અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
💁 જાણો ક્યાં અંગો ફરકવાથી થાય છે ધનલાભ.. 💁
🤵 આપણા શરીરના અમુક અંગો છે જે કોઈ વાર એવા સંકેતો આપે છે કે તેની મદદથી ઘણી વસ્તુઓ અગાઉથી ખબર પડી જાય છે. આપણું શરીર સંવેદનશીલ હોય છે અને આપણા શરીર પાસે એવી અદભૂત તાકતો હોય છે જે આવનારી ઘટનાનો અંદાજો પહેલા જ લગાવી લેતું હોય છે. પરંતુ આજે અમે ખુબ જ મહત્વના મુદ્દા પર વિશેષ માહિતી આપીશું કે જે વસ્તુ વગર આજના જમાનામાં એક સારા અને સુખી જીવનની કલ્પના પણ ન કરી શકાય.Image Source :
🤵 મિત્રો આજે અમે તમને જણાવશું કે શરીરના ક્યાં અંગો ફડકવાથી મળે છે ધનલાભ. જાણો કે તમારું શરીર પણ ક્યાંક ધનલાભના સંકેતો તો નથી આપતું.
🤵 સૌથી પહેલા વાત કરીએ આપણી ખુબ જ જૂની અને પ્રચલિત માન્યતાની, તો સૌથી પહેલા જે સંકેત છે તે છે આપણી જમણી આંખ. જમણી આંખ ફડકવાનો મતલબ છે કે તમને પૈસાથી લગતી કોઈ ખુશખબરી મળશે. પૈસાની સાથે સાથે તે તમારી દરેક ઈચ્છાઓ પૂરી થવાનો સંકેત આપે છે.Image Source :
👰 બીજો સંકેત છે જમણો ખભો ફડકવો. મિત્રો તેનો મતલબ એ થાય છે કે ભવિષ્યમાં તમને અત્યાધિક ધનલાભ થવાનો છે. આ ઉપરાંત ડાબો ખભો તમને ઝડપથી સફળતા મળશે તેનો સંકેત આપે છે.
👰 મિત્રો તમારો આઇબ્રો પણ આપે છે સંકેતો. હા મિત્રો તમારા આઈબ્રોમાં તમને થોડી હલચલનો અનુભવ થાય તો એનો મતલબ છે કે તમારું આવનારું ભવિષ્ય ખુબ જ સુખદાયક રહેશે અને આપણા સુખનો આધાર પણ પૈસા સાથે કોઈને કોઈ રીતે જોડાયેલો જ છે માટે તેનો એક મતલબ એવો પણ કાઢી શકીએ કે તમને ધનલાભ પણ થશે. ઉપરાંત તમને અનપેક્ષિત સફળતાઓ પ્રાપ્ત થશે.Image Source :
💁 ગરદન જમણી બાજુ ફડકે તો તેનો મતલબ છે કે તમને ખુભ ધનલાભ થશે. આ ઉપરાંત જો ગરદનની ડાબી બાજુનો ભાગ ફડકે તો તેનો મતલબ નકારાત્મક છે. એટલે કે તમને ધનહાની થશે.
💁 તમારા ગળાનું ફડકવું પણ ખુભ જ શુભ સંકેત આપે છે. ગળાનું ફડકવાનો અર્થ છે કે તમારું ભવિષ્ય ખુશહાલ, સમ્માન ભર્યું અને આરામદાયક રહેશે. મિત્રો ખુશહાલ અને આરામદાયક જીવનનો આધાર પણ પૈસા પર રહેલો છે. માટે તમને ધનલાભ પણ થશે.
💁 જો કોઈ વ્યક્તિનો કમરનો સીધો ભાગ ફડકે તો તે નજીકના ભવિષ્યમાં ધન પ્રાપ્તિના સંકેતો આપે છે.
💁 જો કોઈ વ્યક્તિનું લલાટ એટલે કે કપાળ ફડકે તો તે ખુબ જ સારા સંકેતો આપે છે. તેનો ફડકવાનો અર્થ છે કે તમારા જીવનમાં તમને તમારી કામની જગ્યાએ ખુબ જ માન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે. તેમજ તમને નોકરીમાં પ્રમોશન પણ મળશે અને પ્રમોશન મળશે તેનો મતલબ એવો થાય કે ધનમાં વૃદ્ધિ થશે.Image Source :
👸 કોઈ વ્યક્તિનું નાક ફડકતું હોય તો તેનો મતલબ છે કે તે વ્યક્તિના વ્યવસાયમાં વધારો થશે. તેમજ તેને ધનલાભ થશે.
👸 જો કોઈ વ્યક્તિનો જમણો ગાલ ફડકે તો તે ધન પ્રાપ્તિનો સંકેત આપે છે. પરંતુ જ્યારે કોઈ વ્યક્તિના બંને ગાલ સમાનરૂપે ફડકે તો તેનો મતલબ છે કે તેને અખૂટ ધન પ્રાપ્ત થશે.
👸 ત્યારબાદ છે મોં ફડકવું. જો કોઈ વ્યક્તિનું મોં ફડકે તો તેનો અર્થ છે કે તેમની ધન સંબંધી દરેક મનોકામના પૂર્ણ થશે.
👸 ત્યારબાદ આપણા મોં ની અંદર રહેલું તાળવું ફડકે તો તે પણ એક શુભ સંકેત આપે છે. તેના ફડકવાથી ધનલાભ થશે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
Good