી બતાવતા. કે નથી તમારી રાશી કે ગ્રહ દશા પર ભવિષ્યવાણી કરતા.
અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
📽 દરેક લોકો આ મુવી જોવો આ ફિલ્મ અને વિદ્યાર્થીને પણ બતાવો….. 📽
દરેક માતા પિતા તેના બાળકને કોઈ ફિલ્મ જોવડાવવા રાજી ન હોય. પરંતુ ઘણા લોકોને ખબર નહિ હોય કે ઘણી બધી એવી પણ ફિલ્મો બને છે જેને દરેક વિદ્યાર્થીએ જોવી જોઈએ. અને એ ફિલ્મો એક સ્ટુડન્ટમાં ખુબ જ મદદગાર સાબિત થાય છે. અને તેના આવનારા ભવિષ્યમાં પણ તે કામમાં આવે તેવી ફિલ્મો છે. આજે આપણે તે પાંચ ફિલ્મો વિશે જાણીશું જેને જોવાથી માતા પિતા અને બાળકો બધાને ફાયદો પણ થશે અને આપણામાં એક પ્રકારનો આત્મવિશ્વાસ જોડી દે છે.
📽 ચેતન ભગતના અંગ્રેજી ઉપન્યાસ પર લખવામાં આવેલું આ ફિલ્મ દરેક વિદ્યાર્થીએ જોવું જોઈએ. આ ફિલ્મમાં એક વિદ્યાર્થીના જીવન ચરિત્રને ખુબ જ બખૂબી દર્શાવવામાં આવ્યું છે. આ ફિલ્મમાં વિદ્યાર્થીકાળ દરમિયાન એક વિદ્યાર્થીને કેવા કેવા સંઘર્ષો કરવા પડતા હોય છે તેના વિશે ખુબ સરસ એક લોજીક દર્શાવ્યું છે. અને ખાસ વાત એ છે કે તે ફિલ્માં વિદ્યાર્થીનું જીવન મનોરંજન સાથે દર્શાવ્યું છે. સાથે સાથે એવું પણ બતાવવામાં આવ્યું છે કે વિદ્યાર્થીએ પોતાનું કરિયર જાતે જ નક્કી કરવું જોઈએ તેનાથી આપણે આપણા જીવનને સાચો રસ્તો બતાવી શકીએ. એટલા માટે આ ફિલ્મ જોવી તે એક વિદ્યાર્થી માટે ખુબ જ બેનીફીટ્સ કરે છે.
📽 આ ફિલ્મ એક ગરીબ માતા અને તેની છોકરી પર બનીછે. આ ફિલ્મ વિદ્યાર્થી માટે એક નવી ઉર્જા ઉપજાવે તેવી છે. આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે માતા તેની પુત્રીને કંઈક બનાવવા માટે ઘરોના વાસણ, ઝાડું અને વગેરે ઘણા બધા કામ કરવા પડતા હોય છે. તે ફિલ્મમાં માતાનું માત્ર એક જ સપનું હોય છે કે તેની પુત્રી પોતાના દમ પર આગળ આવે. માતા પોતાની પુત્રીના સપનાને પૂર્ણ કરવા માટે દરેક મુશ્કેલ કામ પણ કરી નાખે છે. આ ફિલ્માં એવું બતાવવામાં આવ્યું છે કે, કોઈ પણ વ્યક્તિ હોય પરંતુ જ્યારે તેના સપના અધૂરા રહી જાય ત્યારે તેનું દર્દ કેવું હોય છે. અને ત્યાર પછી ગમે તે વ્યક્તિ હોય તે પોતાના જીવનનું લક્ષ ચુકી પણ જાય છે.
