મગજનો ૧૦૦% ઉપયોગ કરવા જાણી લો આ એક શબ્દ …જે તમારા દિમાંગ ને બુસ્ટ કરશે ..

અમે કોઈ ફેક ન્યુઝ કે ખોટા સજેશન આપતા કે રાતોરાત પૈસાવાળા બની  અને રાતો રાત તમારી હેલ્થ બેસ્ટ થઇ જાય તેવા રસ્તા નથી બતાવતા. કે નથી તમારી રાશી કે ગ્રહ દશા પર ભવિષ્યવાણી કરતા.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

100% મગજનો ઉપયોગ કરો આ રીતે અને મેળવો પોતાની ધારેલી સફળતા…

શું મિત્રો તમે જાણો છો કે આપણે આપણા મગજનો કૂલ ચાર કે પાંચ ટકા જ ઉપયોગ કરીએ છીએ. તો મિત્રો વિચારો કે જો આપણે આપણા મગજનો  50% કે તેનાથી વધારે % નો ઉપયોગ કરવા લાગો તો તે શું ન કરી શકે? તો આજનો અમારો આ આર્ટીકલ તેના પર જ છે કે કંઈ રીતે આપણે આપણા મગજનો વધારે ઉપયોગ કરવો અને ધારેલી સફળતા પ્રાપ્ત કરવી જોઈએ. મિત્રો આ આર્ટીકલ જરૂર વાંચવો જોઈએ કારણ કે આ વાંચ્યા બાદ તમને અંદાજો આવી જશે કે કંઈ રીતે મહાન લોકો સફળતાઓ મેળવે છે.Image Source :

શું તમે જાણો છો મિત્રો કે જો આપણે આપણા મગજનો 100% ઉપયોગ કરીએ તો આપણે કંઈ પણ વસ્તુ મેળવી શકીએ છીએ. મિત્રો આપણે વાત કરીએ બે વ્યક્તિની એક ખૂબ જ સફળ છે અને બીજો ખૂબ જ અસફળ છે. તો તે બંને વચ્ચેનું મુખ્ય અંતર શું છે. આમ તો સફળતા પાછળ ઘણા પરિબળો જવાબદાર હોય છે.

પરંતુ જો કોઈ મહત્વની ભૂમિકા ભજવતું હોય તો તે છે આપણા મગજનો આપણે કેટલો ઉપોયોગ કરીએ છીએ તે. આપણે આપણા રોજીંદા સામાન્ય કાર્યો કરવા માટે માત્ર 5% મગજનો ઉપયોગ કરીએ છીએ. તો આપણે આપણી મગજની ક્ષમતાના 5% જ ઉપયોગ કરીએ છીએ તે કહીએ તો પણ કંઈ ખોટું નથી. પરંતુ ઘણા ઓછા લોકો જાણતા હોય છે આ ટ્રીક, કે કંઈ રીતે આપણે આપણા મગજનો પૂરે પૂરો ઉપયોગ કરી શકો. આપણે તે વસ્તુથી અજાણ જ છીએ કે જો આપણે આપણા મગજનો દશ, વીસ, ત્રીસ કે ચાલીસ ટકાનો ઉપયોગ કરીએ તો તેનાથી કેટલી ઉંચાઈએ જઈ શકાય છે.

Image Source :

જ્યારે આપણા મગજની ક્ષમતા વધે છે ત્યારે આપણા મગજની જાગૃતતા પણ વધે છે. તમારી યાદ શક્તિ પણ વધે છે અને તેના માટે મહત્વનું છે આપણું સબ કોન્શિયસ મગજ. મિત્રો આપણે સબ કોન્શિયસ મગજ વિશે જાણી ગયા છીએ. આજે એક ઉદાહરણ તરીકે સમજીએ કે કંઈ રીતે આપણે કોઈ વસ્તુ માટે આપણા સબ કોન્શિયસ મગજને અંકુશમાં લાવી શકાય છે. મિત્રો આપણું મગજ એ એક ઘોડો છે અને તેને ચલાવનાર છે સબ કોન્શિયસ મગજ. જે રીતે ઘોડાને ચલાવનાર ઘોડેસવાર ઘોડા પર કંટ્રોલ રાખીને ઘોડેસવારી કરે છે. તેજ રીતે આપણું સબ કોન્શિયસ મગજ આપણા કોન્શિયસ મગજને કાર્યક્ષમ બનાવે છે. જો આપણને તે કંટ્રોલ કરતા આવડી ગયું પછી આપણા માટે કંઈ પણ મૂશ્કેલ નથી.Image Source :

STRONG DESIRE / મજબુત ઈચ્છા શક્તિ :

