કોઈ પણ કામ તમે સમય પહેલા પૂરું કરી શકશો…. ફક્ત અપનાવો આ ૩ ટ્રીક્સ જાણો તે કઈ છે ટ્રીક્સ..

🤦‍♂️કામની ખુબ આળસ ચડે છે… કામ ક્યારેય સમય પહેલા પૂરું નથી થતું… તો અપનાવો ટાઈમ મેનેજમેન્ટની આ ૩ બેસ્ટ ટ્રીક અપનાવો… કામ સમયથી પહેલા જ થઇ જશે

Image Source :
👉આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે આપણો ટાઈમ. એ ખુબ જ મહત્વની વસ્તુ છે.  આપણે ઘણી વાર કોઈ પણ નિર્ણય લેવાનો હોય ત્યારે આપણે તે નિર્ણય લેવા માટે સમય ખુબ જ લઇ લેતા હોઈએ છીએ. પરંતુ ખરેખર કોઈ પણ નિર્ણય લેવાનો હોય તેના માટે આપણે આપણો સમય બગાડવાની જરૂર નથી. આ લેખ દ્વારા તમને જાણવા મળશે કે કોઈ પણ કામ માટે નિર્ણય લેવાનો હોય માત્ર થોડી જ સેકન્ડમાં લઇ શકાય છે.
Image Source :
👉આ લેખ દ્વારા તમને જાણવા મળશે કે કોઈ પણ કામ હોય તે કરવા માટે નિર્ણય  લેવા માટે વધારે સમય વેડફવો ન જોઈએ. વૈજ્ઞાનિક રીતે આપણી પાસે ખરેખર કોઈ નિર્ણય લેવા માટે માત્ર 5 જ સેકન્ડ હોય છે. અને ઘણી વાર તો એવી પરિસ્થિતિ સર્જાતિ હોય છે કે આપણે ફટાફટ નિર્ણય ન લઈએ તો ઘણું બધું ગુમાવવું પડતું હોય છે.
👉આપણું મગજ મોટા ભાગે ખુબ જ આરામથી કામ કરવા માંગે છે. તેના માટે નિર્ણય પણ આપણે આરામથી જ કરવા માંગતા હોઈએ છીએ. અને તે દરમિયાન આપણાથી મોડું પણ થઇ જતું હોય છે. ખરેખર તો આપણું મગજને સૌથી વધારે મજા ક્યારે આવે જ્યારે આપણે આરામદાયક જીવન પસાર કરતા હોઈએ.
Image Source :
👉આપણા મગજ માં એક કેમિકલ આવેલું હોય છે. તેનું નામ ડોપમેઈન. જ્યારે આપણે આપણને મનગમતો ખોરાક અથવા કોઈ પણ આપણને ગમતી વસ્તુ અથવા તો કોઈ તેવું કામ જે આપણું ફેવરીટ હોય. તે કરતા હોય ત્યારે ડોપમેઈન કેમિકલ મગજમાં રીલીઝ થાય છે અને તેનાથી આપણને આનંદ આવે છે.
આપણું મગજ આવી બધી વાતોથી ખુબ જ ખુશ થતું હોય છે. પણ તે આપણા કામ અને આપણી જીવનશૈલી પર ખુબ જ ખરાબ અસર કરે છે. આવા મનોરંજનના કામ આપણાથી ન કરવા છતાં થઇ જતા હોય છે. કેમ કે આપણને તે કામમાં મજા આવતી હોય છે. પરંતુ આપણું રોજીંદા જે કામ કરવાનું હોય છે તેનું શું થાય ?
Image Source :
👉 પણ અત્યારે મોર્ડન સમયમાં મોટા ભાગે બધા લોકો પરાણે કામ કરતા હોય તેમ લાગે છે, કેમ કે અત્યારે કોઈ લોકો ટાઈમનું મેનેજમેન્ટ કરી ને નથી ચાલતા હોતા. પરિણામે લોકો ક્યારેય સમય પહેલા કામ માંથી કરી શકતા. અને પરિણામે તેને આળસ ચડવા લાગે છે. 
તો ચાલો, કોઈ વાંધો નહિ આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ ટાઈમ મેનેજમેન્ટનિ ત્રણ બેસ્ટ ટ્રીક કે જેના વડે તમે તમારા દિવસના દરેક કામ આસાનથી પુરા કરી શકશો. અને એ પણ સમયની પહેલા.
ભલે તમે એક વિદ્યાર્થી હોવ, બીઝનેસમેન હોવ, નોકરિયાત હોવ કે ગૃહિણી હોવ પણ આ ૩ ટ્રીક વાંચ્યા બાદ તમારે ક્યારેય સમય માટે રોવું નહિ પડે કે, નહિ તમારે ક્યારેય સમય માટે ફરિયાદ કરવી પડે. તો ચાલો તે ત્રણ ટ્રીક આપને નીચે મુજબ જોઈએ.  

Image Source :
👉  ટ્રીક નંબર – (૧) ડાયરી 

આ ડાયરીએ પહેલી ટ્રીક છે. મતલબ કે તમે જે કઈ કામ કરવા માંગતા હોય તે અગાઉથી ડાયરીમાં કે મોબાઈલના રીમાઈન્ડરમાં લખી રાખો, કેમ કે એમ કરવાથી તમારા આ કરવાના કામ તમારી સામે જ હશે અને એકદમ ફિક્સ જ હશે તો તમને તે પુરા કરવામાં સ્પીડ આવશે.