📽દાર એવનેન એક નવલ કથાના આધાર પર બનેલી ફિલ્મ છે. આ ફિલ્મ આપણને સૌથી અઘરામાં અઘરા સમયમાં પણ આપણને જીવન જીવવાની પ્રેરણા આપે છે. તે ફિલ્માં બતાવવામાં આવ્યું છે કે તેના અભિનેતાના ઘરમાં આગ લગાવી દેવામાં આવે છે અને તેના પુત્રને પણ મારી નાખવામાં આવે છે. અભિનેતાને લોકો બર્ફીલા વિસ્તારમાં જઈને છોડી દે છે. પરંતુ તો પણ અભિનેતા દરેક મુશ્કેલીનો સામનો કરે છે. અને છેલા શ્વાસ સુધી તે સંઘર્ષ કરતો રહે છે. આ ફિલ્મમાં એક એવો સંદેશ આપવામાં આવ્યું છે કે ગમે તેવી પણ હાલત કેમ ન હોય પરંતુ માણસે ક્યારેય પોતાની ઉમ્મીદ ન છોડવી જોઈએ.
📽 4.ભાગ મિલ્ખા ભાગ :
📽 મિલ્ખાસિંઘ પર બનેલી આ ફિલ્મ વિદ્યાર્થીને ખુબ પ્રેરણા આપે છે. આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે લક્ષ્યને પ્રાપ્ત કરવામાં માટે મિલ્ખાસિંઘ તેનાથી બનતી સંભવ બધી જ કોશિશ કરી લે છે. ફિલ્મમાં મિલ્ખાસિંઘના બાળપણથી લઈને તેની સફળતા સુધીની સંઘર્ષતાની વાત દર્શાવવામાં આવી છે. ઓલમ્પિક તૈયારી કરતી વખતે મિલ્ખાસિંઘને કેટલી મુશ્કેલી ભોગવવી પડી તેની વાત પણ દર્શાવી છે. તેના શરીરમાં જખમ હતો પરંતુ તે લક્ષ્યથી ક્યારેય ભટક્યા નહિ. આ ફિલ્મ દરેક વિદ્યાર્થીએ જોવી જોઈએ તેનાથી વિદ્યાર્થી તેનું લક્ષ્ય તે નક્કી કરી લે છે. આ ફિલ્મથી વિદ્યાર્થી પોતાના લક્ષ્યથી નજીક રહે છે.
📽 આ આમેરીકી ફિલ્મને પણ દરેક વિદ્યાર્થીએ જોવી જોઈએ. CHRIS GARNER પર બનેલી આ ફિલ્મ ઘણું બધું આપણને શીખવી જાય છે. આ ફિલ્મમાં દર્શાવ્યું છે કે એક બેઘર થયેલો વ્યક્તિ કંઈ રીતે બ્રોકર બની જાય છે. તે યુવક પોતાના બધા જ પૈસા બોન સ્કેનર ખરીદવામાં લગાવી દે છે. ત્યાં પરિસ્થિતિ એવી થઇ જાય છે કે તેની પત્ની તેને છોડીને જતી રહે છે. અને બાપ દીકરો બંને સ્ટેશન પર રાત ગુજારવા માટે મજબુર થઇ જાય છે. પરંતુ તે દરમિયાન પણ તે હિંમત નથી હરતા અને ખુબ જ મુશ્કેલીના સમયમાં પણ તે પોતાના પુત્રનું પાલન પોષણ કરે છે. તે દરેક પ્રકારનો સંઘર્ષ કરે છે અને અંતે હીરો સફળતા પ્રાપ્ત કરે છે.
દરેક વિદ્યાર્થીએ આ પાંચ ફિલ્મ અવશ્ય જોવી જોઈએ તેનાથી તેના આત્મવિશ્વાસમાં ખુબ જ વધારો થાય છે. અને તે પોતાના લક્ષ્યને નક્કી કરે છે તેની પાછળ તે એક સક્ષમ વ્યક્તિ પણ બને છે. વિદ્યાર્થીને એ પણ ખબર પડે છે કે કંઈ પરિસ્થિતિમાં શું કરવું જોઈએ.
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ (૪) એવરેજ