પરંતુ મિત્રો તેને મેળવવા માટે કંટ્રોલમાં લાવવા માટે તમારે જોઈએ એક  strong desire એટલે કે કંઈક કરવાની પ્રબળ ઈચ્છા હોવી જોઈએ. Bo Eason નામનો વ્યક્તિ આ દુનિયાનો સૌથી સ્માર્ટ અને મલ્ટી ડાઈમેન્ઝ્નલ વ્યક્તિ છે. તે એક ફૂટબોલ પ્લેયર હતો જ્યારે તેનું કરિયર પૂરું થયું તો આજે તે એક અભિનેતા છે. તે દુનિયાના સફળ વ્યક્તિમાંથી એક વ્યક્તિ છે. અને તેમણે જ એક સિક્રેટ બતાવ્યું હતું જે અમે તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ. તેઓનું કેહવું છે કે તે નાનપણથી જ ઘણી બધું વસ્તુના શોખીન હતા. જેમ કે ફૂટબોલ, એક્ટિંગ કરવી, બીઝનેસમેન બનવું વગેરે વગેરે. તે જ્યારે પણ પોતાના સપના વિશે વિચારતા ત્યારે તે માત્ર બે જ શબ્દનો  ઉપયોગ કરતા અને તે બે શબ્દ છે The Best. મિત્રો આ શબ્દ સાંભળવામાં તો ખૂબ જ સામાન્ય લાગશે પરંતુ  આપણે વિચારી પણ નહિ શકીએ કે તે આપણી જિંદગી બદલી શકે છે. હવે આપણે એવું થાય કે ભાઈ આ બે શબ્દ બોલવાથી જિંદગી થોડીને થોડી બદલાઈ જાય. પરંતુ મિત્રો આ વાત આપણા સબ કોન્શિયસ મગજને અસર કરે છે. અને જે થાય છે તે બધું સબ કોન્શિયસ લેવલમાં જ  થાય છે.Image Source :

મિત્રો Bo Eason નાનપણથી જ એવું બોલતા કે મારે The Best એક્ટર બનવું છે. મારે The Best ફૂટબોલર બનવું છે. તેમનો આજ એટીટ્યુડ તેમને તેમની સફળતા સુધી લઇ ગયો. માટે આપણે જે કંઈ વસ્તુ કરો છો તેને કરવા ખાતર કરશો તો તમને સારું પરિણામ નહિ મળે. પરંતુ આપણે તેને સૌથી સારી કરવાની desire સાથે કરશો તો તે આપણને નામના પ્રાપ્ત કારાવશે. માટે આપણે જે કરવું છે તે નક્કી કરી લો અને પછી તેના પ્રત્યે એવો એટીટ્યુડ રાખો કે આપણે તેને સૌથી સારું એટલે કે The Best જ કરશો. ભલે આપણે તેના માટે અત્યારે કોઈ મહેનત ન કરતા હોઈએ પરંતુ આપણી જો આવી desire જીવતી હશેને The Best ની તો તે આજે નહી તો કાલે તમને તે desire મોટીવેટ કરશે અને આપણે તેના માટે વધારેને વધારે મહેનત કરવા લાગશો અને અંતે સફળતા સુધી પહોંચશો. ભલે આજે નહિ તો બે મહિના પછી, બે મહિના પછી, નહિ તો એક વર્ષ પછી, અને એક વર્ષ નહિ તો ત્રણ વર્ષ પછી. આપણે તે અચીવ કરી જ લઈએ છીએ. પરંતુ તેના માટે જરૂરી છે The Best કરવાની desire, તેની ચાહ. તે હશે ને તો તે ઓટોમેટીકલી આપણા મગજને 5% થી વધુ કામ કરાવતું રહેશે. તે આપણા મગજની કાર્ય ક્ષમતા ધીમે ધીમે વધારવા લાગશે.Image Source :

મિત્રો ટૂકમાં આપણી desire હંમેશા ઉંચી રાખો. જે ખિલાડી ગોલ્ડ મેડલ લાવે છે તે તેના મગજનો 40 % ઉપયોગ કરે છે અને જે સિલ્વર અને બ્રોન્ઝ લાવે છે તે 20 % ઉપયોગ કરે છે. આમાં ગોલ્ડ મેડલ લેવા વાળાનો એટીટ્યુડ હોય છે કે તે બેસ્ટ એટલે કે સારું નહિ રમે. પરંતુ The Best એટલે કે સૌથી સારું રમશે આના કારણે તે ગોલ્ડ મેડલ જીતે છે. માટે કોઈ વસ્તુ માટે The Best નો એટીટ્યુડ રાખો અને પછી જૂઓ આપણને વસ્તુ શું નથી મળતી.

આશા છે કે આર્ટીકલ તમને ખૂબ જ ઉપયોગી બનશે અને આપણે પણ Strong desire અને the Best ના મારફતે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરો.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

 👉  તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

 ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 
Image Source: Google

 

2 thoughts on “મગજનો ૧૦૦% ઉપયોગ કરવા જાણી લો આ એક શબ્દ …જે તમારા દિમાંગ ને બુસ્ટ કરશે ..”

Leave a Comment