પણ જો તમે જે કામ કરવાના હોય અને તે કામનું કોઈ નક્કી ના હોય કે ક્યાં કામ કરવાના છે તો એ કામ ક્યારેય પુરા થતા જ નથી કેમ કે ત્યાં કોઈ દિશા કે લક્ષ્ય હોતું નથી. એટલે દરેક કામમાં આપને ગૂંચવાઈ જઈશું. માટે આ પહેલી ટ્રીક છે કે તે કામ ને કોઈ ચોક્કસ જગ્યાએ લખી રાખો.

Image Source :

👉 ટ્રીક નંબર – ૨ – (ભાગ પાડી દો )   

 આ તરીકનો મતલબ કે તમે જે કામ કરવાના હોય તે કામ ના અલગ અલગ ભાગ પડી દો, તેનાથી તમને તે કામ કરવામાં આસાની રહેશે.
ઉદાહરણ – તમારે કોઈ રૂમને કલર કલર કરવાનો હોય અને તમને પૂરો દિવસ આપ્યો હોય તો તમે કન્ફયુઝ થઇ જાવ. અને તે કામ તમને અઘરું લાગે.. પણ તમે તે કામને સમય અનુસાર વહેચી લો તો તમારા માટે તે આસન થઇ જાય. એમ નક્કી કરો કે પહેલા જ વહેલી સવારે છતને કલર કરી દઈશ. બપોર સુધીમાં ૨ દીવાલને કલર કરી દઈશ. અને બપોર પછી બીજી ૨ દીવાલ થઇ જશે.
Image Source :
આમ આ કામ અલગ અલગ હિસ્સામાં વહેચાયેલું હતું એટલે તે પૂરું થઇ ગયું. આવી રીતે કામ ભલે ગમે એટલું અઘરું હોય પણ તેને અલગ અલગ ભાગમાં વહેચી દઈએ તો કામ એકદમ સરળ લાગે છે. 
આમ કરવાથી તમારે તમારો ટાર્ગેટ નાનો થઇ જશે અને તમને કામ કરવામાં ખુબ મદદ મળી જશે. અને તમારે પછી ટેન્શન પુરા કામ નું નહિ લેવાનું રહે, ફક્ત ટેન્શન તમારા નાનો ટાર્ગેટ પૂરો કરવાનું જ લેવાનું રહેશે.

Image Source :
👉 ટ્રીક નંબર – ૩ (અઘરા કામ આ સમયે કરવા )

આ ટ્રીક અનુસાર તમને એમ કહેવાનું છે કે, જુઓ પહેલા તો આપને ગુજરાતી એટલે આપને હંમેશા શોર્ટકટ જ શોધીએ…. પણ ભાઈ લાઇફમાં અઘરા કામ પણ આવે ને… તો એ કામ ક્યારે કરવા..? એ અઘરા કામ ના લીધે જ બધા લોકોને આળસ કે કંટાળો આવે છે.
તો ત્રીજી ટ્રીક એ જ છે કે અઘરા કામ તમારે સૌથી પહેલા કરવા જોઈએ. કેમ કે, અઘરા કામ જ તમારો સૌથી વધુ સમય લેતા હોય છે. જો અઘરા કામ ફટાફટ પુરા થઇ જાય તો બીજા કામ કરવાની પણ મજા આવે.
Image Source :
વૈજ્ઞાનિક રીતે જોઈએ તો, અઘરા કામ સવારના સમયે કરવા જોઈએ એમ કહેવાયું છે. કેમ કે સવારના સમયે તમારો વિલ પાવર સૌથી વધુ હોય છે. માટે અશક્ય લગતા દરેક કામ સવારે કરવાની મનોવૈજ્ઞાનિકો પણ સલાહ આપે છે. વિલપાવર ઉપરાંત તમારું માઈન્ડ પણ વધુ તેજ હોય છે.
આ કારણથી જ પહેલાના સમયમાં ગુરુકુળોમાં સવારના સમયે અભ્યાસ કરાવવામાં આવતો. માટે યાદ રાખો કે આગળના દિવસે કે આગળની રાતે જ નક્કી કરી લો કે આવતી કાલનું અઘરું કામ કયું છે, અને તે જ કામ આવતી કાલે સવારે પેલા કરવું.
Image Source :
👉 મિત્રો, આ ૩ટ્રીક દ્વારા આપણે આપણા કામને સમયથી પહેલા કરી શકીએ છીએ. હજુ આ ટાઈમ મેનેજમેન્ટની બીજી 7 ટ્રીક પણ બાકી છે. અને આ આર્ટીકલની લંબાઈ વધુ થઇ જવાથી અહીં આપેલા નથી.  જો તમને આ ૩ ટ્રીક  ગમી હોય  તો અમને  કોમેન્ટ કરી જણાવો તો બીજી 7 ટ્રીક પણ આવતા  આર્ટીકલમાં જણાવીએ. એ માટે કોમેન્ટ માં ” 7 “લખીને અમને જણાવો.Image Source :

👱ભાઈઓ તથા 👱‍♀️બહેનો.

 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો. અમે તમારા નામની સાથે તે આર્ટીકલ પબ્લીશ કરીશું. અને તેના ટાઈટલ ફોટોમાં તમારું નામ હશે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી ?

(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ  (૩) ગુડ  (૪) એવરેજ
 Image Source :
મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “સોશિયલ ગુજરાતી ”ના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.
ફેસબુક પેજ માટે નીચે ક્લિક કરો..⬇

➡  સોશિયલ ગુજરાતી 

Image Source: Google

Leave a Comment